સઘળો હિસાબ થાય છે, ઈશ્વરની રીતમાં,
કર્મો વધે છે શેષ, જીવનના ગણિતમાં,
ઝાકળનો જે પ્રભાવ હતો ફૂલની ઉપર
એવી મળી છે તાજગી, શબ્દોને ગીતમાં
ખારાશ આંખની છે એ દરિયાને ખ્યાલ છે,
તું બેખબર નદી અરે ! ઉછળે છે પ્રિતમાં !
આપીને હાર, જીત એ ઉજવી શક્યા નહિ,
ઉજવી લીધી છે હાર અમે સૌની જીતમાં,
લાગી ગયા ભવિષ્યને તાળા સવાલના,
જા જોય લે, જવાબ છે તારા અતિતમાં.
બંને અલગ અલગ છે કિનારા નદી તણા,
રહેવુ અલગ ઉપાય હતો સૌના હિતમાં.
e.mail : ashishmakwana@live.com