Opinion Magazine
Number of visits: 10,412,817
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ : આવ્યું અને ગયું!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 November 2026

જાણીતા લોકગીત સવા બશેરનું મારું દાતરડું રે લોલમાં એક પંક્તિ છે : 

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ

 મેં રે વાઢ્યા છે દશ-વીસ. 

અનેક વરસોથી લોકજીભે ચઢેલા લોકગીતની આ કડીમાં કામની બાબતમાં, ખેતીના કામની બાબતમાં, મહિલાઓ પુરુષો કરતાં કેટલું બધું વધારે કામ કરે છે તે આબાદ રીતે દર્શાવ્યું છે. લોકગીતની એક પંક્તિએ જે સહજ, સરળ અને છતાં ધારદાર રીતે કહ્યું છે તે મોટા મોટા સર્વે અને અભ્યાસોથી પણ કદાચ ન કહી શકાયું હોત! ભારતના કૃષિ કાર્યબળમાં ૪૨ ટકા મહિલાઓ કામ કરે છે. દર ત્રણ કામકાજી મહિલાઓમાં બે ખેતી કામો સાથે જોડાયેલી છે. તેઓ લગભગ ૮૦ ટકા કરતાં વધુ ખેતીનાં કામો કરે છે. જે પુરુષો કરતાં અનેક ગણાં વધુ છે. ખેતીની સિઝનમાં મહિલાઓ ખેતરમાં સરેરાશ ૩,૩૦૦ કલાક કામ કરે છે જ્યારે પુરુષો પાંચ પુળિયા જેવાં ૧,૮૬૦ કલાક કામ કરે છે. વિખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથને કૃષિની કલા અને વિજ્ઞાનનો આરંભ મહિલાઓએ કર્યાનું નોંધ્યું છે. ભારતમાં મહિલાઓ વિનાની ખેતી કલ્પવી મુશ્કેલ છે. સ્ત્રીઓ ભારતીય કૃષિની આધારશિલા છે, પાયાનો પથ્થર છે. 

કૃષિનાં કામોમાં મહિલાઓનું પ્રદાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હોવા છતાં તે કાયમ ઓછલ જ રહ્યું છે. જગતના તાત તરીકેની કલ્પનામાં ખેડૂત એટલે મરદ જ. બિચારી બાઈ માણસ તો તેમાં સહાયક. આ સ્થિતિ દુનિયા આખીમાં છે. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં બીજી મે ૨૦૨૪ના રોજ અમેરિકાએ ૨૦૨૬ના વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ (The International Year of the Woman Farmer, 2026-IYWF) તરીકે મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને ૧૨૦થી વધુ દેશોનો ટેકો મળ્યો હતો. ૨૦૨૬નું વર્ષ અને એ રીતે વિશ્વ મહિલા કિસાન વર્ષ પણ હવે પૂરું થવામાં. છે. જાણે કે આવ્યું અને ગયું. 

પિતૃસત્તાક સમાજ અને ફલત: સ્ત્રી-પુરુષ  ભેદને કારણે મહિલાઓની હાલત દોયમ દર્જાની છે. વિશ્વ આખું મહિલા કિસાન વર્ષ એટલે મનાવે કે ખેતીનાં કામોમાં મહિલાઓની હિસ્સેદારી તો પુરુષો કરતાં અનેક ગણી વધારે છે, પરંતુ તેમનું કામ એટલું અદૃશ્ય રાખવામાં આવ્યું છે કે આ વરસની ઉજવણીમાં તેમનાં કામને દુનિયા ઓળખે. તે ઓછલમાંથી બહાર આવી વિશ્વ તખ્તે દેખાય. 

આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ ૨૦૨૬ની ઉજવણીના અનેક ઉદ્દેશો છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓના યોગદાનની જગતને જાણ કરવી, ઓળખ કરાવવી. ખેતીના ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા, ખાધ્ય સુરક્ષા અને ખાધ્ય સાર્વભૌમત્વમાં, તેમના પ્રદાનથી લોકોને વાકેફ કરવા. લૈગિક અસમાનતા દૂર કરવી અને વિશ્વસ્તર પર મહિલાઓની આજીવિકામાં સુધારો લાવવો. મહિલાઓનાં કૃષિ કાર્યોમાં યોગદાન અંગે સમાજમાં જાગ્રતિ લાવવી. પુરુષ સમકક્ષ ખેતી કામો સ્ત્રીઓ કરતી હોવા છતાં તેને પુરુષો કરતાં ઓછી રોજી મળે છે તે દૂર કરવી. ખેતીના કામોમાં મહિલાઓની ભાગીદારી બરાબરીની છે પરંતુ જમીનની માલિકીમાં તે નથી આ બાબત ઉજાગર કરવી અને મહિલાઓની જમીન માલિકી વધારવી. નાણાંકીય સંસાધનો, ખેતીનું બજાર અને સંસાધનો સુધીની મહિલાઓની પહોંચ વધારવી. આ બાબતમાં જે બાધાઓ જોવા મળે છે તે હટાવવી. એગ્રીફુડ સિસ્ટમમાં મહિલાઓની ભૂમિકાની માહિતી મેળવવી અને તેમાં વૃદ્ધિ કરવી. મહિલાઓને કિસાન તરીકે માન્યતા આપવી.

દુનિયામાં કૃષિ કાર્યબળમાં મહિલાઓનો હિસ્સો લગભગ ૫૭ થી ૬૩ ટકા છે, પરંતુ ભારતમાં ૪૦ થી ૪૨ ટકા જેટલો જ છે. ૨૦૨૫માં ભારતમાં ૧૨ કરોડ પુરુષો અને ૧૧ કરોડ મહિલાઓ ખેતી કામો કરતી હતી. એટલે તેમની હિસ્સેદારી લગભગ બરાબર હતી. પરંતુ તેનું કારણ એ છે કે હવે ખેતીમાં ખાસ કશી બરકત રહી નથી એવી માન્યતા સાથે ગામડાઓમાંથી યુવાન પુરુષો શહેરોની બિનકૃષિકાર્યો ધરાવતી નોકરીઓ તરફ વળ્યા છે. એટલે મહિલાઓના ભાગે પુરુષોની ગેરહાજરીમાં ખેતી સંભાળવાની આવી છે. છેલ્લા એક દાયકામાં ખેતીમાં મહિલા રોજગાર ૧૩૫ ટકા વધ્યો છે તેનું કારણ પિતૃસત્તામાં આવેલું પરિવર્તન નથી, પરંતુ પુરુષોનું ગામડાં અને ખેતી છોડવું છે. ભારતની એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ૫૦ ટકા યુવતીઓ છે. પરંતુ કૃષિ ઉત્પાદકતા અને મજૂરીમાં સ્ત્રી-પુરુષ ભેદ ઓછો થયો નથી. વળી મહિલાઓને ખેતર ઉપરાંત ઘરનાં પણ કામો કરવાના હોય છે. 

જ્યારે આપણે મહિલા કિસાન કહીએ છીએ ત્યારે આપણા મનમાં માત્ર ખેતી અને ખેતર જ દેખાય છે. પરંતુ મહિલા કિસાનની વ્યાખ્યા વિસ્તારવાની જરૂર છે. નાના ખેડૂતો, ખેતકામદારો, પશુપાલકો, માછીમાર, જંગલ કામદાર, મધમાખી ઉછેરનાર, ખેતીનું પારંપરિક જ્ઞાન ધરાવનાર, એગ્રીકલ્ચરલ પ્રોસેસર, ટ્રેડર, રિસર્ચર વગેરે પણ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે કૃષિ સાથે સંકળાયેલા છે એટલે તે સૌ ખેડૂત કે મહિલા ખેડૂત ગણાવાં જોઈએ. 

વિશ્વ મહિલા કિસાન વર્ષની સાર્થક ઉજવણી થાય અને કૃષિમાં જમીન માલિકીથી રોજીના દર સુધી બધામાં સ્ત્રી-પુરુષ ભેદ ઘટે તો મોટો ફાયદો થઈ શકે તેમ છે. આજકાલ કયું અનાજ ઉગાડવું અને ખાવું તે પરદેશી કંપનીઓ નક્કી કરે છે, પરંતુ આપણી મહિલાઓ પાસે તેનું ખરું જ્ઞાન છે. જો તેનો ઉપયોગ થાય તો અનાજ એ માત્ર વેચવા–ખરીદવાની કે ખાઈ લેવાની ચીજ ન રહેતાં અનાજ રૂપે શરીરને ઔષધ પણ મળી શકે. અનાજની બાબતમાં સાર્વભૌમત્વ તે આ છે અને તે મહિલાઓ જ લાવી શકશે. એ જ રીતે ખાધ્ય સુરક્ષા કહેતાં ગરીબોને પેટ ભરવા મળતું અનાજ નહીં પણ ગરિમા અને સન્માન. એટલે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓનું નેતૃત્વ અને નીતિ નિર્ધારણમાં તેમનો અવાજ દેખાવો જોઈએ. 

૨૦૨૬નું મહિલા કિસાન વરસ કોઈ ઠાલી ઉજવણી કે પ્રતીકાત્મક ઉપલબ્ધિથી આગળ વધવું જોઈએ. આજે જેમ કૃષિ કાર્યોમાં મહિલાઓને મળતાં ઓછાં વેતનનો સવાલ છે તેમ તેમની પાસેથી કરાવાતાં અવૈતનિક કે મફત કૃષિ કામોનો પણ છે. ૨૦૨૫માં ૨૦ ટકા પુરુષોને અને તેથી ડબલ ૪૧ ટકા સ્ત્રીઓને મફત કૃષિ કામો કરવા પડ્યા હતા. હિમાચલ અને જમ્મુ-કશ્મીરમાં કૃષિકાર્યબળમાં પોણા ભાગની મહિલાઓ છે પરંતુ તેમાંથી લાભાર્થી કેટલી? પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિમાં મહિલા કિસાન લાભાર્થી માંડ ૨૩ ટકા જ છે. તેના પરથી સમજાવું જોઈએ કે મંઝિલ કેટલી દૂર છે. 

મહિલા કિસાનો માટે કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ કેટલીક યોજનાઓ જરૂર ઘડી છે પરંતુ તે મહિલા કિસાનોને કેટલી કિસાન તરીકે સ્થાપિત કરી શકે છે, જમીન માલિક બનાવી શકે છે તેનું એક ઉદાહરણ મહારાષ્ટ્ર સરકારનો આ વરસનો કાયદો છે. જુલાઈ ૨૦૨૬માં મહારાષ્ટ્ર સરકારે મહિલા કિસાન સશક્તિકરણ કાયદો ઘડ્યો છે. આ કાયદાની મહત્ત્વની જોગવાઈ છે કે જમીન માલિકી વિના મહિલાઓને મહિલા કિસાનનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેઓને સ્વતંત્ર ખેડૂત તરીકે માન્યતા મળશે. છે ને અસલ પુરુષ પ્રધાન સરકારી માનસિકતાન? કાશ! મહિલાઓને સમાન કામની સમાન રોજી અને ખેતીની જમીનનો સ્વતંત્ર નહીં તો સંયુક્ત માલિકી હક મળે તો મહિલા કિસાન વરસ મનાવ્યું સાર્થક કહેવાય. 

e.mail : maheriyachandu@gmail.com
dt.18.11.2026

Loading

27 November 2026 Vipool Kalyani
← PYRE / ચિતા : ચિંતા કરાવતી ચિતા !

Search by

Opinion

  • PYRE / ચિતા : ચિંતા કરાવતી ચિતા !
  • સશસ્ત્ર સંઘર્ષો દરમ્યાન બાળકો અને તરુણોની અભિવ્યક્તિ
  • સંવિધાન દિવસ : એક દીવાદાંડી  … અને યાત્રા હજુયે ઓર લાંબી   
  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • નકલી જ એટલું વેચાય છે કે અસલી જડે નહીં …

Diaspora

  • ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની સ્મૃતિ સાથે ૨૦૨૦ની એક યાદગાર સવારનું સંભારણું
  • ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Gandhiana

  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક

Poetry

  • નજરાણું
  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved