
courtesy : "The Indian Express", 08 November 2019
![]()

courtesy : "The Indian Express", 08 November 2019
![]()

હિન્દી સહિત દેશની બધી ભાષાની ફિલ્મોમાં સર્વોત્તમ ફિલ્મનું સન્માન મેળવનાર પહેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ આજે પ્રદર્શિત થઈ રહી છે. અત્યાર સુધી રંગકર્મી તરીકે જાણીતા છત્રીસ વર્ષના અભિષેક શાહે દિગ્દર્શક તરીકેની આ પહેલવહેલી ફિલ્મમાં જ આ ઝળહળતી સફળતા મેળવી છે. કચ્છનાં રણની ભૂમિ પર રચેલી આ ફિલ્મની બીજી એક મોટી સિદ્ધિ એ છે કે તેમાં ભૂમિકા ભજવતી તેર અભિનેત્રીઓનાં વૃંદને નિર્ણાયકોનું સ્પેશ્યલ જ્યૂરી પ્રાઇઝ મળ્યું છે. આ કલાકાર બહેનોએ ફિલ્મમાં ‘વાગ્યો રે ઢોલ, બાઈ વાગ્યો રે ઢોલ’ એવો ઝકઝોળી દેનારો ગરબો કર્યો છે. એ ચાર મિનિટની નૃત્યકૃતિ માટે તેમણે ગયાં વર્ષે કચ્છનાં રણની વચાળે આવેલી એક જગ્યાએ માર્ચ-એપ્રિલની ગરમીમાં પિસ્તાળીસ ડિગ્રી જેવાં તાપમાનમાં ત્રીસેક કલાકનું શૂટિંગ કર્યું. બહેનોના પગ દઝાતા એટલું જ નહીં બાવળના કાંટા પણ ભોંકાતા. પાટા બંધાય નહીં કારણ કે તે કૅમેરામાં આવે, એટલે પારદર્શક સેલો ટેપ જ લગાવીને ચલાવી લેવું પડ્યું.
ગરબો ખુલ્લા પગે થતો બતાવવાનો હતો કારણ કે ફિલ્મની વારતા 1975ના ગાળામાં દુનિયાથી ઘણાં પાછળ, પછાત અને રૂઢિચુસ્ત ગામમાં પુરુષોની પુષ્કળ જોહુકમી નીચે જીવતી સ્ત્રીઓની છે. આવું ગામ કચ્છમાં અત્યારે ક્યાં ય નહીં હોય. પણ દિગ્દર્શક અને અઢીસો કલાકારો-કસબીઓની તેમની ટીમે ભૂંગા સહિતનું અસલ કચ્છી આ આખું ગામ અપાર મહેનતથી ઊભું કર્યું છે. આ ગામની બહેનોને ઘરની બહાર જવાનું તે માત્ર રેતીમાં પાંચ-છ માઇલ ચાલતાં પાણી ભરવા માટે. બાકી એમનાં જીવતરમાં કશું જ નથી. વાતચીત પર પણ પાબંધી હોય તો વળી નાચવા-ગાવાની તો વાત જ ક્યાં રહી ? ગરબા પણ પુરુષો જ ગાય, અને સ્ત્રીઓ જાળીમાંથી જુએ. એવામાં તેમને એક ઢોલી મળે છે અને તેમની જિંદગી જ બદલાઈ જાય છે. તે ગામની બહાર રણમાં પાણી ભરવા જાય ત્યારે ઢોલીના ઢોલના તાલે ગરબા લેતી થાય છે. ઘરમાં એકલી એકલી તો ક્યારેક મનમાં ને મનમાં ગરબા લેતી થાય છે. ગામનો એક નર રણમાં થતાં આ ગરબા જોઈ જાય છે, અને પછી જે આવે છે તે હેલ્લારો છે.

‘હેલ્લારો એટલે અવાજ સાથે આગળ વધવું તે, હડસેલો, ધક્કો, મોજું, તરંગ, લહેર’, એમ ‘ભગવદ્દગોમંડલ’ શબ્દકોશનો હવાલો આપીને કહેતાં અભિષેક ફિલ્મના અર્થપૂર્ણ નામ અંગેની વાત માંડે છે, જે અભિષેકે આ ફિલ્મ વિશે ‘ઐતિહાસિક સફળતા પાછળની અંતરંગ વાતો’ મથાળા હેઠળ ‘સાર્થક જલસો’ અર્ધવાર્ષિકના તાજેતરના અંકમાં વાંચવા મળે છે. દિગ્દર્શક લખે છે : ‘ફિલ્મની વાર્તા એવી છે કે સ્ત્રીઓની અભિવ્યક્તિને દબાવવામાં આવી રહી છે અને તે એકદમ ધસમસતી બહાર નીકળી આવે છે. એક લીટીમાં કહું તો, સ્ટોરી સપ્રેશન(દમન)થી એક્સપ્રેશન(અભિવ્યક્તિ)ની છે. ફિલ્મનાં નામમાં પણ એ ભાવ આવવો જોઈએ. ફિલ્મનાં સંવાદો અને ગીતો લખનારા સૌમ્ય જોશી સાથે ફિલ્મ વિશે વાત કરવા બેઠા હતા ત્યારે તેમણે અચાનક કહ્યું, ‘હેલ્લારો’. આ નામની કવિતા પણ રમેશ પારેખે લખી છે. ગુજરાતીના અધ્યાપક સતીશ વ્યાસને પૂછતાં તેમણે ગુજરાતી સાહિત્યમાં હેલારો શબ્દ ક્યાં વપરાયો છે એના થોડા દાખલા આપ્યા, કાઠિયાવાડમાં તે ‘હેલ્લારો’ કેવી રીતે થયો અને રમેશ પારેખની કવિતા થકી વધારે પ્રચલિત કેવી રીતે બન્યો તે સમજાવ્યું.’

છબિ સૌજન્ય : બિનીત મોદી. (ડાબેથી) અભિષેક શાહ, પ્રતીક ગુપ્તા, મીત જાની તથા આયુષ પટેલ
ફિલ્મનું વૈચારિક પાસાં વિશેની અભિષેકની પહેલવહેલી વિગતવાર મુલાકાત છેક સોળમી ઑગસ્ટે મરાઠી સાપ્તાહિક સમાજવાદી વિચારપત્ર ‘સાધના’ના ડિજિટલ પ્લૅટફૉર્મ ‘કર્તવ્યસાધના’ પર પ્રસિદ્ધ થઈ. તેમાં અભિષેક કહે છે : ‘આ કથાનું વન-લાઇનર એક ગુજરાતી લોકગીતમાંથી જડ્યું. એ લોકગીત સાંભળતી વખતે એમાંની સ્ત્રીઓનાં કથનથી મને લાગ્યું કે આ પાત્રોને લઈને વાર્તા કહી શકાય. ફિલ્મની વાર્તા લોકગીતની નથી, લોકગીતમાંથી પ્રેરિત છે. લોકગીતમાં એવું બને છે કે સ્ત્રીઓ ગરબા ગાતી હોય છે અને એમની સાથે એક ઢોલી હોય છે. એમનો ગરબો એ ઢોલીના તાલ પર આધારિત છે. લોકગીતમાંની કથા બહુ જ લાંબી હતી, પણ મેં ફક્ત ગરબા કરતી સ્ત્રીઓ અને ઢોલ વગાડનારો ઢોલીના પાત્રોને લીધાં અને પછી ફેમિનિસ્ટ દૃષ્ટિકોણથી વાર્તા સાકાર કરી ….’
આ દૃષ્ટિકોણનો કંઈક અંદાજ ફિલ્મના અઢી મિનિટનાં ટ્રેલરમાં સૌમ્ય જોશીના સંવાદોમાંથી મળે છે. જેમ કે, એક મરદ એની ઘરવાળીને કહે છે : ‘તારાં ગામમાં ગરબા રમતી’તી, આંય ના રમાય. અહીં ન્યાતના નિયમ પહેલાં, મરજાદાથી મોટું બીજું કાંઈ નહીં’. બીજો એક નર યુવતીને લાફો મારતાં પહેલાં કહે છે : ‘ કીધું’તું ને, પાંખ ફૂટી હોય કે શિંગડાં, જાતે કાપી નાખજે. હું કાપીશ તો વધારે દુખશે’. તો બીજી બાજુ, પાણી ભરવા જતી યુવતી એની ગોઠિયણને કહે છે : ‘આ જબરું નૈં. વરસાદ નો પડે તો એમણે ગરબા ગાવાનાં ને આપણે ઉપવાસ કરવાનાં’. અન્યત્ર એક યુવતી કહે છે : ‘ગરબાના બદલામાં આખું રાજપાટ આપી દઉં ….’, બીજી એક યુવતી ઢોલીને કહે છે : ‘તમારા ઢોલના તાલ પર તાળી આપીએ ને એટલો વખત એમ થાય કે જીવતાં છૈ … મરવાની બીકે જીવવાનું નૈ છોડીએ’, બીજો કે સંવાદ છે : નિયમો ય એમના ને રમતો ય એમની. એના ભાગ નૈં બનવાનું, ભોગ બન્યા એટલું બૌ છે’.
પુરુષોની જોહુકમીનો ભોગ બનતા સ્ત્રીવર્ગની વેદના સૌમ્યનાં ગીતોમાં પણ વ્યક્ત થાય છે. તેમને મેહુલ સૂરતીએ હોઠે ચઢી જાય તેવી હલકમાં ઢાળ્યાં છે. હાલરડા રૂપે મળતાં પહેલાં જ ગીતમાં મા દીકરીને કહે છે :
‘તારા પગનાં ઝાંઝર રોકાજે,
તારી કેડીએ બાવળ રોપજે
……
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપનાં વિનાની આખી રાત’.
ઢોલી છે એટલે યુવતીનું મન ગાઈ ઊઠે છે :
‘જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઢબૂકે મારી પગની વીજળીઓ
એવો આવ્યો આવ્યો રે આવ્યો રે અસવાર રે …’
એ અસવારે
‘… મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
…મીઠાનાં રણમાં વાવ્યું ઝાડ રે …’.
ગરબા ગાવા મળ્યા :
‘વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ’,
અને એનાથી
‘પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું’.
એટલે હવે યુવતી ગાય છે :
‘ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દીધેલાં ઊંચેરા પ્હાડ …
……
છોડ્યાં મેં ઉંબરા ને છોડી મેં પાળ
છોડી તે પાથરેલી આખી જંજાળ.’
એક આખી નાનકડી દુનિયા ‘હેલ્લારો’ ઊભી કરે છે. ફિલ્મની આગોતરી પ્રચાર સામગ્રીમાંથી બરાબર નિર્દેશ મળે છે કે કથા-પટકથા-સંવાદ, અભિનય, ગીત, સંગીત, નૃત્ય, સન્નિવેશ, દૃશ્યાંકન જેવાં અનેક પાસાંમાં કલાકારો-કસબીઓએ સર્જકતાની કમાલ બતાવી છે. ઉપરાંત અભિષેક કહે છે ‘બહેનોએ તેમનો લોહી-પરસેવો અને તેમનું આખું અસ્તિત્વ આ ફિલ્મમાં નિચોવી દીધું છે.’ આખી દુનિયા માટે બહેનો આ જ કરતી હોય છે. અને છતાં ય જેન્ડર રેશિયો આ દેશનો ચિંતાનો વિષય છે, ગુજરાતમાં ય કેટલી ય છોકરીઓને મોબાઈલ વાપરવા પર પાબંધી છે, અરધાથી વધુ બહેનો અગિયારમા ધોરણ પછી ભણી નથી શકતી. આ પુરુષપ્રધાન સમાજને હેલ્લારાની છોળ અને છાલક ભીંજવશે ? કે પછી ફિલ્મ માત્ર એક સૌદર્યવાન કલાકૃતિ જ રહે છે તે જોવાનું છે.
******
[06 નવેમ્બર 2019]
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 08 નવેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર]
નોંધ :
'હેલ્લારો' બધાંએ જ, ખાસ તો પુરુષોએ અચૂક જોવી જોઈએ તેવી ફિલ્મ છે. ફિલ્મ સાથે સંકળાયેલાં સહુને સલામ.
અમદાવાદનાં 'નવગુજરાત સમય' દૈનિકનાં તંત્રીલેખનાં પાને, આજે શુક્રવાર, ૦૮ નવેમ્બરે, આ ફિલ્મ વિશેનો મારો લેખ બે નાનાં ઉમેરણ સાથે અહીં ફરીથી મૂકવામાં આવ્યો છે. મારો લેખ બતાવે છે તેનાં કરતાં ફિલ્મ વધારે શ્રેષ્ઠ ગુણવત્તા અને સામાજિક પ્રસ્તુતતા ધરાવતી નારીવાદી કલાકૃતિ છે. ફિલ્મ મેં અમદાવાદમાં ગુરુવારે યોજાયેલ પ્રીમિયરમાં જોઈ. પણ મેં આ લેખ બુધવારે રાત્રે અખબારને મોકલી દીધો હતો. લેખ મેં માત્ર ફિલ્મનું ઓફિશ્યલ ટ્રેઇલર, તેના કેટલાક વિડિઓઝ જોઈને, દિગ્દર્શકની બે કેફિયતો વાંચીને અને સૌમ્ય જોશીએ રચેલાં ગીતો સાંભળીને, તેના શબ્દો સમજીને લખ્યો હતો.
આ મહત્ત્વની ફિલ્મને આગોતરું પ્રોત્સાહન આપતો આ લેખ પ્રસિદ્ધ કરવા બદલ અખબારના તંત્રીઓ મયંક વ્યાસ અને અજય ઉમટના આભાર. અત્યારે વિપુલભાઈનો આભાર. ફિલ્મની મહત્તાની સરખામણીમાં આ લેખ કદાચ એક understatement લાગે, પણ ખરેખર તો એ curtain-raiser જ છે. ફરીથી એક વાર, ફિલ્મનાં તમામ કલાકારો-કસબીઓને સલામ!
— સંજય શ્રીપાદ ભાવે
૮ નવેમ્બર ૨૦૧૯
••••••••••••••••••••••••••••
પૂરવણી : ’હેલ્લારો’નાં ગીતો
ગીત : ૧
સપનાં વિનાની રાત . . .
ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર,
રમવા વ્હેલી આવજે રે કરજે અમ પર મ્હેર.
વેંત છેટા અજવાસ છે અને વેંત છેટા છે તેજ,
પગલાં કે'તા બેડીઓને આજ ચાલવા દેજો સ્હેજ.
ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર,
રમવા વ્હેલી આવજે રે કરજે અમ પર મહેર.
તારા પગના ઝાંઝર રોકાજે
તારી કેડીએ બાવળ રોપજે
તારા પગના ઝાંઝર રોકાજે
તારી કેડીએ બાવળ રોપજે
તારી નદીઓ પાછી વાળજે
નદીઓ પાછી વાળજે
તારી વીજળી ભૂંસી નાખજે
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત.
ગીત : ૨
વાગ્યો રે ઢોલ . . .
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું.
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ.
ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ.
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને.
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
હાંફી ગઈ રે સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ.
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
થોડા સપના જોવાને હાટુ ઊંઘી જ નહિ.
હો હો હો હો હો હો હો . . .હવે હવે
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો
ઓરતાનાં ગાલ પર કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો.
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
ગીત : ૩
અસવાર
જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ
જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ
એવો આવ્યો રે આવ્યો અસવાર રે
એવો આવ્યો રે આવ્યો રે અસવાર
રે હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
હો . . . એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર
રે હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
એણે ચાલતી ન'તી હું તોયે આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
એણે ચાલતી ન'તી હું તોયે આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
હો એણે ચાલતી ન'તી હું તોયે આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં
એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર
રે હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં.
ગીત : ૪
ઠેક્યાં મેં થોરિયા . . .
ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
ઠેકી મેં ઠોકરને ઠેકી મેં ઢીંક
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક.
ઠેકી-ઠેકીને હવે
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.
ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
ઠેકી મેં ઠોકરને ઠેકી મેં ઢીંક
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક.
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
છોડ્યાં મેં ઉંબરાને છોડી મેં પાળ
છોડ્યાં મેં ઉંબરાને છોડી મેં પાળ
છોડી તેં પાથરેલી આખી જંજાળ
છોડયાં મેં સરનામા છોડ્યું મેં નામ,
છોડયું સીમાડાનું છેવટનું ગામ.
છોડી-છોડીને હવે પહોંચી છું ઠેઠ
છોડી-છોડીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ
હે ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ
હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ
ખીલેથી છૂટ્યા છે ઓરતાંના ધણ
વીરડાને ભાળે હવે મીઠાના રણ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
હે રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં છાંયડાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ.
![]()
બ્રાહ્મણ એટલે હિંદુસ્તાનની સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ, બધા જ ગુણ તેમનામાં છે એમ તેઓ માને છે. તેમને એટલે કે હિંદુસ્તાનના સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ લોકોને અડધા કરતાં વધુ હિંદુસ્તાન પર રાજ કરવાનો મોકો મળ્યો હતો, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહીં, એ વાતનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો અનુભવતા હતા અને આજે પણ અનુભવે છે. પેશ્વાઓએ સામ્રાજ્યની રચના તો નહોતી કરી; પરંતુ ચોથાઈ લઈને તે પૈસા દ્વારા બ્રાહ્મણ શાસકો વિલાસી જીવન જીવતા હતા, તેમનું શાસન દરેક અર્થમાં બ્રાહ્મણી સનાતની હતું, તેઓ આપસમાં કાવાદાવા કરતા હતા, વિશ્વાસઘાત કરતા હતા, પોતે જ પોતાને કમજોર કરતા હતા અને શાસકમાં હોવી જોઈતી દીર્ઘ દૃષ્ટિ નામની હતી.
બ્રાહ્મણ પરાજીત થયા અને એ પણ મુઠ્ઠીભર અંગ્રેજો સામે. એક પ્રસંગ મહારાષ્ટ્રના ઇતિહાસમાં વારંવાર ટાંકવામાં આવે છે. પેશવાઈનો અંત આવ્યો અને અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે મુંબઈનો ગવર્નર એલ્ફીન્સ્ટન પૂના ગયો. બ્રાહ્મણો મહારાષ્ટ્રની શાસક પ્રજા હતી એટલે તેમને શાંત પાડવાના ઈરાદાથી તેણે પૂનામાં વગ ધરાવનારા બ્રાહ્મણોને મળવા બોલાવ્યા. ન્યાયી શાસનનો સધિયારો આપ્યા પછી એલ્ફીન્સ્ટને મહારાષ્ટ્રના વગદાર બ્રાહ્મણોને પૂછ્યું કે તમારી કોઈ માગણી હોય તો કહો. બ્રાહ્મણોએ માગણી કરી કે પેશ્વાઓ અમને દક્ષિણા આપતા હતા એ જળવાઈ રહેવી જોઈએ. એલ્ફીન્સ્ટને ધાર્યું હતું કે બ્રાહ્મણો કદાચ સત્તામાં ભાગીદારી માગશે, કેટલાક હોદ્દાઓ માગશે, પણ માગી માગીને દક્ષિણા? તથાસ્તુ.
સામે પક્ષે બાબરે મરતા પહેલાં પોતાના પુત્ર હુમાયૂને શી સલાહ આપી હતી એ જુઓ : “હિંદુસ્તાનમાં અનેક ધર્મોના લોકો વસે છે. અલ્લાહનો આભાર માન કે તેણે તને આ દેશનો શાસક બનાવ્યો. તું સબૂરી સાથે, નિષ્પક્ષ રહીને, દરેક ધર્મને આદર આપીને ન્યાયપૂર્વક રાજ કરજે. ગાયને હિંદુઓ પવિત્ર માને છે એટલે બને ત્યાં સુધી ગોવધ ન થાય એનું ધ્યાન રાખજે અને હિંદુઓના મંદિરો/પૂજાસ્થાનો નષ્ટ કરવામાં ન આવે એનું ધ્યાન રાખજે.” ભોપાલના આર્કાઈવમાં બાબરનું વસિયતનામું સંગ્રહિત છે અને તે બાબરનું જ હોવાનું કેટલાક વિદ્વાનો માને છે.
બાબર માણસ તરીકે કેટલો મહાન હતો કે નહોતો એ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય એ છે કે પરાઈ ભૂમિ પર પગ મુક્યા પછી તેને કેમ સ્થિર કરવો અને પછી કેમ ફેલાવવો એ શાસકનો ગુણ તેનામાં હતો. ટકી રહેવા માટે અને ફેલાવા માટે ઇસ્લામને બાજુએ રાખજે એમ સલાહ આપવા જેટલું ભાન બાબરને હતું, પણ એ જ પચરંગી હિંદુસ્તાનમાં ટકી રહેવા માટે અને ફેલાવા માટે હિન્દુત્વ અને બ્રાહ્મણત્વને બાજુએ રાખવું જોઈએ એનું ભાન પેશ્વાઓને નહોતું. જેનું ભાન વિદેશીને હતું તેનું ભાન સ્વદેશીને નહોતું. આને કારણે હાથ લાગેલી અમૂલ્ય તક બ્રાહ્મણોએ ગુમાવી દીધી. બીજા કોઈએ નહીં, આ ધરતી પર પોતાને સર્વશ્રેષ્ટ જાતિ તરીકે ઓળખાવનારાઓએ એ તક ગુમાવી દીધી. આ ચચરાટ જેવો તેવો નથી.
એમાં અંગ્રેજોએ ઇતિહાસ લખીને ભારતની પ્રજાને અને આખા જગતને કહી દીધું કે પેશ્વાઓ(બ્રાહ્મણો)નો પરાજય શેને કારણે થયો. તેમને સામ્રાજ્યની રચના કરતા આવડ્યું નહોતું એ પણ કહ્યું. અંગ્રેજી શિક્ષણ મેળવેલી હિંદુઓની એક પછી એક પેઢી આવવા લાગી તેમણે પણ જોયું કે ભારતની સર્વોચ્ચ ગણાતી જાતિના શાસકો તો સાવ ફૂહડ સાબિત થયા. આ બાજુ બહુજન સમાજમાં પણ ભણેલી પેઢી આવવા લાગી અને તેમણે પણ અનુભવ્યું કે બ્રાહ્મણો શાસકો તરીકે ફૂહડ તો હતા જ પણ અન્યાયી પણ હતા. ન્યાય તો હવે અંગ્રેજો આપે છે.
આ બધું મહારાષ્ટ્રમાં બન્યું હતું એટલે મહારાષ્ટ્રના બ્રાહ્મણોની અકળામણ જેવી તેવી નહોતી. આ અકળામણ છૂપાવવા માટે તેઓએ બ્રાહ્મણગૌરવનો આશરો લીધો. બ્રાહ્મણગૌરવને વિસ્તારીને તેને હિંદુગૌરવ સાથે જોડીને હિન્દુત્વ વિકસાવ્યું. એને સ્વાભાવિક ક્રમે હિન્દવી સ્વરાજ અને હિંદુ રાષ્ટ્ર સાથે જોડ્યું. આ માટે તેમણે અતીતમાં પ્રવેશ કર્યો તે આજ સુધી તેમાંથી તેઓ બહાર આવ્યા નથી અને હિંદુઓને બહાર આવવા દેતા નથી. વર્તમાન ઉઘાડો અકળાવનારો છે, નાક કાપનારો છે એટલે સધિયારો અતીતમાં જ મળી શકે એમ છે. અનુકૂળ ઇતિહાસ શોધવાનો અને જો હાથ ન લાગતો હોય તો રચવાનો. વર્તમાનમાં વર્તમાનની જરૂરિયાત મુજબ ઇતિહાસ રચવાનો. મહારાષ્ટ્રમાં આ ઉદ્યોગ દોઢસો વરસથી ચાલે છે. ઇતિહાસમાંથી શૌર્ય શોધવાનો, ઓછુ પડતું હોય તો ઉમેરણ કરવાનો અને ઇતિહાસમાં ખરે ટાણે હિંદુઓમાં હોવું જોઈતું શૌર્ય ન જડતું હોય તો આરોપવાનો આ ઉદ્યોગ છે. આ ઉદ્યોગના પ્રવર્તક વિનાયક દામોદર સાવરકર છે. મૂળ ઉદ્દેશ મોકો ગુમાવવાની અને ખરે ટાણે ફૂહડ સાબિત થવાની શરમ છૂપાવવાનો છે. લોકોનું ધ્યાન બીજે દોરવાનો છે.
તમે ક્યારે ય વિચાર્યું છે કે શા માટે હિન્દુત્વનો પાયો મહારાષ્ટ્રમાં નખાયો છે? શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા થઈ? શા માટે આજે પણ સંઘના મોટા ભાગના નેતાઓ મહારાષ્ટ્રના બ્રાહ્મણો છે? શા માટે ગાંધીજીની હત્યા કરવાના પ્રયાસ મહારાષ્ટ્રમાં જ થયા અને શા માટે ગાંધીજીની હત્યા મરાઠી બ્રાહ્મણોએ કરી? ગાંધીજી પર બોમ્બ ફેંકનાર મદનલાલ પાહવા પંજાબી હતો, પણ ગાંધીજીની હત્યા કરવામાં તેને મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ જ મદદ કરી હતી. પકડાયા પછી તેણે પોલીસને કાવતરાખોરોનાં જે નામો આપ્યાં હતાં એ બધાં મહારાષ્ટ્રના બ્રાહ્મણોનાં જ નામ હતાં. ક્યારે આ વિષે વિચાર્યું છે ખરું?
મહારાષ્ટ્રના બ્રાહ્મણો કૉન્ગ્રેસ દ્વારા રાષ્ટ્રીય રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા હતા. સુધારકો તેમના દુશ્મનો હતા, પરંતુ સુધારાવાદી વિનીતોને પ્રજાનો ટેકો નહોતો એટલે તેમની ચિંતા કરવાની જરૂર નહોતી. ૧૯૧૫માં ગાંધીજી ભારતમાં આવ્યા એ પછી સ્થિતિ પલટાઈ ગઈ. ગાંધીજી વિનીતોમાં વિનીત હતા, જહાલોમાં જહાલ હતા અને હિંદુઓમાં હિંદુ હતા. ભારતમાં દરેકને એમ લાગવા માંડ્યું કે ગાંધીજી તેમની ભાષા બોલે છે. દરેકને એમ લાગ્યું કે આ માણસ આપણો છે. ગાંધીજી માત્ર એ લોકોની ભાષામાં નહોતા બોલતા જે ભાષામાં મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી બ્રાહ્મણો બોલતા હતા. તેઓ પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવતા હતા, પરંતુ હિંદુગૌરવની વાતો નહોતા કરતા. આને કારણે લોકમાન્ય તિલકના અવસાન પછી મહારાષ્ટ્રના બ્રાહ્મણો ગાંધીજીની સાથે જઈ શકે તેમ નહોતા.
તેમને ગાંધીજી માફક નહોતા આવતા અને કૉન્ગ્રેસ પર ગાંધીજીનો કબજો હતો એટલે તેમની પાસે માત્ર બે જ વિકલ્પ બચતા હતા. કાં તો આખા દેશની પ્રજાની સરખી ભાગીદારીવાળા ગાંધીજીની કલ્પનાના ભારતનો સ્વીકાર કરવો અને કાં ગાંધીજી અને કૉન્ગ્રેસનો ત્યાગ કરવો. દેખીતી રીતે પહેલો વિકલ્પ તેમને ભાવે તેમ નહોતો એટલે તેઓ કૉન્ગ્રેસની વિરુદ્ધ ગયા. ૧૯૨૫માં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્રના બ્રાહ્મણો ગાંધીજી અને કૉન્ગ્રેસથી દૂર થયા એટલે મહારાષ્ટ્રનો બહુજન સમાજ ગાંધીજી સાથે થઈ ગયો. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો અને બહુજન સમાજ સાથે રહી શકે એ ત્યારે શક્ય જ નહોતું.
ગાંધીજી જ્યારે પાઘડી દ્વારા જ્ઞાતિની ઓળખ ખતમ કરવા અને કાપડનો વેડફાટ બચાવવા ગાંધીટોપી લઈ આવ્યા ત્યારે મહારષ્ટ્રના બ્રાહ્મણોએ ગાંધીટોપીનો વિરોધ કર્યો હતો. તેમણે પાઘડીપુરાણ રચ્યાં હતાં હતાં અને ટોપીની હાંસી ઉડાવી હતી. તેમણે જ્યારે જોયું કે પાઘડી તેનું સ્થાન ગુમાવી રહી છે તો તેમણે ટોપી તો અપનાવી પણ તેનો રંગ સફેદને બદલે કાળો કરી નાખ્યો. આ બાજુ બહુજન સમાજે ધરાર ટોપી અપનાવી લીધી. ગાંધીટોપી આજે આખા ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ વપરાય છે. હવે બહુજન સમાજના જે લોકો ટોપી નથી પહેરતા એ લોકો પણ શુભાશુભ પ્રસંગે ગાંધીટોપી અવશ્ય પહેરે છે. ૧૯૪૮માં મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ ગાંધીજીની હત્યા કરી એ પછી મહારાષ્ટ્રમાં બહુજન સમાજના લોકોએ બ્રાહ્મણોનાં ઘર બાળ્યાં હતાં. ગાંધીદ્વેષી બ્રાહ્મણો માટે બહુજન સમાજને દ્વેષ હતો.
આનો રાજકીય અને ચૂંટણીકીય લાભ કૉન્ગ્રેસને મળતો રહ્યો છે. ૧૯૭૭માં ઈમરજન્સી પછી કૉન્ગ્રેસનો અનેક રાજ્યોમાં પરાજય થયો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં નહોતો થયો. કૉન્ગ્રેસ વિરોધી પક્ષો માટે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં અનુકૂળતા પેદા થઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં તો તેમને માટે પ્રતિકૂળતા જ હતી. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણવિરોધી રાજકારણ આટલી હદે તીવ્ર છે અને ધ્રુવીય છે.
આજે એ બધી વાતોને સો વર્ષ થવાં આવ્યાં છે. આ ઉપરાંત કૉન્ગ્રેસ હવે એ ગાંધી-નેહરુની કૉન્ગ્રેસ રહી નથી. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો જુવાળ છે. નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની ટોચે છે. ગોદી મીડિયા નરેન્દ્ર મોદીના પક્ષમાં રાષ્ટ્રીય સંમતિ પેદા કરવા મથી રહ્યા છે. વોટ્સેપ યુનિવર્સિટી સક્રિય છે અને બી.જે.પી. પાસે માપબાર પૈસા છે. આ બધા સંજોગો જોતાં એમ લાગતું હતું કે મહારાષ્ટ્રમાં આ વખતે બિન કૉન્ગ્રેસી પક્ષને અર્થાત્ બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી જાય તો આશ્ચર્ય નહીં. પણ ફરી એકવાર એવું બન્યું નથી જે બતાવે છે કે આઝાદી પહેલાનાં છેક ૧૯મી સદી સુધી લઈ જનારાં પરિબળો હજુ પણ સક્રિય છે.
આ પરિબળો બીજાં અંતિમે તામિલનાડુમાં પણ સક્રિય છે. ત્યાં બ્રાહ્મણો ગાંધીજીની સાથે રહ્યા એટલે પોતાને આર્ય સંસ્કૃતિના વિરોધી ગણાવતા ત્યાંના દ્રવિડો કૉન્ગ્રેસની વિરુદ્ધ ગયા હતા. તામિલનાડુમાં બ્રાહ્મણોને આર્ય સંસ્કૃતિના રખેવાળ માનવામાં આવે છે.
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 નવેમ્બર 2019
![]()

