શબ્દના કિનારેથી, દૂર જઈને ઊભો !
તું મૌનના, ઘુઘવાટમાં !
ક્ષણે, ક્ષણે, કણ કણ બનીને,
અટવાતો તું, વિસ્મૃતિ યોગમાં !
છતાંય તારી દર્દભરી, વલય રેખામાં
વૃક્ષનાં, પર્ણે પર્ણે, ઊગી નીકળ્યો તું !
બનીને અશ્વત્થામા !
ગુમાવ્યો છે, અમે પણ,
અમૂલ્ય, મૌતિક !
જીવતી જાગતી માનવતાનો !
આ બે જખમી નયનમાંથી !
જો ને વહી રહી છે, ભીની ભીની !
ઊની, ઊની, રક્તની અતૂટ ધારા !
જો તને સાંપડે, મૌલિક આત્મ મણિ !
કો’કની ભલી, આશિષથી !
તો શોધજે મહીં, માનવતાની
ઉજળી લકીરોને, ને ચોડજે એને,
અમો સહુ માનવીના ભાલે!
બોસ્ટન ૫-૫ -૨૦૨૩
e.mail : mdinamdar@hotmail.com
![]()


ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એવી વાત પણ છે, પણ તે હિંદુ કે હિન્દુ ધર્મના વિરોધી હતા એવું નથી. હિન્દુ ધર્મની મર્યાદાઓ એમણે ચીંધી છે, પણ હિન્દુ ધર્મમાંની એમની આસ્થા આવી છે, ’દુનિયાના મહાન ધર્મોના ચાળીસથી વધુ વર્ષના અભ્યાસ પછી મને હિન્દુ ધર્મ નામે ઓળખાતા મહાન ધર્મના જેટલો સંપૂર્ણ, વૈજ્ઞાનિક, દાર્શનિક અને આધ્યાત્મિક કોઈ ધર્મ મળ્યો નથી … મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અને તેથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિન્દુ ધર્મમાં છે જ નહિ.’ આજની પેઢી ગાંધી વિષે ન જાણે એની કોશિશો ચાલે છે, પણ સત્યની જેને ગરજ હશે, તેમણે ગાંધીજી પાસે જવું પડશે એ નિર્વિવાદ છે. આમ તો ગાંધી ઘણાંને ખપતા નથી, પણ ગાંધીજીની ચલણી નોટો બધાંને ખપે છે.
એનું આશ્ચર્ય જ છે કે સ્ત્રીને કાગળ માનનાર ગાંધીજી સાથે આઠેક સ્ત્રીઓનાં નામ સંકળાયેલાં છે. તેમાં મોખરે સરલાદેવી છે. સરલાદેવી ટાગોરનાં ભાણેજ હતાં ને કુશળ વક્તા હતા. તેમના પતિ રામભજદત્ત સ્વાતંત્ર્ય ચળવળ નિમિત્તે જેલવાસ ભોગવતા હતા, ત્યારે 57ના ગાંધી 47નાં સરલાદેવીને મળે છે ને તેમની બૌદ્ધિકતાથી એવા અંજાય છે કે સરલાદેવીને ‘બૌદ્ધિક પત્ની’ ગણવા લાગે છે. અહીં પ્રશ્ન એ થાય કે પત્ની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક … એવી પણ હોય? 1920માં તેમણે કબૂલ્યું છે કે તેઓ સરલાદેવી સાથે સંબંધ વિકસે એવું ઇચ્છતા હતા. પછી તો પોતાનું લગ્નજીવન જ જોખમમાં મુકાશે એવું લાગતા તેમણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું.
વીસમી સદીના મોટા ફિલસૂફ બર્ટ્રાન્ડ રસ્સેલનું ‘અનપોપ્યુલર એસ્સેઝ’ નામનું પોપ્યુલર પુસ્તક છે. એ પોપ્યુલર એટલા માટે છે કે એ સમજવામાં અઘરું પડે એવું શુદ્ધ તત્ત્વજ્ઞાનનું પુસ્તક નથી, પણ એમાં સામાજિક પ્રશ્નો વિશેની વાત છે અને અનપોપ્યુલર એટલા માટે છે એમાં રસ્સેલે જે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે એ ચોક્કસ માન્યતાઓગ્રસ્ત લોકોને માફક ન આવે એવા છે. એમાંના એક નિબંધમાં રસ્સેલે કહ્યું છે કે ઈશુનાં ત્રણસો વર્ષ પહેલાં થયેલા ગ્રીક ફિલસૂફ એરીસ્ટૉટલ કહીને ગયો હતો કે પુરુષનાં મોઢામાં ૩૨ દાંત હોય છે અને સ્ત્રીનાં મોઢામાં ૨૮. એરીસ્ટૉટલની આ વાતને સદીઓ સુધી કોઈએ પડકારી નહોતી, કારણ કે એરીસ્ટૉટલે એમ કહ્યું હતું. અજ્ઞાનીએ જ્ઞાનીને પડકારવાની મૂર્ખતા ન કરવી જોઈએ અને એમાં જ તેની નમ્રતા છે. જો પાત્રતા હોય તો જ્ઞાનીની વાતને ગ્રહણ કરવી જોઈએ. સદીઓ સુધી નમ્રતાપૂર્વક ગ્રહણ કરવામાં આવ્યું કે પુરુષને ૩૨ દાંત હોય છે અને સ્ત્રીને ૨૮. સદીઓ સુધી કુતૂહલ ખાતર પણ કોઈને એમ ન થયું કે ચાલો એકવાર પોતાનાં અને પત્નીનાં દાંત ગણી જોઈએ. કોઈ સ્ત્રીને પણ વિચાર ન આવ્યો કે પોતાનાં દાંત ગણી જોઈએ.