ગઝલ – 1
દીવાનાનું દર્પણ છે તું,
છૂટે ના એ સગપણ છે તું.
ભૂથી અદકો ભારે છું ને,
હળવો જાણે રજકણ છે તું.
શબ્દ થકી આવર્યો સંસાર,
અંદર બહાર કણ કણ છે તું.
તારે બાણે વીંધાશે તું,
આહેડી મનની ક્ષણ છે તું.
પળનું રેશમ ચિત્ર છે તું,
એમાં ચિતર્યું ‘હું’ પણ છે તું.
°°°
ગઝલ – 2
તું હજી ડૂસકાય છે, ડૂમાય છે?
શબ્દ કે શાહી તળે સંતાય છે?
માછલી જેવું જ તું પણ તરફડ્યો,
શીદને ધીવર બની ચર્ચાય છે?
એક ખોબો જીવતી તરસે કહ્યું,
જીવ અપરંપાર બસ છલકાય છે.
આ સમયને ખંડમાં તોડ્યા પછી,
ક્યાં કશું પણ કોઈથી જોડાય છે.
એવું તે શું થૈ ગયું ‘નિર્મન’ કહે,
તૂટતાં પહેલાં ત…ડડ તરડાય છે.
તા.12.2.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ., તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()




આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમનાં વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. “ઓરિજિન ઓફ સ્પીસીઝ” તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ ૨૫ શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો .. પરંતુ તેની પાછળ તેમની 20 વરસોની જ્ઞાન અને સંશોધન સાધના હતી. 1859માં “ઓરિજિન ઓફ સ્પીસીઝ” પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો. માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની 1250 નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક “ડિસેન્ટ ઓફ મેન” છે. જે 1871માં પ્રગટ થયું હતું. તે પછીના વરસે “એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ” પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાના પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ –શોક સાથે જણાવે પણ છે.