માફ કરજો, હું કોઈ 'વાદી' નથી, ભારતનો સામાન્ય પ્રજાજન છું. કોઈ રાજકારણીના વખાણ કે ટીકા કરી શકું, એટલો આલોચક પણ નથી. સામાન્ય ગુજરાતી બ્લોગર છું. (http://bestbonding.wordpress.com
રાજકારણને લગતી જેટલી ચર્ચા થાય છે, તે બધામાં ૨૦૦૨ના કોમી રમખાણોની વાત થાય છે, પણ ગોધરા કાંડનો ઉલ્લેખ પણ થતો નથી, કેમ ? એ ડબામાં સેવકો હતા કે સામાન્ય પ્રજા, હિંદુ હતા કે મુસ્લિમ એનાથી ફરક પડતો નથી, સૌ માનવો હતા અને તેમની સાથે જે થયું તે ૨૦૦૨ના રમખાણોની જેમ જ ટીકાપાત્ર છે.
બીજેપી આવે કે કોંગ્રેસ, સામાન્ય પ્રજા 'સામાન્ય' રહે છે. અને ચૂંટણીમાં પણ ક્યાંથી રસ લઈ શકે ? એની રોજિંદી મુશ્કેલીઓમાંથી બે-ચાર દિવસ પણ, કોઈ રાહત આપે તો ત્યાં દોડી જવાની છે. લાંબુ વિચારવાની ક્ષમતા જ હણાઈ ગઈ છે. ભારતને ગુલામીની ટેવ પડી ગઈ છે. અંગ્રેજો હોય, મોદી હોય કે સોનિયા ગાંધી હોય કે કોઈ પણ હોય.
ભારતની બહાર રહેલાઓ ભારતની પ્રજાને અન્ય ટીકાઓ કરવા કરતાં ઉન્નત મસ્તકે જીવવામાં મદદ કરી શકે તેવું થવું જોઈએ. મોટાભાગના એન.આર.આઈ. ભારતીયોને ઉતારી પાડવા સિવાય કંઈ કરતા નથી. પોતાની ગાડીઓ 'મોટર વે' પર દોડાવીને ગુજરાતમાં 'સારા રસ્તા' મળે તેની ટીકા કરે છે, ત્યારે દિલમાં દુઃખે છે.
ફરીથી, કંઈ દુઃખ થાય તેવું જો લખાયું હોય તો ક્ષમા માગું છું.
e.mail : chat2jsj@yahoo.co.uk