ચીર મૌનની ચાદર ઓઢી; શમાની ચોખટ પર બેઠો છું,
ભરે પગલાં પંથ અલખનો; એક અલગારી થઈ બેઠો છું.
તમારે મોલ; હું દુષ્કાળ ચૂસું પગ પીપળાનાં પાન પર,
હોઠમાં ગીતનું ખાબોચિયું; વક્ષમાં વરસાદ થઈ બેઠો છું.
આ ચરણોને અવકાશ થઈ પંખીઓ બની જવા દઈએ,
નિરભ્ર સ્વચ્છ ગગનમાં; હિમ-શીલાની રાવટી થઈ બેઠો છું.
ખૂંચી રહ્યાં છે ચરણ ધૂંધવાઈ રહ્યાં છે બદન ચોતરફ,
બસ આમ ધૂળને સમજી નદી; શ્વાસ ઉછીના લઈ બેઠો છું.
અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર જડતો અહીં શહેરમાં,
સમાધિ પર દેખાવનાં ફૂલ; ઈન્સાનિયતનું અત્તર થઈ બેઠો છું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ગયા અઠવાડિયાની વાત છે જ્યારે વડા પ્રધાને ગોઆમાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ભાર મૂકીને એમ વાત કરી કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છે. છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં મુસાફરીની સરળતા, એ પણ ખાસ કરીને હવાઇ માર્ગની મુસાફરીમાં નોંધપાત્ર માળખું ઊભું કરાયું છે. ૨૦૧૬માં મોપા એરપોર્ટનો શિલાન્યાસ કરાયો હતો. ભારતમાં કુલ ૪૮૭ એરપોર્ટ અથવા એર સ્ટ્રીપ્સ છે જેમાંથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ભારતના કુલ ૧૩૭ એરપોર્ટ્સ સંભાળે છે જેમાં ૧૩૩ ડૉમેસ્ટિક એરપોર્ટ છે, ૨૪ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ છે અને ૧૦ કસ્ટમ એરપોર્ટ્સ છે.
એક ભૂખડી બારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને શીખવાડ્યું કે મામા આવે ત્યારે તમારે ઢોલિયે સૂવા માટે લડવાનું. બાથાબાથી કરવામાં પણ સંકોચ નહીં કરતા. મામાનું હ્રદય દૃવી ઊઠશે અને બે ઢોલિયા ખરીદી આપશે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમાવિવાદ શરૂ થયો એ મામાને એટલે કે મતદાતાઓને મામા બનાવવાનું રાજકરણ હતું. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક નથી, માથે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડી એને કારણે ઠીકઠીક પ્રમાણમાં મરાઠીઓની સહાનુભૂતિ ઉદ્ધવ ધરાવે છે અને માટે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીઓ પાછળ ઠેલવવામાં આવે છે. કર્ણાટકમાં પણ સીધાં ચઢાણ જેવી સ્થિતિ છે. માની સલાહ મુજબ ભારતીય જનતા પક્ષના બે ભાઈઓએ (એટલે કે બે સરકારોએ અને બે પ્રાદેશિક એકમોએ) ઢોલિયા માટે આપસમાં લડવાનું શરૂ કર્યું. બેલગામ તો હું જ રાખીશ એમ કહીને બાથાબાથી પર ઉતરી પડવામાં પણ સંકોચ નહીં કરતા એમ કહેવામાં આવ્યું હતું એટલે એ પણ કરવામાં આવ્યું. એની વચ્ચે બન્યું એવું કે વિરોધ પક્ષોએ પણ બેલગામ તો હું નહીં જ છોડું એમ કહીને ઝંપલાવ્યું એટલે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું કે હવે લડવાનું બંધ કરો. ઢોલિયો ત્રીજા હાથમાં ન જવો જોઈએ.
સંયુક્તના આગ્રહીઓ પરિવાર પર એટલું દમન કરે છે કે છેવટે પરિવારને તોડે છે. જ્યાં પારિવારિકતા હોય ત્યાં પરિવાર એની મેળે કોળે છે અને આપોઆપ સંયુક્ત બને છે, પણ સંયુક્ત પરિવારના ઠેકેદારો પોતાની સમજ પરિવાર ઉપર લાદે છે અને ગુંગળામણથી થાકી ગયેલા સભ્યો પરિવારથી અળગા થાય છે. માટે પુ.લ. દેશપાંડેએ કહ્યું હતું કે સંયુક્તના આગ્રહે મહારાષ્ટ્રને પરાજીત કર્યું છે અને કરી રહ્યું છે.