લુઈઝિયાનાનાં રાજ્યકવિ રહી ચૂકેલાં પ્રથિતયશ અમેરિકન કવયિત્રી જુલી કેન (Julie Kane)ના કાવ્ય ‘Used Book’નો મારો ભાવાનુવાદ :
(જુલી કેન)
વાહ, નસીબ સારું! કે રોયલ સ્ટ્રીટમાં છજાં પર વરસાદ વિંઝાય છે ને
જરાક આગળ પુસ્તકની દુકાન ખુલ્લી મળવી
ને એય પાછી જૂનાં પુસ્તકોની દુકાન
– ને એક આખી ભીંત તો વળી કાવ્યસંગ્રહોથી જ ભરેલી;
ને આટલું સદ્ભાગ્ય ઓછું હોય એમ
જેરેલ અને વેલ્ડન કીસના પુસ્તકની વચ્ચે
દેખાઈ ગયેલી પરિચિત આછા પીળચટા રંગ ઉપરની ભૂરી અક્ષરભાત –
મારો કાવ્યસંગ્રહ, લંડનના એક છાપખાનેથી પ્રકાશિત, ‘83થી અપ્રાપ્ય –
મુખપૃષ્ઠ પર થોડાક સાવ ઝાંખા કૉફીના ડાઘ,
પણ વીતેલા મોસમોને ધ્યાને લેતાં
એકંદરે દેહની જે અવસ્થા થાય એના કરતાં ખાસ ખરાબ હાલત તો નહીં.
પછી, ભાગ્યજોગ, હું અંદર લખેલું નામ વાંચું છું :
મારા મરણ સુધી મને ચાહતો રહેશે જે એમ વિચારેલું
એ માણસનું નામ.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર