Opinion Magazine
Number of visits: 10,226,602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

पीछे की ओर यात्राः ज्ञानवापी मस्जिद

राम पुनियानी|Opinion - Opinion|16 April 2021

वाराणसी की जिला अदालत ने भारतीय पुरातत्व सर्वेक्षण (एएसआई) को ज्ञानवापी मस्जिद के अतीत की पड़ताल करने का निर्देश दिया है. उपासना स्थल (विशेष उपबंध) अधिनियम 1991 के अनुसार, सभी आराधना स्थलों में वही यथास्थिति रहेगी जो स्वाधीनता के समय थी. ऐसी खबर है कि उच्चतम न्यायालय इस अधिनियम का पुनरावलोकन करने वाला है.

जिस समय बाबरी मस्जिद को ढ़हाने का भीषण अपराध किया जा रहा था उसी समय यह नारा भी लग रहा था "ये तो केवल झांकी है, काशी-मथुरा बाकी है". बाबरी मस्जिद अभियान काफी लंबे समय तक चला था. इस दौरान रथयात्राएं निकलीं, खून-खराबा हुआ, एक समुदाय विशेष के खिलाफ नफरत फैलाई गई और पूरे देश को धर्म के आधार पर बांट दिया गया.

ऐसा दावा किया गया था कि जिस स्थान पर बाबरी मस्जिद है, ठीक उसी स्थान पर भगवान राम का जन्म हुआ था और यह भी कि वहां एक मंदिर था जिसे गिराकर मुगल बादशाह बाबर ने मस्जिद का निर्माण करवाया था. न तो कभी यह साबित हुआ कि राम का जन्म इसी स्थान पर हुआ था और ना ही यह कि बाबरी मस्जिद को किसी मंदिर को गिराकर बनाया गया था. ज्ञानवापी मस्जिद के मामले में तो यह स्पष्ट है कि उसे मंदिर के स्थान पर ही बनाया गया है. इस मामले में एएसआई के पास अध्ययन करने के लिए कुछ विशेष है नहीं.

कुछ साल पहले तक निशाने पर बाबर था ("बाबर की औलाद, जाओ पाकिस्तान या कब्रिस्तान" आदि). इन दिनों बाबर से कुछ पीढ़ियां बाद भारत का बादशाह बना औरंगजेब निशाने पर है. उसे सबसे दुष्ट और पतित हिन्दू विरोधी मुगल बादशाह बताया जा रहा है जिसने न जाने कितने मंदिर तोड़े और न जाने कितने हिन्दुओें को तलवार की नोंक पर मुसलमान बनाया. इस प्रचार में जुटे लोगों को न तो हिन्दुओं से प्रेम है और ना मंदिरों से. वे तो सिर्फ वोट कबाड़ना चाहते हैं. वे नहीं चाहते कि लोग यह याद रखें कि जिस स्थान पर औरंगजेब ने मस्जिद बनवाई थी उससे कुछ दूरी पर वह स्थल था जहां उस्ताद बिसमिल्ला खां हिन्दू देवी-देवताओं की शान में शहनाई बजाते थे.

जिस तरह पांचों उंगलियां एक सी नहीं होतीं उसी तरह राजा-महाराजा भी एक से नहीं थे. न तो सारे हिन्दू राजा साधु थे और ना ही सभी मुस्लिम राजा दुष्ट. मुस्लिम राजाओं में अकबर जैसे लोग भी थे जिन्होंने सुलह-ए-कुल (विभिन्न धर्मों के बीच एकता) की बात की और एक नए धर्म, दीन-ए-इलाही, का प्रस्ताव किया जिसमें सभी धर्मों की अच्छी बातों का समावेश था. औरंगजेब का भाई दारा शिकोह संस्कृत का विद्वान था और उसने उपनिषदों का फारसी भाषा में अनुवाद करवाया था. उसकी पुस्तक मजबा-उल-बहरीन में भारत की तुलना एक ऐसे महासागर से की गई है जो हिन्दू धर्म और इस्लाम रूपी समुद्रों के मिलन से बना है.

औरंगजेब धार्मिक मामलों में अपेक्षाकृत अधिक कट्टर था और उलेमा के अधिक नजदीक था. परंतु अकारण हिन्दू मंदिरों को नष्ट करना उसकी नीति नहीं थी. बनारस और वृंदावन के पंडितों को जारी फरमान में औरंगजेब ने पुराने मंदिरों की मरम्मत करने की इजाजत दी थी. उसकी यह नीति थी कि देश में नए मंदिर नहीं बनने चाहिए. उसके शासनकाल में कुछ मंदिरों को नष्ट भी किया गया था. कई बार मंदिर विजित राजा को अपमानित करने के लिए ढ़हाए जाते थे और कई बार इसलिए क्योंकि उनमें अनैतिक अथवा राज्य-विरोधी गतिविधियां होतीं थीं. आंड्रे ट्रश्के के अनुसार सन् 1669 में काशी के विश्वनाथ मंदिर और मथुरा के केशवदेव मंदिर को इसलिए ढ़हाया गया था क्योंकि मंदिर से जुड़े हुए लोगों ने बादशाह के खिलाफ कोई राजनैतिक कदम उठाए थे. साकी मुस्तैद खान ने मआसिर-ए-आलमगीरी शीर्षक से औरंगजेब का जीवन वृत्त लिखा है. इस पुस्तक में कहा गया है कि विश्वनाथ मंदिर का ढ़हाया जाना एक अपवादात्मक घटना थी. औरंगजेब ने ऐसा कोई फरमान जारी नहीं किया था कि देश में सभी हिन्दू मंदिरों को ढ़हा दिया जाए.

दूसरी ओर औरंगजेब के ऐसे फरमान उपलब्ध हैं जिनमें उसने हिन्दू मंदिरों, ब्राम्हणों और मठों, जिनमें देहरादून का गुरू रामदास मंदिर और वृंदावन का वैष्णव मंदिर शामिल है, को सरकार की तरफ से अनुदान दिए जाने के आदेश दिए थे. नागौर के नाथपंथी जोगियों को औरंगजेब ने दान दिया था और राजस्थान के सीवान परगना के पंथ भारती को सौ बीघा जमीन दी थी. औरंगजेब द्वारा जारी ऐसे फरमान भी उपलब्ध हैं जिनमें बादशाह ने अपने अधिकारियों से कहा है कि वे मंदिरों के मामलों में अनावश्यक हस्तक्षेप न करें. आसाम के उमानंद मंदिर को भी औरंगजेब ने शाही खजाने से अनुदान दिया और भगवत गौसाईं नामक एक हिन्दू साधु को जमीन दी. इन सबके दस्तावेजी प्रमाण उपलब्ध हैं. औरंगजेब ने चित्रकूट में बालाजी मंदिर की मदद करने के लिए महंत बालकदास को जमीन का एक बड़ा टुकड़ा दान में दिया था. वाराणसी में जंगमबाड़ी नामक एक स्थान है जहां शैव रहते हैं. इस स्थान पर मुगल राजाओं की विशेष कृपा थी और औरंगजेब ने इस परंपरा को जारी रखा.

पुरातत्वविद् रिचर्ड ईटन के अनुसार देश भर में दसियों हजार हिन्दू और जैन मंदिर थे, जिनमें से कुल 10-15 को औरंगजेब के शासनकाल में तोड़ा गया होगा. राजाओं के शासन चलाने के अपने तरीके हुआ करते थे. वे अपनी प्रजा को साथ लेकर भी चलना चाहते थे और वही प्रजा उनकी आय का स्त्रोत भी हुआ करती थी. अन्य मुगल बादशाहों की तुलना में औरंगजेब निश्चित तौर पर अधिक कट्टरपंथी था. साथ ही यह भी सही है कि उसकी हर कार्यवाही और निर्णय को साम्प्रदायिक चश्मे से देखा जाता है. औरंगजेब ने कुछ मंदिरों को दान दिया तो कुछ को ढ़हाया. दोनों के पीछे अलग-अलग कारण थे. हमें यह भी नहीं भूलना चाहिए कि मुगल बादशाहों में औरंगजेब का साम्राज्य सबसे बड़ा था और वह 49 साल तक हिन्दुस्तान का बादशाह था.

साम्प्रदायिक राजनीति करने वालों ने अयोध्या मुद्दे का खूब फायदा उठाया और अब बारी काशी की है. आखिर कब तक हम इतिहास का प्रयोग समाज को बांटने के लिए करते रहेंगे? हाल में अयोध्या में राम मंदिर के निर्माण के लिए जमीन का समतलीकरण करते समय कुछ पुरातात्विक अवशेष मिले. पहले उन्हें शिवलिंग बताया गया परंतु गहन जांच करने पर यह सामने आया कि वे बौद्ध अवशेष थे जिन पर अजंता-एलोरा की गुफाओं की तरह चित्र उत्कीर्ण हैं. ब्रिटिश पुरातत्ववेत्ता पैट्रिक कारनेजी के अनुसार बाबरी मस्जिद के निर्माण में जिन कसौटी स्तंभों का प्रयोग किया गया है वे वाराणसी और अन्य स्थानों में मिले बौद्ध स्तंभों जैसे हैं.

सवाल यह है कि हमें आगे जाना है या पीछे. हमें अपने गरीबों और वंचितों की देखभाल करनी है, हमें यह सुनिश्चित करना है कि भारतीय संविधान का पूर्णतः पालन हो, हमारे देश की एकता और अखंडता कायम रहे, हमारे नागरिकों के मानवाधिकार सुनिश्चित हों और उनकी भौतिक समृद्धि उनके नागरिक अधिकारों की कीमत पर न हो.

गड़े मुद्दे उखाड़ने से कुछ मिलने वाला नहीं है. अगर देश में मंदिरों को गिराकर मस्जिदें बनाई गईं थीं तो बौद्ध विहारों को ढ़हाकर मंदिर भी बनाए गए थे. हम आखिर कितने पीछे जाएंगे? क्या हमारा आराधना स्थल वह होगा जो आज से 200 साल पहले हमारा था, या 500 साल पहले, या 1000 साल पहले या 5000 साल पहले और बीच के सैकड़ों या हजार साल तक किसी अन्य धर्म का आराधना स्थल रहा? क्या हमारे वास्तविक आराधना स्थल वे नहीं हैं जहां बीमारों को इलाज मिलता है और निरक्षरों को शिक्षा. हमें 1991 के अधिनियम को गंभीरता से लेना होगा.

(अंग्रेजी से हिन्दी रूपांतरण अमरीश हरदेनिया)

Loading

સદ્‌ગત કિશન ગોરડિયા

બીરેન કોઠારી|Opinion - Opinion|15 April 2021

ચારેક દાયકા પર ચુનીકાકા થકી એમનો પરિચય થયો, અને યથાપ્રસંગ કિશનભાઈના વિચારઘોડા તેમ કાર્યવલણોની હણહણાટીને પગરવ (ને કંઈક કર્ણમંત્ર) એવો એ તાંતણો હમણાં લગણ વણતૂટ્યો ચાલ્યો. છેલ્લે, ઘણું કરીને ફેબ્રુઆરીમાં એમનો ફોન આવ્યો ત્યારે મુદ્દો એમણે વિચારેલ મરણોત્તર આયોજનનો હતો. વચલાં વરસોમાં એક તબકકે ‘નિરીક્ષક’ તંત્રી કને કોઈ નિયમિત આવકસ્રોત નથી એ લક્ષમાં આવતાં એમણે પ્રતિમાસ વ્યક્તિગત માનધનની વિચારણા કરી મને પૂછ્યું પણ હતું. મેં વિનયસર અસ્વીકાર કરી વળતું સૂચવ્યું હતું કે ઠીક લાગે તો અને અનુકૂળતા હોય ત્યારે ‘નિરીક્ષક’ની કિંચિત્‌ બાલાશ જાણશો તો જરૂર ગમશે. બીરેનભાઈએ એમની જીવની પર કામ કરેલું છે. એમની કલમે લખાયેલો આ નાનો શો અંજલિલેખ, વાચકોની સેવામાં.

— તંત્રી, “નિરીક્ષક”

મુંબઈના ’દોસ્તી બિલ્ડર્સ’ના સ્થાપક, ’સદ્‌ભાવના સંઘ’ના પ્રણેતા કિશનભાઈ ગોરડિયાએ ૬ એપ્રિલ, ૨૦૨૧ની વહેલી સવારે,  ૮૮ વર્ષની વયે વિદાય લીધી. તેમની જીવનસફર બહુ વિશિષ્ટ બની રહી હતી.

ચુનીલાલ ધરમશી ગોરડિયા અને ચંદ્રભાગાબહેનનાં કુલ છ સંતાનોમાં કિશનભાઈ ચોથા ક્રમે હતા. ચાવંડ અને મહુવામાં બાળપણનાં આરંભિક વરસો વીતાવ્યાં પછી પોતાની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર સાથે કિશનભાઈને મુંબઈ આવી જવાનું બન્યું. માતાની તબિયત નરમગરમ રહ્યા કરતી હતી. કિશનભાઈની બાર વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીનો અહેસાસ તેમને તીવ્રપણે થયો. પિતાજીની તબિયત પણ અસ્થિર રહેવા લાગી. કિશનભાઈને જાણ થઈ કે પિતાજીને માથે દેવું થઈ ગયેલું છે.

આ દેવું ચૂકતે થઈ શકે એ માટે કિશનભાઈએ મેટ્રિક પાસ થયા પછી આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. પોતાને માર્ગદર્શન આપે એવું કોઈ હતું નહીં. તેમણે જાતે જ એ નિર્ણય લીધો અને નોકરી શોધવા લાગ્યા. એક સર્જિકલ કંપનીમાં નોકરી મળી.

એ પછી તેમનાં નોકરીનાં ક્ષેત્ર બદલાતાં રહ્યાં. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું, વળી પાછા સર્જિકલ કંપનીમાં આવ્યા. બિલકુલ આ જ રીતે તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સના ક્ષેત્રે આવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો પરિચય ગાંધીસાહિત્ય અને સર્વોદયસાહિત્ય સાથે થતો ગયો અને તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમનો જીવ આ ક્ષેત્ર તરફ પ્રબળ ખેંચાણ અનુભવતો હતો, પણ પારિવારિક  સંજોગો તેમને એ તરફ જતાં રોકતા હતા. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સનું કામ તેમણે સ્વતંત્રપણે શરૂ કર્યું ત્યારે એ ક્ષેત્રે રહેલા ફરજિયાત ભ્રષ્ટાચારનો તેમને ખ્યાલ આવ્યો. એવે વખતે કેદારનાથજીએ તેમને સમાધાન સૂચવ્યું.

એ જ રીતે કિશનભાઈએ સાબુનું એક કારખાનું સંભાળ્યું. જેમ જેમ તે વ્યવસાયના ક્ષેત્રને છોડીને સેવામાર્ગે જવા વિચારતા એમ એવા સંજોગો ઊભા થતા રહ્યા કે તેમણે વ્યાવસાયિક બાબતોમાં ઊંડા ઉતરવું પડતું. ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે વડાલામાં એક જમીન રાખી અને પહેલવહેલું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું. વડાલામાં રહેવા આવી શકાય એવું ત્યારે વિચારી શકાય એમ જ નહોતું, પણ કિશનભાઈએ હિંમત કરી. આ એક એવો પાયો હતો કે જેના પર આખી ભાવિ ઈમારત તૈયાર થવાની હતી. આગળ જતાં કિશનભાઈના પુત્ર દીપકભાઈએ ‘દોસ્તી બિલ્ડર્સ’નું સુકાન સંભાળ્યું અને પોતાની સૂઝ વડે તે મુંબઈના શ્રેષ્ઠ દસ બિલ્ડરોની હરોળમાં બિરાજ્યા.

કિશનભાઈનું ખેંચાણ પહેલેથી સામાજિક કાર્યો પ્રત્યે હતું. તેમણે હવે એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે, સામાજિક કાર્યોમાં તેમનું મુખ્ય લક્ષ્ય નાગરિકોના ઉત્થાન પ્રત્યે વિશેષ હતું. એ અંગેનાં વિવિધ કાર્યો તે કરતા રહ્યા. કટોકટી દરમિયાન અનેક કાર્યકર્તાઓને તે મદદ કરતા રહ્યા હતા. સર્વોદયને લગતી પ્રવૃત્તિઓમાં તે ઘણા સક્રિય રહેતા અને કાર્યકરોના હિતની સતત ખેવના કરતા રહેતા.

૨૦૦૬માં તેમણે ‘સદ્‌ભાવના સંઘ’ની સ્થાપના કરી અને આ કાર્યો માટે નક્કર આયોજન કર્યું.  ‘સદ્‌ભાવના’નો અર્થ કેવળ કોમી સદ્‌ભાવનાને બદલે તેમણે ઘણો વ્યાપક રાખ્યો હતો. એ અનુસાર નાગરિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો તે યોજતા હતા. ‘સદ્‌ભાવના સંઘ’ના મૂળમાં વિનોબાજીએ આપેલી આચાર્યકુળની વિભાવના હતી, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સંકળાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે એ ખ્યાલ મુખ્ય હતો. કિશનભાઈ પોતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરતા હતા, જેમાં પોતે પોતાની સંપત્તિના માલિક નહીં, પણ ટ્રસ્ટી હોવાની ભાવના હતી. પોતાની સંપત્તિ તે સમાજને અર્પણ કરવા ઇચ્છતા હતા અને એ અંગે વિવિધ લોકો સાથે તે અવારનવાર ચર્ચા કરતા. પોતાનો પૂર્ણ સમય તે ‘સદ્‌ભાવના સંઘ’માં જ આપતા હતા. છેલ્લે છેલ્લે શારીરિક વિપરીતતા હોવા છતાં તે ‘સદ્‌ભાવના સંઘ’માં લગભગ નિયમિત આવતા.

છેલ્લાં ચારેક વર્ષથી તેમની જીવનકથાના આલેખન માટે મારે તેમની સાથે ગાઢ સંપર્કમાં રહેવાનું બનેલું. ૨૦૧૬માં તેમની જીવનકથા આલેખવાનું સૂચન વડીલમિત્ર રમેશ ઓઝાએ કર્યું ત્યારે ખુદ કિશનભાઈ પોતાની જીવનકથા લખાવવા બાબતે ખચકાતા હતા. અમે એક મુલાકાત ગોઠવી. એમાં મેં જીવનકથાના આલેખન અંગેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે માન્યા. એ પહેલી મુલાકાતમાં તેમના વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓ મારા ધ્યાનમાં આવી, જે સાચી હોવાની પ્રતીતિ દરેક મુલાકાત વખતે થતી રહી. તેમની વિશ્લેષણ શક્તિ અને મૂલ્યાંકનક્ષમતા એવાં તીવ્ર હતાં કે પોતાની જાતનું પણ એ તદ્દન નિષ્ઠુરપણે વિશ્લેષણ કરતા. તે બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિતપણે બોલતા. કોઈ સવાલનો જવાબ વિસ્તારથી આપતાં તે ફંટાઈ જાય તો તેમને ખ્યાલ આવી જતો અને પછી જાતે જ કહેતા, ’હું બીજી વાત પર જતો રહ્યો, નહીં?’

અમારી કાર્યપદ્ધતિ એવી ગોઠવાયેલી કે અગાઉથી મુલાકાત નક્કી કરીને હું મુંબઈ બે યા ત્રણ દિવસ માટે જતો. બપોરથી સાંજ સુધી તેમની સાથેની વાતચીતનો કાર્યક્રમ વડાલાના ’સદ્‌ભાવના સંઘ’ ખાતે રહેતો. ખરી મઝા એ પછીની હતી. તેમનું નિવાસસ્થાન નેપિયન સી રોડ પર, જ્યારે હું પેડર રોડ પર મારા કાકાને ત્યાં ઉતરતો. આથી સાંજે વડાલાથી તે મને તેમના વાહનમાં લઈને નીકળતા અને સહેજ ફરીને મને પેડર રોડ પર ઉતારીને આગળ વધતા. આ કલાક-સવા કલાક દરમિયાન અમારી વચ્ચે અનેક પ્રકારની નિખાલસ વાતચીત થતી. આને કારણે એક વિશિષ્ટ આત્મીયતા અમારી વચ્ચે થઈ ગયેલી.

તેમની જીવનકથાનું આલેખન ક્યારનું પૂરું થઈ ગયું હતું. ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં ખાસ ત્રણ દિવસ એમણે ફાળવ્યા. આ ત્રણ દિવસ દરમિયાન મેં એમની જીવનકથાનું વાંચન એમની સમક્ષ કર્યું. સાથે વર્ષાબહેન (વિદ્યા વિલાસ) જેવા તેમનાં જૂનાં સાથીદાર ઉપસ્થિત હતાં. એ બેઠકમાં અમે જરૂરી સુધારાવધારા  કરતા ગયા. એક યા બીજાં કારણોસર તેના પ્રકાશનમાં વિલંબ થતો રહ્યો, છતાં અમારો ટેલિફોનિક સંપર્ક ચાલુ હતો.

વચ્ચે તેમની તબિયત લથડી ત્યારે તેમણે ડૉક્ટરને સ્વસ્થતાપૂર્વક પૂછેલું કે પોતાની પાસે કેટલો સમય રહ્યો છે. અમારી વાતચીતમાં તેમણે એક વાર જણાવેલું કે પોતે દોઢ વર્ષનું આયોજન કરેલું છે. આ સમજતાં મને અડધી સેકન્ડ થયેલી અને એ પછી રીતસર એક લખલખું પસાર થઈ ગયેલું. કોઈ માણસ આ હદની હેતુલક્ષિતાથી પોતાના વિશે વાત કરી શકે?

ગયે વરસે કોવિડની સ્થિતિ દરમિયાન ફોન પર અમારી વાતચીત થઈ ત્યારે તેમણે એ જ રીતે કહેલું, ‘મારા બિલ્ડિંગમાં એક પછી એક એમ બે જણનાં મૃત્યુ થયાં. હવે સૌથી મોટો હું જ છું એટલે મારો વારો છે.’ મેં હસીને કહેલું, ‘પુસ્તક પ્રકાશિત કર્યા વિના અમે તમને જવા નહીં દઈએ.’

તેમની જીવનકથાનું શીર્ષક પણ વાતવાતમાં સૂઝેલું. એક વાર અમારી વળતી મુસાફરી દરમિયાન એ કહે, ’આજે ‘ભોમિયા વિના ભમવા’તા મારે ડુંગરા’ કવિતા મેં વાંચી. મને લાગ્યું કે એ કવિતા મને જ લાગુ પડે છે.’ મેં સૂચવ્યું, ’તો આપણે એની પરથી જ શીર્ષક વિચારીએ ને!’ એ રીતે અમે ’ભોમિયા વિના ભમ્યો હું ડુંગરા’ શીર્ષક નક્કી કરેલું. અલબત્ત, આ જીવનકથાનું પ્રકાશન ઠેલાતું રહ્યું હતું.

૨૨ માર્ચે કિશનભાઈને કોવિડ-૧૯ને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોતાનો દેહ સમાજનાં કાર્યો માટે ઉપયોગી બની રહે એ બાબતે સતત સભાન રહેતા કિશનભાઈ અનેક શારીરિક તકલીફોનો સામનો એક યોદ્ધાની જેમ કરતા આવ્યા હતા. પણ આ યુદ્ધ જીવન સાથેનું તેમનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આખરે ૬ એપ્રિલના રોજ વહેલી સવારે તેમણે દેહ છોડ્યો.

તેમનાં પત્ની રસિકાબહેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ સેજલબહેન, પુત્રી સાધનાબહેન, જમાઈ નૈમિષભાઈ અને તેમનાં સંતાનો – એમ સમસ્ત ગોરડિયા પરિવાર કે ‘સદ્‌ભાવના સંઘ’નાં સભ્યો તો ખરા જ, પણ કિશનભાઈના સંપર્કમાં આવ્યાં હોય એવા સહુ કોઈને એક વડીલ-મિત્ર – શુભચિંતક ગુમાવવાની લાગણી કિશનભાઈની વિદાયથી અનુભવાશે.

E-mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 11-12

Loading

સદ્‌ગત અરવિંદ દેસાઈ

ઉત્તમ પરમાર|Opinion - Opinion|15 April 2021

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા ભગવાન બની જવું સહેલુ છે, પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે ..!

અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ સાચા અર્થમાં એવો સમાજસાધના કરનારાને પારકી છઠ્ઠીના જાગતલ જીવન સાધક હતા.

મહાજનીય પરંપરાના, જમણેરી, મૂડીવાદ, મધ્યમ વર્ગીય માનસિકતાવાળા ગુજરાતમાં જો તમે જમીનદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓની અમાનવીય શોષણ મુલક જીવનશૈલીને પુરસ્કૃત કરો અથવા ચલાવી લ્યો તો એ સ્થાપિત વર્ગો તમને દાતા પોતાની સંસ્કૃતિ મુજબ અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ તમારી પાસે કરાવીને તમને મહાન લોકસેવક તરીકે પ્રસ્થાપિત કરીને તમારું દેવતુલ્ય બહુમાન કરી આપે.

પરંતુ જો તમે એ જ જમીનદાર, જાગીરદાર, ઉદ્યોગપતિ, વેપારીને ત્યાં કામ કરતા “શ્રમદેવતાના” શ્રમના આર્થિક સામાજિક મૂલ્ય માટે કે એ શ્રમિકના શ્રમના લઘુતમ વેતન ધારા માટે કે તેના કામના સમય માટે ન્યાયની અપેક્ષા રાખો કે ન્યાય માટે લડત આપો તો આ સ્થાપિત વર્ગો તમને આતંકવાદી, નકસલવાદી કે વર્ગવિગ્રહના પિતા તરીકેનું બહુમાન કરીને તમારું ચારિત્ર્યહનન સાતત્યપૂર્વક કરતા રહે છે. અરે તમારા પર શારીરિક હુમલાઓ કરી કરાવીને હત્યા કરવા સુધીના આયોજન કરતાં હોય છે.

મહાત્મા ગાંધીએ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ અને ભારતીય આઝાદીનું જનવાદીકરણ કરીને પ્રત્યેક વ્યક્તિના સમાન હક અને પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી માટેનું જન આંદોલન શરૂ કર્યું ત્યારે તેમના એ વિચારની અરવિંદભાઈ દેસાઈ અને તેમના પિતાજી છોટુભાઈ દેસાઈ પર એવી અસર પડી કે આ બંને માથાફરેલ બાપ દીકરાઓ અનાવલા મટીને હળપતિ સમાજના પારકી છઠ્ઠીના જાગતલ એવા ‘છોટુ દુબળી’ અને ‘અરવિંદ દુબળી’ બની ગયા.

આજે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજમાં જેટલું પણ આર્થિક-સામાજિક સશક્તિકરણ થયું છે તેનું શ્રેય છોટુભાઈ દેસાઈ, ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈની ત્રિપુટીને જાય છે.

જુગતરામ દવે કહેતા હતા કે મારું વેડછી આંદોલન સફળ રહ્યું છે તેનું સૌથી મોટું શ્રેય ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈના શિરે જાય છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગથી લઈને ડેડિયાપાડા સુધી જે હળપતિ આદિવાસીઓ માટેની આશ્રમશાળાઓની શૃંખલા રચાઈ છે તેનું મહત્તમ શ્રેય અરવિંદભાઈ દેસાઈને જાય છે.

પોતાના જ સ્થાપિત વર્ગના મિત્રો સાથે સહજીવન જીવતા જીવતા હળપતિ સમાજને સામાજ્કિ ન્યાય અપાવવા માટે પોતાના જ મિત્રો દ્વારા અરવિંદ ભાઈને નિ:વસ્ત્ર કરીને મરણતોલ માર મારવામાં આવ્યો હતો છતાં તેની જરા પણ કટુતા ધારણ કર્યા વગર અરવિંદભાઈએ પોતાના મિત્રો સાથે મિત્રતા જાળવીને હળપતિઓને સામાજિક ન્યાય અપાવ્યો છે.

અરવિંદભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના ઉદ્દેશવાળી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લઈને મહાત્મા ગાંધાની કલ્પનાનાં શિક્ષિત બનીને મહાત્મા ગાંધીની કલ્પના મુજબ જ સમાજના સશક્તિકરણ માટે સમર્પિત થઈ ગયા હતા.

આવા હળપતિ સમાજના કલ્યાણ મિત્ર અને રામ મનોહર લોહિયા જેને ‘કજાત ગાંધીવાદી’ કહે છે તેવા મહાત્મા ગાંધીને પ્રિય એવા અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ આપણને અલવિદા કરી ગયા છે.

ચાલો, આપણે સૌ કહેવાતા સંત અને કહેવાતા ભગવાનને રવાડે ચઢવાનું પડતું મૂકીએ અને સાચા અર્થમાં હૃદયપૂર્વક જેના ભાગ્યમાં સામાજિક અને રાજકીય આઝાદીના ફળો નથી આવ્યા તેમની પડખે ઊભા રહીને તેમનું આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણ કરવામાં આપણી જાતને સમર્પિત કરીએ, … આ જ અરવિંદ ભાઈને સાચી શ્રધ્દ્ધાંજલિ.

E-mail : kimeducationsociety@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 12

Loading

...102030...2,1072,1082,1092,110...2,1202,1302,140...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved