કોણ કોને ફાવશે, કોને ખબર ?
કોણ કોને તાવશે, કોને ખબર ?
કોણ કોને તાગશે, કોને ખબર ?
કોણ કોને ત્યાગશે, કોને ખબર ?
કોણ ક્યાંથી જાગશે, કોને ખબર ?
કોણ ક્યાંથી ધાડશે, કોને ખબર ?
કોણ કોને દાગશે, કોને ખબર ?
કોણ કોને ઝારશે, કોને ખબર ?
કોણ કોને તાડશે, કોને ખબર ?
કોણ કોને વ્હારશે, કોને ખબર ?
કોણ કોને ઢાલશે, કોને ખબર ?
કોણ કોને સાલશે, કોને ખબર ?
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 06