જમી લે ફકીરોનું તું શાહી ભાણું
ન મળશે તને ક્યાં ય પણ આવું ખાણું
અજબ ખાનકાહોનો વહેવાર દીઠો
ન ત્યાં જોઇએ કોઇ સિક્કા કે નાણું
તમે ખુદ બની કેદી રહેવા જ્યાં ઇચ્છો
છે ઝૂંપડી ફકીરોની તો એવું થાણું
ઉતરતો નથી કેફ એનો કદી પણ
અહીં સાંભળે જે ‘તૂ હી તૂ’નું ગાણું
ફકીરોની મજલિસની મસ્તીમાં ગુમ છું
હું કઇ રીતે દુનિયાની મહેફિલને માણું
છતાં એમને ત્યાં મળી તૃપ્તિ અમને
મદીરા હતી ઓછી ને પ્યાલું કાણું
ફકીરોની તાણીને ચાદર મહેકજી
હવે સૂઈ જાઓ, હવે વાય વહાણું
![]()


કોરોના વાઇરસને કારણે પશ્ચિમી જગત, પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાના તમામ દેશોના તળિયાના કે નીચલા સમાજના નાગરિક સૌથી વધુ અસુરક્ષિત છે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત તે જ થયા છે. કોરોના પછી જોવા મળનારી આર્થિક અસરોનો તે અત્યારથી સામનો કરી રહ્યા છે. તાજા અહેવાલો મુજબ બ્રિટનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશના દક્ષિણ એશિયાઈ લોકો છે, અમેરિકામાં કાળા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
શું આપણે આ વરસની પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવતા હોય અને તેમને સાંભળવા જનમેદની એકત્ર થઈ હોય એ દૃશ્યની કલ્પના કરી શકીએ છીએ? શું એ વિચારી શકીએ છીએ કે આપણે ત્રણ મહિના પછી ઉપલબ્ધિઓના કયા પડાવ પર હોઈશું અને વડાપ્રધાન એ દિવસે જનતાને સાવ જ નવો ક્યો સંદેશ આપશે? આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે દિલ્હીના રાજપથનો નજારો આ વખતે કેવો હશે તે કલ્પી શકીએ છીએ? હમણાં ચાર મહિના પહેલાંની ૨૬મી જાન્યુઆરીએ સમૃદ્ધિનું જે પ્રદર્શન કર્યું હતું, તે આ વખતે પણ કરવા ઈચ્છીશું ?