


મારે બારણે એક ઝાડ સુકાઇ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધું ય જાણે ખંખેરીને ઊભું ન હો !
અટારીથી રાત્રીઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એનીઃ
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની …
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.
— ઉમાશંકર જોશી
કેવી વાસ્તવિક અભિવ્યક્તિ ! આજની પરિસ્થિતિ અંગે કેવી ભવિષ્યવાણી ! તમારા માનસ પટ પર આ સુકાયેલા, નર્યા રેખાઓના માળખા સમાન વૃક્ષનું ચિત્ર અંકિત થાય છે ખરું ? હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે.
હરીન્દ્ર દવે આ કવિતા વિશે કહે છે, "કવિ ક્યા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે છે? આ સંસ્કૃતિની કથા છે? આ મૂલ્યોની વાત છે? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે? – તમે એનો કોઇ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ 'રહ્યું છે' પર આશ્વાસનની નજર મંડાઇ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઇક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઇ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એનાં શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ …!"
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક અહેવાલ પ્રમાણે પૃથ્વી પર આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ માનવસર્જિત ગ્રીનહાઉસ ગેસ છે. આ ગેસની ગ્લોબલ વોર્મિંગ પર ભયંકર અસર દેખાય રહી છે. એમ કહેવાય છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં તેમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાવાની શક્યતા છે. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ એગ્રીમેન્ટ જેવા કરારો હોવા છતાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સતત વધારો થઇ રહ્યો છે. ખનીજ તેલ અને કોલસાનો વપરાશ વધતાં ગ્લોબલ પોલ્યુશન રેકોર્ડબ્રેક કક્ષાએ પહોંચી ગયું છે. ભારતનાં શહેરો ગંદકીથી ખદબદે છે અને પ્રદૂષિત છે એવા અહેવાલો સો ટકા સાચા છે. અહેવાલોના મત મુજબ દુનિયાના લગભગ તમામ દેશો વાયુ પ્રદૂષણ માટે વધતા ઓછા પ્રમાણમાં જવાબદાર છે. ચીન, અમેરિકા, ભારત, રશિયા અને જાપાન આ પાંચ દેશો જાયન્ટ કિલર છે. વૈશ્વિક કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં એકલા અમેરિકા અને ચીનનો ફાળો ચાળીસ ટકાથી વધુ છે. [- મિડ ડે]
ફક્ત આપણે એકલા જ પૃથ્વી પર ફેલાતા પ્રદૂષણ માટે જવાબદાર નથી. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે પ્રદૂષણ ફક્ત માનવસર્જિત સમસ્યા છે. ઝેરી હવાની વાત આવે એટલે ઇંધણ, કોલસો, પેટ્રોલ, ડીઝલ, વાહનોમાંથી બહાર ફેંકાતો ધુમાડો, ઔદ્યોગિક કચરો અને કચરો બાળતાં દ્રશ્યો આપણી નજર સમક્ષ દેખાય છે. માનવસર્જિત પ્રદૂષણની માત્રા અતિશય છે એ સાચું, પરંતુ પૃથ્વીની હવા અશુદ્ધ કરવામાં માનવની જેમ કુદરત પણ વખોવખત પોતાનો ફાળો નોંધાવતી રહી છે. જ્વાળામુખી, વંટોળ, દાવાનળ, ધરતીકંપના આંચકા જેવી કુદરતી આફતોનાં કારણે વૈશ્વિક પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે કુદરતમાં થતા કેટલાક પરિવર્તનો માટે કેટલાક અંશે માનવી જવાબદાર છે તે આપણે જાણીએ જ છીએ. સૂર્યના પરિભ્રમણની ગતિમાં થયેલા ફેરફાર, પર્વત બનવાની ધીમી પ્રક્રિયા, મહાદ્વીપ, નામશેષ થઇ રહેલા નાના-નાના ટાપુઓ વગેરે જેવા ભૌગોલિક ફેરફારો જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણનાં પ્રાકૃતિક કારણો પણ છે.
આપણે ત્યાં આપણાં અધિકારો, આપણી માંગ, આપણી અપેક્ષાઓ, આપણી જરૂરિયાતો, આપણને મળતી ઓછી સવલતો માટે હડતાલો પડે છે. પરંતુ વાતાવરણના પરિવર્તનો માટે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા કોઇ અવાજ ઊઠે છે ખરો? હડતાલ પડે છે ખરી ?
એક સોળ વર્ષની સ્વીડનની છોકરી છે નામે ગ્રેટા ટૂનબર્ગ – વાતાવરણના પરિવર્તનો માટે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા તેણે આજે અવાજ ઉઠાવ્યો છે. ચાલો, ત્યારે દુનિયા ભરના લોકોનું ધ્યાન ખેંચનારી આ ગ્રેટાની ઝૂંબેશ અને સિદ્ધિ પર એક નજર ફેરવીએ.

આ ગ્રેટાને કેટલાક સમય પહેલાં કોઇ સાંભળવા તૈયાર ન હતું. તેની સામે કોઇ ઓડિયન્સ ન હતું. સ્વિડિશ પાર્લામેન્ટની બહાર તે એકલી 'સ્કૂલ સ્ટ્રાઇક ફોર ક્લાઇમેટ ચેન્જ'નું સાઇન બોર્ડ લઇને બેઠી હતી. તે ૧૧ વર્ષની હતી ત્યારે શાળામાં ક્લાઇમેટ ચેન્જ અંગે તેણે અભ્યાસ કર્યો હતો. દુનિયાને આ પરિવર્તનની ચિંતા કેમ થતી નથી, એવું વિચારીને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાર પછી તેણે આ વિશે દુર્લક્ષ સેવવાનું નક્કી કર્યું પણ તેના મનમાંથી આ વિચાર હટતો ન હતો. તે વધુ સમય તેનાથી દૂર રહી ન શકી. તેણે તેની શાળાના મિત્રોને ક્લાઇમેટ ચેન્જ વિશે સમજાવ્યું. ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓને સમજાવ્યું અને વિદ્યાર્થીઓના ટેકાથી શાળામાં હડતાલ પાડવી શરૂ કરી.

ગ્રેટા માને છે કે કાલે ઊઠીને આાપણું કોઇ ભવિષ્ય નહીં હોય તો શાળાએ જવાનો શો મતલબ? આટલી નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને સમજાવવાનું કાર્ય તેના માટે ઘણું કઠિન હતું. પણ તે હિંમત હારી નહીં અને પોતના વિચારથી ડગી નહીં. આગળ વધી રહેલી ગ્રેટાના વિચારને દુનિયાભરના વિદ્યાર્થીઓએ વધાવી લીધી. ગ્રેટાએ દર શુક્રવારે શાળાના કોઇ શિક્ષણ કાર્યમાં ભાગ ન લઇ અભ્યાસનો બહિષ્કાર કરવો શરૂ કર્યોં. દર શુક્રવારે તે શાળાના વિદ્યાર્થીઓ સાથે હાથમાં પોસ્ટર લઇને શાંતિથી રસ્તા પર ઊભી રહેવા લાગી. તેણે ક્યારે ય તેની શાળામાં જાહેરમાં કોઇ વક્તવ્ય આપ્યું ન હતું. આજે તે આખી દુનિયા સમક્ષ બોલવા તૈયાર થઇ ગઇ છે.

ગ્રેટાના આજે ઇન્સ્ટાગ્રામ પર ૨૪ લાખ, ફેસબુક પર ૧૦.૨૧ લાખ અને ટ્વિટર પર ૮.૩૧ લાખ ફોલોઅર્સ છે. તે તેના એકાઉન્ટ પર અવારનવારે Fridays For Future અને climate strike હેશટેગ મારીને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ગ્રેટા પોતાના વિશે કહે છે, "બધાથી અલગ હોવું તે મારી નબળાઇ નથી પણ હું ટોળાં કરતાં અલગ છું તે જ મારી તાકાત છે." ૨૦૧૮ની ૨૪મી નવેમ્બરના રોજ સ્ટોકહોમમાં ક્લાઇમેટ ચેન્જ વિશે તેણે અસરકારક વક્તવ્ય આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેણે પોતાની વાત અભિવ્યક્ત કરતાં કહ્યું હતું, "કલાઇમેટ ચેન્જ માટે યુવાન લોકોએ વિચારવાની જરૂર છે. આપણે જે વાતને સામાન્ય રીતે લઇએ છીએ તેનાથી જ ભવિષ્ય ખતરામાં છે. આપણી વચ્ચે સતત કલાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે, તેમ છતાં તે કોઇ ન્યૂઝ ચેનલની હેડલાઇન કેમ નથી બનતું ! ફક્ત દુનિયામાં કાયદાઓ બનાવીને તેને બદલી શકતા નથી. તેના માટે કાંઇક કરી બતાવવું પડે !"
આ સ્ટ્રાઇક પાછળ ગ્રેટાનું ધ્યેય એ છે કે સ્વિડનની સરકાર પેરિસ સાથે કરેલ કરારનો નિકાલ કરે. આ નિર્ણયથી દેશમાં કારખાનાંઓને લીધે વધતા ગ્લોબલ ટેમ્પરેચરને મર્યાદિત કરી શકાશે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રેટાને દુનિયાભરના વિદ્યાર્થીઓ સહિત બીજા પર્યાવરણ એક્ટિવિસ્ટનો ટેકો પણ મળી રહ્યો છે. નાની ઉંમરમાં ગ્રેટા જે કામ કરી રહી છે તે બદલ દુનિયાભરના લોકો તેના વખાણ કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ તેમાં સામેલ છે. ડિસેમ્બર ૨૦૧૮માં સ્ટોકહોમના 'એક્ટિવિટી સેન્ટર ફોર યંગ પીપલે' ગ્રેટાને 'યંગ રોલ મોડલ ઓફ ધ યર'નો ઇલ્કાબ આપ્યો હતો. ઇલ્કાબની સાથે તેને સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી. ૨૦૧૮માં દુનિયાના ૨૫ સૌથી વધારે પ્રભાવશાળી ટીનેજરમાં 'ટાઇમ' મેગેઝિને તેનું નામ સામેલ કર્યું હતું. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે તેને સ્વિડનમાં 'મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વુમન ઓફ ધ યર'નું બિરુદ અપાયું હતુ. ગ્રેટાને આ વર્ષે નોબેલ શંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. જો તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તો તે સૌથી યુવાન વ્યક્તિ બનશે જેને આ પુરસ્કાર મળ્યો હોય.

ગ્રેટાનો જન્મ ૨૦૦૩ની સાલમાં સ્વીડનની રાજધાની સ્ટોકહૉમમાં થયો હતો. તે સ્વીડનની એક ઓેરા સિંગર છે. તેના પિતા સ્વાંતે ટુનબર્ગ એક પત્રકાર છે. બે વર્ષ સુધી તેણે પોતાના ઘરના માહોલને બદલવા પર કામ કર્યું. તેના માતા-પિતાએ માંસનું સેવન છોડી દીધું છે અને પ્રાણીઓની ચામડીમાંથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું છે. તેમણે વિમાનની યાત્રા બંધ કરી દીધી છે કારણ કે તેના કારણે કાર્બનનું ઉત્સર્જન વધી જાય છે.

૨૩મી સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં યોજાયલ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન શિખર પરિષદમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતાં દુનિયાભરના નેતાઓને ગ્રેટાએ કહ્યું, "How Dare You? એટલે કે તમારી હિંમત જ કઇ રીતે થઇ શકે."
પર્યાવરણનું રક્ષણ કરવા માટે સમગ્ર વિશ્વમાં આંદોલનનો એક ચહેરો બનેલી ગ્રેટાએ ૨૩મી સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં યોજાયલ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન શિખર પરિષદમાં ભાગ લીધો હતો. જળવાયુ પરિવર્તન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર સંધમાં આપેલા વક્તવ્ય પહેલાં પરિષદમાં તેણે દુનિયાની મહાસત્તાઓના નેતાઓને પોતાની ચિંતાઓ અને પ્રશ્નોથી હચમચાવી દીધા હતા. સ્વીડનની આ ૧૬ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા ટુનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય કલાઇમેટ એકશન સમિટ દરમિયાન મહાસચિવ અંતોનિયો ગુતારેસ સહિત દુનિયાના મોટા નેતાઓની સમક્ષ જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખ્યાલ ન હતો કે આ બાળકી પોતાના પ્રશ્નોથી અવાચક કરી દેશે. ગ્રેટાએ દુનિયાભરના બાળકોનું અને આજની યુવા પેઢીના અવાજને અભિવ્યક્ત કરતાકહ્યું કે, "અમને સમજમાં આવી રહ્યું છે કે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર તમે અમને છેતર્યા છે અને હવે તમે કાંઇ જ નહીં કરો તો યુવા પેઢી તમને માફ નહીં કરી. How Dare You એટલે કે તમારી હિંમત જ કઇ રીતે થઇ શકે. તમે અમારાં સપનાં અને બચપણને તમારા ખોખલા શબ્દોથી ઝૂંટવી લીધાં છે ….. જો કે હું તો હજુ પણ ભાગ્યશાળી છું. આજે લોકો આ ગ્લોબલ વોર્નિંગને કારણે મરે છે પીડાય છે. આખી ઇકો સિસ્ટમ બરબાદ થઇ રહી છે."
ગ્રેટાના વકતવ્યને સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવે પણ વખાણ્યું હતું. આંખોમાં આંસુ અને ગુસ્સામાં દેખાતી ગ્રેટાએ વિશ્વના નેતાઓ પર કાંઇ ના કરવાનો આરોપ મૂકતા કહ્યું, "તમે અમને અસફળ કરી દીધા. યુવાનો સમજે છે કે તમે અમને છેતર્યા છે. યુવાનોની આંખો તમારા લોકો પર છે અને જો તમે અમને ફરી અસફળ કર્યા તો અમે તમને ક્યારે ય માફ કરી શકીશું નહીં. અમે તમને છોડીશું નહીં. તમારે અત્યારે જ તે મર્યાદા નક્કી કરવી પડશે. દુનિયા જાગી ગઇ છે અને વસ્તુઓ બદલાવાની છે, પછી તમને તે પસંદ આવે કે ના આવે."

આ પરિષદમાં હાજરી આપવા વિમાનમાં યાત્રા કરવાને બદલે ૬,૦૦૦ કિલોમીટરની લાંબી યાત્રા યાટ (હોડી) દ્વારા કરવા માટે ૧૪ ઓગસ્ટના રોજ લંડનથી રવાના થઇ ચૂકી હતી. યાટમાં યાત્રા કરવાનો ગ્રેટાનો હેતુ કાર્બન ઉત્સર્જન રોકવાનો હતો. ગ્રેટા જે યાટથી સફર કરી રહી હતી તે ૬,૦૦૦ કિલોમીટરનું અંતર લગભગ બે અઠવાડિયામાં કાપ્યું હતું. યાટની ટીમે ગ્રેટાને વિના મૂલ્યે આ યાત્રા કરાવી હતી. યાટમાં સૂર્ય ઉર્જાથી ચાલતા પેનલ અને અન્ડરવોટર ટર્બાઇન લગાવેલા જેનાથી પર્યાવરણને નુકશાન ન પહોંચે. યાટના કપ્તાનના કહેવા મુજબ તેમની આ યાત્રા પડકાર ભરેલી હતી. ગ્રેટા પર્યાવરણ પ્રત્યે દુનિયાને પોતાની પ્રતિબદ્ધતા બતાવવા માગતી હતી તે જ કારણે તેણે યાટથી જવાનું પસંદ કર્યું હતું. ગ્રેટાને માટે આ પડકાર હતો. નોર્થ અમેરિકા સુધી બોટમાં જવું ઘણું અશક્ય હોવાં છતાં તે ખુશ હતી કારણ કે તેને મદદ કરવા માટે ગણી ન શકાય તેટલાં લોકોનો સાથ તેને મળ્યો હતો. ગ્રેટાની હાકલ સાંભળી ૧૦૫ દેશોની શાળાનાં બાળકો હડતાલ પર ઉતર્યાં હતાં. યાટમાં ગ્રેટા અને તેની ટીમ વેક્યુમ પેક્ડ ભોજન લીધું હતું. ગ્રેટાના પિતા યાટમાં તેની સાથે હતા. યાટની ડિઝાઇન ઘણી સરળ રખાઇ હતી. મુખ્ય વાતે એ હતી કે ગ્રેટાના યાટથી એક ટકો પણ કાર્બન ઉત્સર્જન ન થાય. યાટમાં કિચન, એસી કે ફ્રિજ જેવી સુવિધા પણ ન હતી.

જર્મનીના હેમ્બર્ગ શહેરની આ તસ્વીર છે. જર્મનીના ૧૦ શહેરોમાં રલાખથી વધુ બાળકોએ પોતાની શાળાના વર્ગો છોડી દેખાવ કર્યો હતો.
સમાચાર પત્રોના અહેવાલ પ્રમાણે પૃથ્વીના વધતાં તાપમાનને રોકવામાં નિષ્ફળ જવાને લીધે લોકોનો મોટા દેશો જેવા કે વોશિંગ્ટન, લંડન, પેરિસ અને મેલબોર્નના નેતાઓ પ્રત્યે રોષ વધવા માંડયો છે તેનો નજારો દુનિયા ૧૩૯ દેશોમાં ૨૧ સપ્ટેમ્બરના રોજ જોવા મળ્યો હતો. ૫૦ લાખથી વધુ યુવાનો પોતાના ભવિષ્યને બચાવવા માટે માર્ગો પર બેનર, પોસ્ટર લઇને ઉતરી આવ્યા હતા. તેઓ દુનિયાના નેતાઓ સમક્ષ જળવાયુ પરિવર્તનને તાત્કાલિક રોકવાની માગણી કરી રહ્યા હતા. દુનિયા ભરમાં લગભગ ૫,૦૦૦ જેટલી મોટી રેલીઓ નીકળી હતી. અમેરિકાના ન્યુયોર્કથી લઇને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સુધી, જાપાનના ટોક્યોથી લઇને ભારતના નવી દિલ્હી સુધીનાં શાળાનાં બાળકો પોતાના વર્ગો છોડી ગ્લોબલ ક્લાઇમેટ સ્ટ્રાઇકમાં જોડાયાં હતાં. એકલા ન્યુયોર્કમાં જ ૧૧ લાખ બાળકોએ પોતાના વર્ગો ભર્યા ન હતા. ઓસ્ટ્રેલિયામાં ૩ લાખ લોકોનું સૌથી મોટું જળવાયુ પરિવર્તન માટેનું આંદોલન હતું. સૌથી મોટી રેલી મેલબોર્નમાં યોજાઇ હતી. બ્રિટનમાં લાખો વિદ્યાર્થીઓ માર્ગ પર દેખાવ કરવા ઊતરી આવ્યા હતા. સૌથી મોટું આંદોલન બ્રિજટાઉન, લીડ્સ, બર્મિગ્હામ અને લંડનમાં થયું હતું. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં અનેક કંપનીઓની ઓફિસોના કર્મચારીઓએ બંધ પાળ્યો હતો અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હતા. જર્મનીના બ્રિજ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. યુરોપના ૪૦ દેશોમાં ક્લાઇમેટ ચેન્જ માટેની સ્ટ્રાઇક થઇ હતી. મોટી રેલીઓ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિડન, પોલેન્ડ વગેરેમાં યોજાઇ હતી. પેરિસમાં હજારો વિદ્યાર્થીઓ માર્ગો પર દેખાવ કરવા ઊતરી આવ્યા હતા.

પર્યાવરણના સંરક્ષણ માટેની ૧૬ વર્ષની આ આંદોલનકારી ગ્રેટાએ ફ્રાન્સની સંસદમાં જુલાઇ માસમાં સંબોધન કરી પોતાના વિચારો અભિવ્યક્ત કરતાં કહ્યું હતું કે વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી ઘટાડવા માટે ૬૭ ટકા જેટલી તક છે. ગ્રેટાને ફ્રાન્સની સંસદમાં ક્રોસ પાર્ટી જૂથે નિમંત્રણ આપ્યુ હતું. ગ્રેટાએ પોતાના વક્તવ્યમાં હિંમતપૂર્વક જણાવ્યું હતું કે "અમારી વાત ન સાંભળો તો કાંઇ નહીં પણ વૈજ્ઞાનિકો જે કાંઇ કહે તેને તો ધ્યાનમાં લ્યો."
ગ્રેટાનાં આંદોલન, તેની હિંમત અને તેની ચિંતા થાય તેવી વાતોથી પ્રેરણા લઇને અસંખ્ય દેશોના વિદ્યાર્થી જગતે પોતાની રીતે સાથ પૂરાવ્યો તેની કેટલીક તસ્વીરો સાક્ષી રૂપે રજૂ કરવી અસ્થાને નહીં લેખાય.

૧૧ સપ્ટેમ્બરના રોજ સ્ટોકહોમના એક આંદોલનકારીએ પોતાની સાઇકલ પર બોર્ડ લગાવ્યું, "જળવાયુ પરિવર્તનને એક કટોકટી સ્વરૂપે જ લેવું જોઇએ. "
આ આંદોલનના પરિપ્રક્ષ્યમાં ફરી એકવાર યાદ આવે છે ઉમાશંકર જોશીને રચના 'જઠરાગ્નિ'. બાકીની કડીઓને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનને પ્રતિકાત્મક રીતે લઇએ તો એક મહાન દ્રષ્ટાએ કરેલી આગાહી કદાચ સાચી પડશે – આ ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તનને જઠરાગ્નિના ઉદ્દીપન સ્વરૂપે ગણીને જો ચેતી નહીં જઇએ તો સમગ્ર માનવજાતનું અને પ્રકૃતિનું નામો-નિશાન મટી જશે તેવું નથી લાગતું !
જઠરાગ્નિ
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે !
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
— ઉમાશંકર જોશી
પ્રસ્તુત કર્તાઃ ડૉ. જનક શાહ – શ્રીમતી ભારતી શાહ
(((((((((((((((((((((((((()))))))))))))))))))))
![]()


અહીં ફોટોગ્રાફ્સમાં જે દીકરીનો ફોટો તમને દેખાય છે, તે મારી દીકરી છે, મારી પુત્રવધૂ છે, મારી બહેન છે, મારી વિદ્યાર્થિની છે, મારી શિક્ષિકા છે, મારી મિત્ર છે, એનું નામ મા ભારતી પુત્રી નિર્ભયા છે એટલે કે એનું સાચું નામ જ્યોતિ સિંહ છે.
સ્મૃતિનું પણ એક રાજકારણ હોય છે.
મને એ તારીખવાર યાદ નથી. પણ એ દિવસ યાદ છે : હું ભરત નાયક અને ગીતા નાયકનો મહેમાન હતો. એ દંપતી એમનાં બે ભૂલકાં – આકાશ અને આલોક – સાથે મુંબઈના પૂર્વ ધાટકોપરમાં રહેતાં હતાં. હું ત્યાં પહોંચ્યો એ દિવસે જ ભરતભાઈ મને કહે : આપણે સાંજે કરમશી પીરને મળવા જવાનું છે. કરમશીભાઈ પણ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. ભરતભાઈના ઘેરથી એમનું ઘર તદ્દન નજીક. ચાલતાં દસ કે પંદર મિનિટ લાગે. ભરતભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. કરતા હતા ત્યારે હું એમને મળેલો. એ વખતે એમણે મને કરમશીભાઈની વાતો કરેલી. ત્યારે મને એ કોઈક પુરાકથાના પાત્ર જેવા લાગેલા. ભરતભાઈ જ્યારે પણ એમની વાત કાઢતા ત્યારે હું મનોમન એમનું ચિત્ર બનાવતો. એમણે મને વારંવાર એક વાત કરેલી : “બાબુડિયા, બૌ મોટા વિદ્વાન હોં. સુરેશભાઈ જેવા જ. પણ લખે નહીં. બૌ બોલે પણ નહીં. ક્યારેક તો સુરેશભાઈને પણ નવાં પુસ્તકો સૂચવે.” ત્યારે હું ભરતભાઈ પર પૂરો ભરોસો મૂકતો. એ જે કહેતા એ હું માની લેતો. જો કે, એ દિવસોમાં હું સુરેશભાઈના એટલા બધા પ્રભાવ હેઠળ હતો કે કોઈ માણસ સુરેશ જોષી જેવો વિદ્વાન હોય અને એ ગુજરાતી હોય એ વાત તરત જ મારા ગળે ઊતરતી નહીં. હું જાણું છું કે, એ માન્યતાને મારી સમજણ કરતાં તો મારી મુગ્ધતા સાથે વધારે સંબંધ હતો. એથી જ તો એ દિવસે જ્યારે ભરતભાઈએ મને કહ્યું કે આપણે આજે સાંજે કરમશીભાઈને મળવા જવાનું છે ત્યારે હું મનોમન મારી જાતને તૈયાર કરવા લાગેલો.
ત્યારે પણ હું અવારનવાર મુંબઈ જતો. ખાસ કરીને પુસ્તકો ખરીદવા માટે. ત્યારે હું ભરતભાઈના ત્યાં રોકાતો. પછી શનિવારની કે રવિવારની સવારે હું કરમશીભાઈના ત્યાં જતો. એ ક્યારેક મારી સાથે મુંબઈ આવતા. રાબેતા મુજબ અમે સાથે પુસ્તકોની દુકાનોમાં ફરતા. એટલું જ નહીં, અમે ઘણી વાર એમની કેટલીક માનીતી રેસ્ટોરાંમાં પણ જતા. એ મોટે ભાગે કૉફી પીતા. હું પણ. ક્યારેક દક્ષિણ ભારતીય વાનગી ખાતા. આ લખતી વખતે પણ મને એ બધી રેસ્ટોરાં દેખાય છે, એમનાં ટેબલ દેખાય છે અને એ ટેબલ પરના પાણીના ગ્લાસ પણ દેખાય છે. પણ, એમનાં નામ યાદ આવતાં નથી. કરમશીભાઈ એક વાર મને હોંશે હોંશે એક ગુજરાતી થાળી ખવડાવવા એક રેસ્ટોરાંમાં લઈ ગયેલા. ‘પુરોહિત’ કે ‘ગુજરાત’ કે એવું કંઈક નામ હતું એનું. એ રેસ્ટોરાંનો માહોલ પરંપરાગત હતો. મને એમાં પ્રવેશતાં જ પેલો ‘આંધળી માનો કાગળ’ યાદ આવી ગયેલો. મને થયેલું કે ગીગાએ આવી જ કોઈક રેસ્ટોરાંમાં ખાધું હશે. પછી થાળી આવી. મેં ધારી’તી એના કરતાં બમણા કદની. એમાં છસાત વાડકીઓ. પિરસણીયો દાળ પણ શાકની જેમ ‘નાખતો’. ખાવાનું કંઈ એટલું બધું સારું ન હતું. પણ, અમે બન્નેએ ધરાઈને ખાધેલું. ખાધા પછી કરમશીભાઈએ કહેલું, “હવે મુંબઈ બગડી ગયું. એક જમાનામાં આ રેસ્ટોરાંનો દબદબો હતો. આ ગુજરાતી ખાવાનું ગુજરાતી લાગ્યું જ નહીં. હવે પછી આપણે બીજી કોઈક રેસ્ટોરાંમાં જઈશું.” મુંબઈમાં રહેતા ગુજરાતીઓના ઘરઝુરાપાનાં અનેક સ્વરૂપો હોય છે. કચ્છમાં વરસાદ પડે તો મુંબઈમાં વસતા કચ્છીઓ એની ઉજવણી કરે. આ એક ઘરઝુરાપો. અને મુંબઈની પરંપરાગત ગુજરાતી વીશીઓનું ખાવાનું ‘બગડી જાય’ તો એનો ય એમને ઘરઝુરાપો. મને ઘણી વાર લાગે છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓનાં એક વિશિષ્ટ અર્થમાં એક નહીં, અનેક ઘર હોય છે અને એ જ રીતે અનેક ઘરઝુરાપા પણ.
પછી તો ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ જુદાં જ પરિમાણો ધારણ કરતો ગયો. હવે એ અમારા કુટુંબીજન બની ગયા હતા અને અમે એમના. હું મુંબઈ જતો ત્યારે ઘણી વાર ભરતભાઈના ત્યાં ઊતરવાને બદલે કરમશીભાઈના ત્યાં ઊતરવા લાગેલો. હવે મારે કરમશીભાઈના ભત્રીજાઓ – રાજુભાઈ અને ઉલ્લાસભાઈ – તથા એમનાં કુટુંબીઓ સાથે અંગત સંબધ બંધાઈ ગયેલો. દાદા ઘેર ન હોય તો પણ હું એમના ત્યાં જઈ શકતો, રહી શકતો. મેં રાજુભાઈ અને ઉલ્લાસભાઈ સાથે બેસીને ઘણી વાર વાતો કરી છે. કરમશીભાઈ એવું ઇચ્છતા કે હું બેપાંદડે થાઉં. મારી જમીન વેચાઈ પછી જે કંઈ નાણાં મને મળેલાં એમાંથી એમણે દસેક હજાર રૂપિયા સ્ટોકમાં રોકવા માટે રાજુભાઈને આપેલા. એકાદબે વરસ દરમિયાન એમાં વધારો થવાને બદલે ઘટાડો થયો તો કરમશીભાઈ રાજુભાઈને કહે, “બાબુને એના પૂરતા પૈસા પાછા આપવાના.” હવે એ મને ‘બાબુ’ કહેવા લાગેલા. રાજુભાઈએ મને એકબે વાર કહેલું કે દાદા તમારી સાથે આટલી બધી વાતો કરે છે એ જોઈને અમને બધાંને આશ્ચર્ય થાય છે. બાકી તો એ મૌન જ રહેતા હોય છે. કામ સિવાય ભાગ્યે જ બોલતા હોય છે. જો કે, સાવ એવું ન હતું. એ રાજુભાઈની દીકરી મારીશા સાથે અને ઉલ્લાસભાઈના દીકરા ઈશાન સાથે અઢળક વાતો કરતા. શરૂઆતમાં રાજુભાઈ અને ઉલ્લાસભાઈનાં કુટુંબો સાથે રહેતાં. પછી ઉલ્લાસભાઈ અલગ ફ્લેટમાં રહેવા ગયા. એ ફ્લેટ પણ દાદા રહેતા હતા એ મકાનમાં જ હતો. દાદા લંચ ઉલ્લાસભાઈને ત્યાં લેતા. ઉલ્લાસભાઈનો દીકરો ઈશાન નાનો હતો ત્યારે લંચ વખતે કમરશીભાઈને એમનો હાથ ઝાલીને લંચ માટે લઈ જતો. એ દૃશ્ય એ પેટ ભરીને માણતા. હું ઘણી વાર એ દૃશ્યનો સાક્ષી બન્યો છું.
જો કે, હું એમને એ લેખો મારા સ્વાર્થને કારણે મોકલતો. હું ઇચ્છતો હતો કે કરમશીભાઈ એ લેખોના અનુવાદ કરે અને નવી પેઢી એ અનુવાદ વાંચે. એમાંના ઘણા લેખો હવે ‘બહુવચન’માં સમાવવામાં આવ્યા છે. જો કે, હું કેટલાક લેખોના અનુવાદની ભાષા સાથે સંમત ન હતો. કાન્ટના What is Enlightenment? લેખનો અનુવાદ એમાંનો એક. એમણે enlightenment માટે જૈન પરિભાષા વાપરેલી. એ ખાસ ચલણમાં ન હતી. પણ કરમશીભાઈ કહે, “ભલે ચલણમાં ન હોય. આપણે એને ચલણમાં મૂકીએ. એ જ સંજ્ઞા બરાબર છે.” મેં એમને મોકલેલા ઘણા લેખોના એમણે કરેલા અનુવાદો કાં તો ‘તથાપિ’ કાં તો ‘સન્ધિ’માં પ્રગટ થયા છે. જયેશ ભોગાયતા ઘણી વાર મને મજાકમાં કહેતો, “આપણે બન્ને સ્વાર્થી છીએ. કરમશીભાઈનો ઉપયોગ કરીએ છીએ.” પણ, એ એક મજાક હતી. કરમશીભાઈને પણ એ પ્રવૃત્તિ ગમતી હતી. જો કે, પાછળથી એમની તબિયત લથડી ત્યારે રાજુભાઈએ અમને કહેવું પડેલું કે તમે દાદાને ઓછું કામ સોંપો તો સારું. એમનાથી હવે ઝાઝું કામ થતું નથી. વળી એ વધારે પડતો સ્ટ્રેસ લે છે. મેં એમને કામ સોંપવાનું બંધ કરી દીધેલું. જો કે, ત્યાર પછી પણ હું કંઈકને કંઈક મોકલ્યા તો કરતો પણ reformat કરીને. એના ટાઈપ મોટા કરતો જેથી એમને એ લખાણો વાંચતાં ઝાઝી તકલીફ ન પડે. જ્યારે પણ હું એમને ફોન કરતો ત્યારે એ કહેતા કે કશુંક વાંચવા તો જોઈએ જ. પછી કહેતા કે મારાથી વાંચી શકાય છે, લખાતું નથી. હું એમને કહેતો કે હવે તમે આરામ કરો. ઘણું કામ કર્યું છે. તો એ જીવ બાળતા ને કહેતા કે જો કોઈક લખનાર મળી જાય તો હું એને અનુવાદ dictate કરી શકું. એક બે વાર એમણે મને પૂછેલું પણ ખરું કે હું કોઈ એવા વિદ્યાર્થીને જાણું છું જે આ કામ કરવા તૈયાર થાય. એમણે એ કામ પેટે મહેનતાણું આપવાની પણ વાત કરેલી. પણ, આ બાબતમાં મેં અને રાજુભાઈએ કરમશીભાઈ ન જાણે એમ નક્કી કરેલું કે દાદાને હવે વધારે તકલીફ નથી આપવી. એમને કોઈ જ કામ નહીં સોંપવાનું.