Opinion Magazine
Number of visits: 10,223,494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખફા છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|28 October 2023

રાતનો પાછલો પ્રહર પણ ખફા છે,

ઝખ્મ પંપાળતી નજર પણ ખફા છે.

કાફિયા મેળવી બરાબર કરી છે,

ખોપરું ઘુમતા કદર પણ ખફા છે.

અવનવી રીત સાવ બેકાર ગઈ છે,

તોડ કરવા છતાં ભ્રમર પણ ખફા છે.

જિંદગાની બબાલ કરતી રહે છે,

જન્મ તારીખ પર ઉમર પણ ખફા છે.

ચાલતાં-ચાલતાં પડ્યો-આખડ્યો છું,

થાકથી હાંફતી ડગર પણ ખફા છે.

e.mail : addave68@gmail.com

Loading

બે ગઝલ

"પ્રણય" જામનગરી|Poetry|28 October 2023

* આપી જૂઓ  

શાંત મનને એ કસક આપી જૂઓ,

ક્ષણ ફકત એક આક્રમક આપી જૂઓ.

સ્વપ્નમાં તો સ્વપ્નમાં કોઈક વાર,

આપની, ગમતી ઝલક આપી જૂઓ.

પૃથ્વી આ પરિમલસભર દઇશું કરી,

દિલથી ક્ષણ એક દિલધડક આપી જૂઓ.

તૃણવત્ સમજી નહીં સ્પર્શું ય એ,

આપ આખ્ખી યે ખલક આપી જૂઓ.

મૌજ-મસ્તી એ પછી પણ બરકરાર;

ના ફકત મિલન તલક આપી જૂઓ.

સત્તા-સંપત સહુને અર્પણ; બસ ! મને,

મૌજ-મસ્તીનું મલક આપી જૂઓ.

સહુ મજા ભૂલી જશો વાસંતી પણ,

પાનખરને એક તક આપી જૂઓ.

બંધ પિંજરમાં ‘પ્રણય’ ક્યાંથી ઉડે ? 

ઊડવા ખુલ્લું ફલક આપી જૂઓ.

તા. ૦૯ /૧૦ /- ૦૭-૨૦૨૨  

=+=+=+

* કમ નથી 

રામ કોʼક જ છે ! ને રાવણ કમ નથી,

સિંહ જેવો ફક્ત એક જણ કમ નથી.

તારો અસલી ચહેરો જોવો હોય તો,

તારી આંખો સામે દર્પણ કમ નથી.

કોʼક શબ્દો થઇ શકે ગમતી ગઝલ,

ફૂલને ખીલવાને આંગણ કમ નથી.

હો ભલે નાનકડો એવો શેર એ,

કિન્તુ એમાં પણ મથામણ કમ નથી.

કઇ અદાથી તું બચી શકવાનો છે ? 

એની પાસે રૂપ-કામણ કમ નથી.

છેડી જૂઓ એની પથ્થરતા અહીં,

કાળમીંઢો માંહે રણઝણ કમ નથી.

સાંત્વન એ વાતનું છે કે ‘પ્રણય’,

જીવવા માટેના કારણ કમ નથી.

તા. ૧૯/૨૦/-૦૭-૨૦૨૨

Loading

સનાતનવિમર્શ 

ભરત મહેતા|Opinion - Literature|28 October 2023

અને છેલ્લે……

ભરત મહેતા

આજકાલ માધ્યમોમધ્યે સનાતન શબ્દની બોલબાલા છે. સનાતન એક જ ધટના છે અને તે છે પરિવર્તન. વસ્તુજગતમાં પરિવર્તન નરી આંખે ભાળી શકાય છે, પરન્તુ ભાવજગતમાં આવતું પરિવર્તન નરી આંખે ભાળી શકાતું નથી તેથી ઘણીવાર સનાતનનો ભાસ ઊભો થાય છે. ભારત, ભારતીયતા અને ભારતીય સાહિત્ય સંદર્ભે આ વિચારી શકાય તેમ છે.

પ્રાચીનકાળથી આજલગી સાહિત્યમાં સતત પરિવર્તન આવ્યું જ છે. એ પરિવર્તન પાછળ જીવન પ્રત્યે બદલાયેલો દૃષ્ટિકોણ જવાબદાર છે. ભારતીયતાનું પણ એવું જ છે. છતાં ભારતીયતાનો, કહો કે ઓળખનો વિમર્શ ૧૯મી સદીમાં કેન્દ્રમાં આવ્યો. પુન: આજે એનો સળવળાટ જોવા મળે છે. બેઉ વચ્ચે શું સામ્ય છે ? શું ભેદ છે તે વિચારી શકાય. ગાંધીજીએ ‘હિંદસ્વરાજ’ (૧૯૦૭) લખ્યું એ ઓળખની મથામણ જ હતી. છતાં એ વખતે એમને ભારતનો વાસ્તવિક પરિચય ન હતો. પરિણામે એમના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને ‘હિંદસ્વરાજ’ હજુ અપૂર્ણ લાગી હતી. ‘હિંદસ્વરાજ’માં જે પ્રશ્નોનો નામોલ્લેખ પણ નથી એ પ્રશ્નો જ પછીથી એમની વિચારણાના કેન્દ્રમાં રહ્યાં. સ્ત્રીઓની સ્થિતિ, અસ્પૃશ્યતા અને કોમવાદ આ ત્રણ પ્રશ્નો એ હતા. આનો એક ચિંતક સંદર્ભે મેં માત્ર ઉદાહરણ આપને આપ્યું. આજે તો ક્યારેક સ્થિતિ એવી ગંભીર જોવા મળે છે કે શું આપણે દયાનંદ સરસ્વતીને, ‘સત્યાર્થપ્રકાશ’ને સહી શકીશું ખરાં ? કર્મકાંડ, જ્યોતિષનો એમાં પ્રચંડ વિરોધ છે.

ભારતીય સંસ્કૃતિમાં બુદ્ધનો પ્રવેશ એ સનાતન સામેનો પ્રથમ વિદ્રોહ હતો. સનાતનના નામે વર્ચસ્વવાદીઓ જો હાંસિયામાં રહેલાં વર્ગ, વર્ણને કનડતા હોય તો એનો વિરોધ થવાનો જ. જે થયો. બુદ્ધની વિચારણા ભારતભરમાં તેમ જ ભારત બહાર પ્રસરી હતી. એવું બીજું ઉદાહરણ ભક્તિઆંદોલન છે. મુસ્લિમ સત્તાના આગમને રાજ્યાશ્રિત લેખકવર્ગ મુક્ત થઈ ગયો ! બીજી તરફ મુસ્લિમ સત્તા પણ હતી તો સામંતી સત્તા જ પરન્તુ જાતિપ્રથામુક્ત વિચારણા હતી તેથી સમાજના વંચિતોએ આકર્ષણ પણ અનુભવ્યું. સહુથી મોટું પરિવર્તન એ થયું કે રાજસત્તા અને ધર્મસત્તાનો જે અકાટ્ય ભેદ હતો એ દૂર થતાં ધર્મનું જે સ્વરૂપ ટીકાપાત્ર હતું એની ટીકા કરવાનો હવે સર્જકોને લેશમાત્ર ડર ન રહ્યો. અઢારેય વર્ણમાંથી સર્જકોનો ‘વિસ્ફોટ થયો !  જેના પરિણામે મીરાં, કબીર, તુકારામ, નાનક, બસવેશ્વર, અખો આ કામ કરી શક્યા. નિતાંત સાદું જીવન અને પ્રજા સાથેનું તાદાત્મ્ય હોવાથી એમને જરા ય આંચ ન આવી. મીરાંને ઝેર દેવું સહેલું ન હતું. બાકી આ સર્જકોને જો આજે લખવાનું થાય તો વાતાવરણ એવું છે કે કદાચ વિરોધ થાય.

આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ એ છે કે સમાજના બૌદ્ધિકો, શિક્ષિતોના એક વર્ગને સંસ્થાનકાળથી કેવળ ભારતની ટીકા કરવાનું જ ફાવ્યું છે, બીજા વર્ગ એવો છે કે જેમને ભારતનો પૂજાપાઠ કરવા સિવાય કશું જ ફાવતું નથી. આ બે અંતિમો વચ્ચે સર્જકઊર્જા જ રસ્તો કાઢી શકે. મારી દૃષ્ટિએ ‘ગોરા’ નવલકથા એ આનો પ્રત્યુત્તર છે. ભારતને પ્રચુર ચાહવાની પહેલી શરત છે પણ હવે સ્ત્રી કે દલિત સંદર્ભે, અજ્ઞાનતા સંદર્ભે ચૂક ચાલી શકે નહીં. એમની એક વાર્તા ‘અનાધિકાર પ્રવેશ’ પણ આજે વાંચવા જેવી છે. મંદિરમાં ડુક્કર ધુસી જતા હોબાળો થયો. બધા ડુક્કરને મંદિર અપવિત્ર કર્યા બદલ મારી નાખવા તત્પર થાય. મંદિર સાચવતી સાધ્વીએ ડુક્કર મારી નાંખવાનો વિરોધ કર્યો તો સાધ્વી પ્રત્યેનો બધાનો આદર ઝાકળની જેમ ઉડી ગયો ! મંદિરની ભ્રષ્ટતા અંગે સાધ્વી બેદરકાર છે એમ કહીને સહુ થુ થુ કરે છે. શું આ ભૂંડ રૂપક નથી ? મંદિરમાં કોનો પ્રવેશ વર્જિત હતો ? આજે ખાલી ગણેશના પંડાલમાં અસ્થિર મગજનો વિધર્મી પ્રસાદ લેવા આવ્યો અને મરણતોલ પ્રસાદી અપાઈ! એવા સમાચાર મેં વાંચ્યા ત્યારે ટાગોરની આ વાર્તા ફરી યાદ આવી. ‘ભારતતીર્થ’ કવિની એ  કલ્પનાનું ભારત છે. એમના પછી સર્જકતામાં આવો ભારતવિમર્શ, જમીનસરસો, આકાશ કુસુમવત્ નહીં એવો, શરદબાબુ અને પ્રેમચંદજીમાં જોવા મળ્યો છે. ‘પલ્લીસમાજ’ ગાંધી આગામન પૂર્વેનું સર્જન છે, એક વાર એમાંથી પસાર થાવ તો ભારતીયતાની પ્રચંડ તાકાત અને નિર્બળતા બેઉનું દર્શન થશે. પ્રેમચંદજીએ આ કામ ‘ગોદાન’માં કર્યું છે. એ પછી રેણુના ‘મેલા આંચલ’માં એ પરંપરા આગળ ચાલી છે. આજે વિકાસના તળે કચડાતાં આદિવાસીને જોતાં કાનજી પટેલ કે રણેન્દ્ર જેવાં લેખકો ભારતને અપાર ચાહે છે એનું જ ઉદાહરણ છે.

સૂત્રોચ્ચારોમાં કચકચાવીને ભલે જે કાંઈ ઉછળતું હોય એ ઉછળે એના પર આપણો કાબૂ સંભવ નથી પરન્તુ સર્જકોનું કામ છે પ્રજાને અપાર સ્નેહપૂર્વહ અકુંઠિતપણે, નિર્મમતાથી સત્યનું દર્શન કરાવવું. જે ભાષામાં ગોવર્ધનરામ જેવા નવલકથાકાર છે એ ભાષાના સર્જક પાસે આજે આવી અપેક્ષા રાખવી જરા ય વધુ પડતી નથી.

સૌજન્ય : ભરતભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0611,0621,0631,064...1,0701,0801,090...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved