… એક પડાવ પર પોતાનાં પગલાં સ્થિર કરી, "ઓપિનિયન" તેના બીજા ગંતવ્ય સ્થાન પ્રતિ ગતિ આરંભી રહ્યું છે, એથી સહેજે આનંદ અનુભવાય છે. "ઓપિનિયન"ના છોડને તમે પૂરી નિષ્ઠા, કૃતકતા અને દૂરંદેશીનાં વારિ પાઇને ઉછેર્યો – પોષ્યો છે, એ "ઓપિનયન"ના વાચકો જાણે જ છે. પત્રકારત્વ અને સાહિત્યના મુખ્ય પ્રવાહમાં ક્રિયાશીલ રહી, તમે "ઓપિનિયન" દ્વારા, ગુજરાતી સાહિત્યની ગરિમા વધારવાનું જે કામ કર્યું છે, તેને સાહિત્યના મરમીઓ લાંબા સમય સુધી યાદ રાખશે. અને હવે ઇંટરનેટ દ્વારા તેનું જે નવું અવતરણ થવાનું છે, એ પણ યશસ્વી નીવડશે એમાં બે મત હોઈ જ ન શકે.
આવા ભગીરથ કાર્યનું લાંબા સમયથી ખેડાણ કરવા બદલ હું તમને અને કુંજબહેનને હાર્દિક ધન્યવાદ પાઠવું છું.
Jamnagar, 23/3/13 : e.mail message