મનીષી જાનીના ફેઇસબુક પાને, ડિસેમ્બર 2012ના અારંભે, અા છબિએ પહેલવહેલા દર્શન દીધા, ત્યારથી તેણે મનપાંચમનો મેળો જાણે કે સર્જ્યો છે ! કહે છે કે 1972ના અરસામાં અા છબિ લેવાઈ છે. તેને ય 41 વરસનું છેટું થયું.
મનીષીભાઈ જોડાજોડ લખતા હતા : ‘નવનિર્માણ પહેલાંથી અમારું ‘હું’ સાહિત્ય જૂથ ચાલતું હતું. … 1972માં અમે ‘ગધેડા વિશેષાંક’ પ્રગટ કરેલો … જેમાં તત્કાલીન રાજકીય વ્યંગની કૃતિઅો પ્રગટ કરેલી. તેની અા તસ્વીર … છેલ્લા 20 દિવસમાં દેખાતા 2 મિત્રોનું [પ્રબોશ જોશી અને મૌન બલોલી] અવસાન થયું … અનહદ સ્મૃિતઅો અને વિષાદ … !’
જુઅોને, અા ચિત્રમાં, (અલબત્ત, ડાબેથી) ઋષિત પારેખ, પ્રબોધ જોશી, અિશ્વન સોમપુરા, મનીષી જાની, અાનંદ માવળંકર, બિપિન મેશિયા, મનસુખ વાઘેલા, મૌન બલોલી ઉપરાંત અાગળ બેઠેલામાં વર્દરાજ પંડિત અને બિહારી પંડ્યા જોવા મળે છે.
અા ચિત્રનું કેવડું ઐતિહાસિક મૂલ્ય છે તે હવે પમાય છે. અા અાપણી વિરાસત છે. અને અા છબિ જાણે કે અાવી મોટીમસ્સ વાતની દ્યોતક બની હોય તેમ લાગે છે. તેથીસ્તો, છબિ-કથા કરવા જેવી છે. ફેઇસબુકને પાને, જુગલકિશોરભાઈ વ્યાસ કહેતા રહ્યા, ‘નવનિર્માણ અંગે પણ ક્યારેક મુકો. એ દિવસો હજી ભુલાતા નથી. … અમે તો આ બધું નજરોનજર જોયેલું છે ! આજે ય આ ફોટો જોઈને રોમાંચિત થવાય છે. એ વાત તો પછી ઢબુરાઈ ગઈ ? કોણ લખશે એ કથા ? ગુજરાતીઓ મોડામોડા ય ઇતિહાસલેખનનું શૂરાતન નહીં બતાવે ?’ બીજી પાસ, મનહરભાઈ જમીલ જણાવતા હતા : ‘છબિકથાને વર્તમાન તો પોકાર પાડી રહ્યો છે, … સમય સરી રહ્યો છે !! પાત્રો exit કરી રહ્યા છે !!!’ તો બીજી પાસ, પ્રતિભાબહેન ઠક્કરની મનીષીભાઈ જાનીને ઉદ્દેશતી માગ હતી : ‘હવે તમે આ ઈતિહાસ લખો … સમયની માંગ છે.’ જવાબમાં, અા અાંદોલનના એક અાગેવાન, ઉમાકાન્ત માંકડે કહ્યું : કમનસીબે નવનિર્માણનો ઇતિહાસ લખાયો નથી. …… હકીકતોને ઉજાગર કરવાનો મેં એક પ્રયાસ ‘History of Navnirman’નાં નામથી કરેલ છે અને ‘Navnirman Andolan 1974’નાં નામથી facebook ઉપર અત્યાર સુધી 14 હપ્તા પ્રસિદ્ધ કરેલ છે. અને તેમાં સુધારા વધારાને સંપૂર્ણ અવકાશ છે. ઉપરાત, હું કોઈ લેખક નથી, માત્ર તારીખો મુજબ અને ઘટનાના ક્રમો સચવાઈ રહે, તે બાબત ધ્યાન રાખેલું છે. …. સહુ કોઈને નિમંત્રણ છે …. કોઈ ઇતિહાસવિદ્દ દ્વારા આ બાબત પાછળથી પ્રસિદ્ધ કરાવવાની અપેક્ષા પણ ખરી ……’
અા વિગતો અહીં જોઈવાંચી શકાય :
ઉમાકાન્તભાઈ જણાવે છે તે નોંધના અાશરે 24 પ્રકરણો થયાં છે અને તેને નજીકમાં “અોપિનિયન”ની વેબસાઇટ પરે તરતાં મેલવાના મનોરથ છે. … રસિકોને રાહ જોવા વિનંતી −