શેષશય્યા પર વિધાતા પાડતા પગલી અહો!
ઊંચકી સુગંધ અંબુજ ફોરતું ફસલી અહો!
કરતલી આકાશ ભરતી મનચલી મૂરલી મધુર,
દેવભાષામાં સ્તુતિઓ ચકચકે ચકલી અહો!
વીંઝણા ઢોળી ઊભા વિદ્વાન સહુ વચનો વદે,
અપ્સરા ગાંધર્વ ઝૂમે હાથ લઈ ડફલી અહો!
હાથમાં દીવો લઈને પાનબાઈ સંચરે,
મૌક્તિકોના હાર ગૂંથે ચંચલી બિજલી અહો!
મહાર્ણવોનું મૌન જળપ્રપાત થઈ ઝરતું અને,
મેઘધનુને ભાલ ઝળકે ક્ષણિકની અચપલી અહો!
23/7/22
અચપલી: રમતગમત, ખેલ