“જો, વિશાલ, તારે અને નિશાને મારી સાથે રહેવું હશે તો હું કહું તેમ થશે. તારી વહુ એની મનમાની નહીં કરી શકે, હું કહું છું એ તો એ સાંભળતી જ નથી. તારે કાંઈ કહેવું નથી. બધી બળતરા શું! મારે એકલા જ કરવાની? તું સાંભળે છો ને, વિશાલ?”
“શું થયું, મમ્મી? વળી આજે નિશા શું વાંકમાં આવી?”
“અરે! આ તો રોજનું થયું તારે ક્યાં ઘરમાં કંઈ ધ્યાન દેવું છે.”
વિશાલે, નિશા સામે જોયું, નિશાએ ગભરાયેલા મુખથી વિશાલ સામે જોયું. તેને પણ ખબર નહોતી કે મમ્મીને સવાર, સવારમાં શું વાંધો પડ્યો. વિશાલે ફરી પૂછ્યું,
“શું થયું, મમ્મી?”
“શું થાય, સાસુ હું છું, ને વખાણ નિશાના થાય છે.”
“મમ્મી એ તો સારું કહેવાય ને.”
“શું સારું કહેવાય, તું તો વહુઘેલો છો. તને તારી મમ્મીનાં વખાણ થાય એ ક્યાંથી ગમે.”
વિશાલે, નિશાને આંખથી ઈશારો કરી કહ્યું તું ચિંતા કર મા વાતમાં કંઈ દમ નથી, હું સંભાળી લઈશ. નિશા, મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હતી પણ સદ્ગુણી અને સંસ્કારી હતી, તેમ જ વિશાલના મિત્રનું જાણીતું કુટુંબ હતું. નિશા, વિશાલને ગમી ગઈ એટલે ઉમાબહેનની ઇચ્છા ન હોવા છતા ના ન પાડી શક્યા, પણ ઉમાબહેનને બહુ ગમ્યું નહોતું.
નિશાનો કંઈ વાંક, ગુનો ન હોય તો પણ ઉમાબહેન ઘર માથે લેતાં. વિશાલ આ બધું જાણતો હતો એટલે એ નિશાને કંઈ કહેતો નહોતો. ઉમાબહેન એટલે વિશાલને વહુઘેલો કહેતાં. વિશાલ તેનો પણ કાઈ વિરોધ ન કરતો. નિશા બોલાવે, ચલાવે સારી અને વડીલોને માન સન્માન આપતી.
સમવયસ્ક સાથે પણ તે પ્રમાણે વર્તન કરતી એટલે બધા ઉમાબહેન પાસે નિશાનાં વખાણ કરતા એ ઉમાબહેનને ગમતું નહીં, અને વિરોધ પણ નહોતા કરી શકતાં, આથી તેમનો ગુસ્સો નિશા ઉપર ઉતારતાં.
એક વખત ઉમાબહેન ખૂબ બીમાર થઈ ગયાં. પાંચ દિવસ આઈ.સી.યુ.માં રાખવા પડ્યાં. પાંચે દિવસ નિશા આઈ.સી.યુ.ની બહાર ખડે પગે હતી. વિશાલે કહ્યું પણ હતું, હું રહું છું, તું ઘરે જઈ આરામ કર. નિશાએ એમ કહીને ના કહી હતી, તમે મમ્મીને કંઈ મદદ ન કરી શકો! મમ્મી પાસે તો મારે જ રહેવું પડે.
સારું થતાં ઉમાબહેનને સ્પેશ્યલ રૂમમાં ફેરવ્યાં.
“વિશાલ, તું તારી માસી કે તારી બહેનને બોલાવી લે, નિશાનું આ કામ નથી એ નહીં કરી શકે.”
વિશાલે કંઈ જવાબ ન આપ્યો. વિશાલ અને નિશા પોતાનું કામ કરતાં રહ્યાં. વચ્ચે, વચ્ચે ઉમાબહેન પોતાના સ્વભાવ પ્રમાણે નિશાની અવગણના કરતાં રહ્યાં. ઘણી વખત નિશાની સેવા જોઈને ઉમાબહેનને નિશાનાં વખાણ કરવાનું મન થતું, પણ પોતાની મોટાઈ અને ઈગો એમ કરતા રોકતું, છતાં એક વખત ભૂલથી વિશાલ પાસે નિશાના વખાણ થઈ ગયા, પણ પછી ખબર પડતાં ફેરવી નાખ્યું હતું.
નિશાને સારું લાગે એવી એકપણ વાત ઉમાબહેન ન કરતાં. વિશાલ આ બધું સમજતો હતો પણ ‘મા’ છે. એનો સ્વભાવ જ એવો છે એમ કરી વાતને વિસરી જતો.
હોસ્પિટલથી ઉમાબહેનને રજા આપી. ઘરે આવ્યા તો દીકરી અને બહેન બંને હાજર હતાં. ઉમાબહેન બંને ઉપર ખૂબ ગુસ્સે થયાં, ન કહેવાના વચનો કહ્યાં. બંનેએ શાંતિથી વાતને સાંભળી એટલું જ કહ્યું,
“તે બધું કહી લીધું. તો હવે અમારી વાતને સાંભળ, તારી પાસે નિશા જેવી સદ્દગુણી વહુ હોવા છતાં તેને નીચી દેખાડવા અને તારી મોટાઈ, ઈગો સંતોષવા તે અમને બોલાવ્યાં હતાં. અમારી પાસે સમય હોવા છતાં અમે ન આવ્યાં. તું જેને વહુઘેલો કહે છે, ને એ જ વહુઘેલાની વહુએ ખડે પગે તારી સેવા ચાકરી કરી છે.”
“તને ખબર છે એક વખત ડૉક્ટરે પણ તારી જીવવાની આશા છોડી દીધી હતી, પણ જ્યાં સુધી ડૉક્ટરે તું હવે જોખમમાંથી બહાર આવી ગઈ છો, એમ ન કહ્યું ત્યાં સુધી આ ઘેલો અને ઘેલી ત્યાંથી ખસ્યા નહોતાં. હવે કંઈ સમજાય છે, મારી બહેન, કે નિશાનાં વખાણ શુ કામ થાય છે.”
“તેં તારી મોટાઈ દેખાડવામાં તારી કિંમત ગુમાવી છે, નિશાને લીધે નહીં. તને તારી વહુને સમજતા ન આવડી. એ તો સારું હતું કે વિશાલ નિશાને સમજતો હતો નહીંતર નિશાનું શું થાત. હવે કંઈ સમજાયું હોય તો હજી સમય છે, ભૂલને સુધારી લે, મારી બહેન. અમે કાયમ તારી પાસે દોડીને નહીં આવી શકીએ.”
“વિશાલ, દીકરા મારી ભૂલ હવે મને સમજાય છે. નિશા મને માફ કરી દે.”
“મમ્મી … તમારે..માફી”
“ના નિશા, મમ્મી માફી માગે કે ન માગે કાઈ ફેર પડતો નથી, તે જે ઘૂંટણ, સંતાપ, નિરાશા ભોગવી છે, તેનું વળતર મમ્મીના આ બે માફીના શબ્દોથી નહીં વળી જાય, એટલું સારું હતું કે હું તને સમજી શકયો હતો અને તારી સાથે હતો.”
“મમ્મી વહુઘેલો કહેતી તો પણ માન કે હું તારી સાથે ન હોત તો તારી શું દશા થાત. આપણા સમાજમાં આવા બનાવો ઘણા ઘરોમાં બને છે, પણ ત્યાં મારી બહેન અને માસી જેવી વ્યક્તિ હશે કે કેમ એ મને ખબર નથી.”
“માસી, બહેન, તમે નિશાને સમજ્યાં અને મને સાથ આપ્યો. એટલે હું મમ્મીને નિશાનું સાચું સ્વરૂપ બતાવી શક્યો, નહીંતર મમ્મી એના ભ્રમ અને ભ્રામક સ્વરૂપમાં જ જીવતી હોત.”
“વિશાલ, દીકરા તારી વાત બરોબર છે. દરેક સંબંધની યોગ્ય મુલવણી થવી જ જોઈએ. તેને ન્યાય, માન સન્માન માટે જે જરૂરી હક્ક છે એ મળવા જોઈએ. સમય હાથમાંથી સરી ગયા પછી સમજણ આવવાથી માફી માગી ઝળેલું થિંગડું મારવું યોગ્ય નથી. એવી પરિસ્થિતિ જ ન સર્જાય એ માટે દરેકે સભાન પ્રયત્ન કરવા જોઈએ. હું તને પહેલા દાઢમાં વહુઘેલો કહેતી હતી, આજે પ્રેમથી મારી સગુણી વહુ માટે વહુઘેલો કહું છું.”
e.mail :Nkt7848@gmail.Com
![]()



વન એન્ડ ઓન્લી દિલિપકુમારની ચિરવિદાયને 6 જુલાઈએ પાંચ વર્ષ પૂરાં થશે. વન એન્ડ ઓન્લી શબ્દો એમના સમકાલીનો રાજ કપૂર અને દેવ આનંદ માટે વાપરવાનું પણ મન થાય. 2011માં દેવ આનંદનું મૃત્યુ થયું ત્યારે દિલીપકુમારે કહ્યું હતું, ‘હું દેવ આનંદથી એક વર્ષ અને રાજ કપૂરથી બે વર્ષ મોટો. 1940ના દાયકાની મધ્યમાં અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી. રાજ સાથે તો જૂની દોસ્તી. હું અને દેવ લોકલ ટ્રેનમાં સાથે જતા, સ્ટુડિયોમાં ફરતા ને કામ શોધતા. એ દાયકાના અંત સુધીમાં ‘શહીદ’, ‘અંદાઝ’, ‘બરસાત’, ‘શબનમ’ ‘ઝિદ્દી’ ‘બાઝી’ આવી. અમે ત્રણે ઊંચકાયા, સફળ થયા, જામી ગયા. અમારી વચ્ચે સુંદર પ્રૉફેશનલ રૅપો હતો. અમે સ્પર્ધકો ખરા, પણ દોસ્ત પણ ખરા. વણબોલ્યા એથિક્સ પાળતા, એકબીજાની પ્રતિભાને આદરથી જોતા, હળતામળતા, મઝા કરતા, એકબીજાના પારિવારિક પ્રસંગે હાજરી આપતા. રાજ મારી અને દેવની નકલ કરી હસાવતો …’ રાજ કપૂરના મૃત્યુ પ્રસંગે પણ તેમણે આ પ્રકારની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ત્રણેની ગેરહાજરીથી, એ ત્રણે વડે એક વાર સમૃદ્ધ હતું તે ફિલ્મવિશ્વ અને પ્રેક્ષકવિશ્વ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે.
મહેબૂબ ખાનનું ટાર્ગેટ 1940ના દાયકાનું યંગ ઑડિયન્સ હતું. એમને બતાવવું હતું કે આધુનિકતા ભૂલો કરાવે છે, પરંપરાને વળગી રહો – પણ થયું ઊંધું. એમાં દેખાડાતી, આજે પણ આધુનિક લાગે એવી આધુનિકતાએ જ પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા. ફિલ્મમાં બતાવેલી વિજાતીય મૈત્રી ભારતના મૂલ્યોમાં બંધબેસતી નહોતી, પણ નીનાનું પાત્ર ઊંડાણ પામ્યું છે. નીના સ્પષ્ટ છે કે રાજન પ્રેમી છે અને દિલિપ મિત્ર. પણ તેનું મન પોતાની જ સાથે ક્યારેક સંઘર્ષમાં ઊતરે છે. નીનાનો સંઘર્ષ ફિલ્મને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે ને ત્રિકોણ ગ્રીક ટ્રેજેડીને આંબી જાય છે.