હોઠેથી નીકળે ના શબ્દ
છતાં હું ગાઉં
અહીં અમસ્તો ઊભો ઊભો
બધે હું જાઉં…
મને વગાડે મારો હાથ
અંગેઅંગનો મૂક સંવાદ,
મન પણ પાછળ કેમ રહે
ગૂંજે ગૂંજે રણઝણ નાદ
લખાતો-ભૂંસાતો વળી સંધાઉં…
રેલાઈ વળ્યાં આ સ્વર
મને પણ કૈં બજાવે,
સૂરશબ્દનાં સગપણ
ચોમેરથી કૈં સજાવે
વમળાતો વળી વળી ગૂંથાઉં…