તા.8 જાન્યુઆરીના રોજ સાહિત્ય પરિષદના એક પરિસંવાદમાં અજય ઉમટ/ Ajay Umat, દીપક સોલિયા/Dipak Soliya અને પ્રકાશ ન. શાહે/ Prakash N. Shah આપેલાં પ્રવચનની ઓડિયો લિન્ક.
દીપક સોલિયાનું પ્રવચન : http://www.hark.com/clips/flwphfvmwt-dipak-soliyas-lecture-on-columns-in-gujarati-medi
પ્રકાશ ન. શાહનું પ્રવચન : http://www.hark.com/clips/bjpydtzsmm-prakash-n-dot-shahs-lecture-on-guajrati-media-and-journalism
અજય ઉમટનું પ્રવચન : http://www.hark.com/clips/pzqymmkwnf-ajay-umats-lecture-on-guajrati-media-and-journalism
(હાલ 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં વરિષ્ઠ હોદ્દો ધરાવતા અને અગાઉ 'દિવ્ય ભાસ્કર'ના સ્ટેટ એડિટર રહી ચૂકેલા અજય ઉમટે કેટલીક એવી વાતો કરી, જે સામાન્ય રીતે કરવામાં આવતી નથી. માટે, તેમના પ્રવચનના કેટલાક અગત્યના અંશોનું શબ્દાંકન પણ અહીં મૂક્યું છે. વધુ રસ ધરાવતા કે ખરાઇ કરવા ઇચ્છતા સૌ પ્રવચનની ઓડિયો લિન્ક સાંભળી શકે છે. રેકોર્ડિંગઃ બિનીત મોદી)
અજય ઉમટ/Ajay Umat
કોઈ મને પૂછતું હતું કે છાપામાં સાચું શું આવે છે? મેં કહ્યું, તારીખિયું, વર્તારો, હવામાન સમાચાર, ક્રિકેટનો સ્કોર, અવસાનનોંધ એટલું સાચું. બાકીનું તમારે વિવેકબુદ્ધિ વાપરીને નક્કી કરવાનું.
પત્રકાર વિધાયક પરિબળ કેમ બની શકે?- પહેલી ત્રણ જાગીરો ટોટલ ફ્લોપ ગઇ છે. એક્ઝિક્યુટીવ ટોટલ કરપ્ટ. લેજિસ્લેચરમાં તમે પાર્લામેન્ટમાં કદી સિરીયસ ડીબેટ સાંભળી? ગુજરાતમાં તો સુખ છે. વર્ષમાં 32 દિવસથી વધારે વિધાનસભા ચાલતી જ નથી. એટલા માટે કે એ વૈધાનિક જરૂરિયાત છે. 28 દિવસ બજેટનું સેશન. ચાર દિવસ સેકન્ડ સેશન. એમાંથી એક દિવસ અવસાનનોંધ-શ્રદ્ધાંજલિમાં. બાકીના બે દિવસ વિરોધપક્ષના નેતાને સસ્પેન્ડ કર્યો હોય એમાં જતા રહે અને છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોઇ દિવસ કોઇ હાજર હોતું નથી. કારણ કે ડીબેટ કે વોટિંગ થતું નથી. લેજિસ્લેચર ઇઝ રીડ્યુસ્ડ ટુ ફીશમાર્કેટ..
જ્યુડિશ્યરી વિશે જાહેરમાં બોલાય એવું નથી. પણ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં ગુજરાત હાઇકોર્ટના 32માંથી 31 જજીસે પ્લોટો લીધા ગુજરાત સરકાર પાસેથી પ00 રૂ. ચોરસ મીટરના ભાવે, એટલે નેનો કરતાં પણ ઓછા ભાવે, એ સમાચાર કોઇ છાપાએ છાપ્યા નથી, ઇન્ક્લુડિંગ માય ન્યૂઝપેપર. કારણ કે એમની વિરુદ્ધ કોણ પડે? વણલખી આચારસંહિતા છે કે જ્યુડિશ્યરીની ટીકા કરવી નહીં. તમને પાસ ન મળે અને એ લોકો પ્રેસિડેન્ટ બોક્સમાં બેઠા હોય તો પણ તમારે ચૂપ રહેવાનું. જજીસ વિશે કંઇ બોલવાનું નહીં, એટલે હું પણ નથી બોલતો.
રહી ચોથી જાગીર એ આપણી પત્રકારત્વની છે. એ વિધાયક પરિબળ એટલા માટે છે કે તેમાં કોમ્પીટીશન આવી છે. દસ વર્ષ પહેલાં માત્ર બે છાપાં હોય ને ઉપલા લેવલ જ મેનેજ થઇ જતું હોય તો વીસ પત્રકારોને કે પ્રોફેશનલ તંત્રીઓને કોઇ ગણતું ન હતું. બે છાપાંના માલિકો સચવાઇ જાય એટલે બધું સચવાઇ જતું હતું.
અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વ. મને લાગે છે કે મોટામાં મોટો તફાવત એ છે કે હુ સેટ્સ ધ એજન્ડા? આઇ થીંક ઇંગ્લીશ ન્યૂઝપેપર્સ આર સેટિંગ એજેન્ડા. પછી એ રાયટ્સ હોય, એન્કાઉન્ટર હોય, ડીબેટ, ડીસેન્ટ હોય, રાઇટ ટુ ઇન્ફર્મેશન હોય કે બળાત્કાર હોય. વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીએ સ્ટડી કર્યો હતો. એણે કહ્યું કે 10,329 સે.મી. જગ્યા દિલ્હીની પીડિતાને મળી છે. ગુજરાતના ટોટલ બળાત્કાર જે થયા તેનું કવરેજ 2 હજાર સે.મી. પણ નથી. ઇંગ્લીશ ચેનલમાં આવ્યું, ઇંગ્લીશ ન્યૂઝપેપરમાં આવ્યું એટલે અહીં આવે છે.
ગુજરાત રાયટ્સ વખતે ઇટ બીકેમ ઇંગ્લીશ ન્યૂઝપેપર્સ વર્સીસ ગુજરાતી ન્યૂઝપેપર્સ, ઇંગ્લીશ ચેનલ્સ વર્સીસ ગુજરાતી ન્યૂઝપેપર્સ. ગુજરાતનું ગૌરવ. તમે જો રાયટ્સની ટીકા કરો એટલે તમે ગુજરાતવિરોધીઓ થઇ ગયા. હકીકતમાં રાયટ્સની પાછળ જે ઇશ્યુઝ હતા તે વિશે કોઇએ કોઇ દિવસ ચર્ચા કરવાની તસ્દી લીધી ન હતી. આજે પણ નથી લેતા. આજે પણ એવું માનવામાં આવે છે કે એના વિશે ના બોલો તો સારું.
એન્કાઉન્ટરની ચાર્જશીટો હવે ખુલે છે – સાદિક જમાલ કેસ, સોરાબુદ્દીન-કૌસરબી કેસ- ત્યારે ખબર પડે છે કે દાઉદ ઇબ્રાહિમે મુંબઇ પોલીસને કહીને આઉટસોર્સિંગનું કામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યું હતું. દાઉદને જે નહોતા ફાવતા એ બધાનાં એન્કાઉન્ટર ગુજરાતમાં કરવામાં આવતાં હતાં. અને એમાં આઇબી પણ ઇન્વોલ્વ્ડ હતું, મુંબઇ પોલીસ પણ ઇન્વોલ્વ્ડ હતી ને બધા જ લોકો ઇન્વોલ્વ્ડ હતા. ઇટ ઇઝ નથિંગ બટ એન આઉટસોર્સિંગ જોબ ડન બાય દાઉદ, સિટિંગ ઇન દુબઇ ઓર પાકિસ્તાન- ક્યાં છે એ તો જાવેદ મિંયાદાદને ખબર હોય. કારણ કે આપણી પોલીસને ખબર નથી. એ આઉટસોર્સિંગનો જોબ આટલા વર્ષે ખુલ્યો, પણ તમે એવું માનો છો કે અમને પત્રકારોને આ વિશે ખબર નહોતી? વી ઓલ વેર નોઇંગ. એટલીસ્ટ એટલા સોર્સીસ તો અમારા પણ હતા ક્રાઇમ બ્રાન્ચમાં અને હોમ ડીપાર્ટમેન્ટમાં. વી ઓલ હેડ એક્ટેડ લાઇક સ્ટેનોગ્રાફર્સ. વણઝારાસાહેબ જે ડીક્ટેટશન આપે એ બધા જ લખતા હતા. એટલા માટે કે સામેના પક્ષે કોઇ બોલવા તૈયાર ન હતું. બોલે તો કોઇ સાંભળવા તૈયાર ન હતું. (આ ‘વી’માં સન્માનજનક અપવાદ હતો પ્રશાંત દયાળ- સં.) કાં તમે એવું માનો કે તમે આતંકવાદીની તરફેણમાં આવી ગયા છો કાં તમે કોની તરફેણ કરી રહ્યા છો.
સીમીલરલી ડીબેટનું કલ્ચર ગુજરાતમાં નર્મદા યોજના થવાની હતી ત્યારથી, પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ, કેનાલ અફેક્ટેડ પીપલ..પ્રકાશભાઇ બરોડામાં હતા ત્યારે એમને યાદ છે કે ઘણી બધી ચર્ચા ત્યારે થતી. પણ એક તબક્કા પછી ચીમનભાઇ પટેલે ગુજરાતની અસ્મિતાના નામે..આજે પણ એ ચાલે છે. ચીમન પટેલ છોટા સરદાર હતા, આજે મોદીસાહેબ છોટા સરદાર થઇ ગયા છે. પ્રકાશભાઇ ત્યારે મજાકમાં એવું કહેતા હતા કે જો સરદાર ચીમનભાઇ પટેલ પછી જન્મ્યા હોત તો લોકો એને શું કહેત? છોટે ચીમન. આજે એ કદાચ છોટે મોદી કે છોટે અડવાણી બની જાય.
નર્મદા યોજના 1961માં પાયો નાખ્યો. આજે 2013ની વાત કરું છું. હજુ પણ મોદી સરકારના શાસનમાં નર્મદા યોજનાનું 8 હજાર કિલોમીટરનું કેનાલ, સબકેનાલ, માઇનર, સબ માઇનર એટલું કામ થયું છે. એથી અગાઉ કોંગ્રેસ અને કેશુભાઇના શાસનમાં લગભગ 12 હજાર કિલોમીટરનું કામ થયું હતું. બાબુભાઇ જશભાઇ પટેલ, સનત મહેતા એ કક્ષાના લોકો – ખૂબ રસ લીધો હતો એને કારણે કામ થયું હતું. હજુ 64 હજાર કિલોમીટરનું કામ બાકી છે. અને આ સ્પીડે જો પ્રોજેક્ટ ચાલે તો બીજાં 17 વર્ષ સુધી પ્રોજેક્ટ પૂરો થાય એમ નથી. નર્મદા યોજના કુલ 9 મિલિયન એકર ફીટ પાણી મળે એવું છે ને આપણા મોદીસાહેબે 27 મિલિયન એકર ફીટ (પાણી)ની વહેંચણી કરી નાખી છે.
આજના છાપાઓમાં લખાય છે કે સૌરાષ્ટ્રના તમામ ડેમ સુકાઇ ગયા છે. આ (દીપક) કહે છે ને કે અર્બન મિડલ ક્લાસ. મોદીસાહેબ એને નીઓ મીડલ ક્લાસ કહે છે. એ જ એના મતદારો છે. અમરેલીમાં શું થાય છે..વિશ્વ હિંદુ પરિષદે બહુ સારી ટીકા કરી છે કે જો ખરેખર વિકાસ થયો હોત તો 12 ટકા એગ્રીકલ્ચરલ ગ્રોથ કરનાર દિલીપ સાંગાણી કૃષિમંત્રી તરીકે હારી ન જાત. એ અમરેલીમાં હારી ગયા. જો નેનો પ્રોજેક્ટ સક્સેસ સ્ટોરી હોત તો સાણંદમાં ભાજપ ન હારી ગયું હોત. જો જયનારાયણ વ્યાસે હેલ્થ મિનિસ્ટર તરીકે સારું કામ કર્યું હોત તો એ સિદ્ધપુરમાં હારી ન જાત. ફકીર વાઘેલાએ સામાજિક અને ન્યાય અધિકારિતા તરીકે સારું કામ કર્યું હોત તો એ વાવ-થરાદમાં હારી ન જાત અને હોમ મિનિસ્ટરે ખરેખર સારું કામ કર્યું હોત તો એ હિંમતનગરમાં હાર્યા ન હોત. અને ભારતીય જનતા પાર્ટી જો ખરેખર આટલી સારી પાર્ટી ચાલતી હોત તો પાર્ટીના પ્રેસિડેન્ટ જામનગર જિલ્લામાં હાર્યા ન હોત. પણ એ વીએચપી કહે તો શોભાસ્પદ છે. કારણ કે એ એમને ગઝની પણ કહે છે અને ગદ્દાર પણ કહે છે કે તમે આ ઓડના લોકોને કેમ છૂટ આપી. કારણ કે એ તેમને વધારે સારી રીતે ઓળખે છે…
ચર્ચાનો વિષય એ નથી. ચર્ચાનો વિષય એ છે કે આપણે ત્યાં ડીબેટનું કલ્ચર નથી. પછી એ એક્સપ્રેસ હાઇ વે બનવાનો હોય, નર્મદા યોજનાની વાત ચાલતી હોય, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કોણ બનાવે છે, દિલ્હી-મુંબઇ ફ્રેટ કોરિડોર કોણ નક્કી કરે છે, ગુજરાતમાં ન્યુક્લિઅર પાવર સ્ટેશન બનવું જોઇએ કે નહીં, કઇ જગ્યાએ ફેક્ટરી—મને યાદ છે, ડોક્ટર કનુ કલસરિયા સીએમ ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે રીતસર એમની આંખમાંથી આંસુ વહેતાં હતાં. મેં એમને પૂછ્યું, શું થયું? ત્યારે એમણે કહ્યું, ‘મને સાહેબે એવું કહ્યું, તમે મેધા પાટકરની પુરૂષ આવૃત્તિ છો. તમે નિરમા પ્રોજેક્ટનો વિરોધ શું કામ કરો છો? મેં કહ્યું કે હું માત્ર એટલી રજૂઆત કરવા ગયો હતો કે જે જગ્યાએ તમે પ્લાન્ટ બનાવો છો એ પ્લાન્ટની માટે ના માટે એ જગ્યા યોગ્ય નથી.’ ત્યારે એમને એ બિરૂદ આપવામાં આવ્યું. પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં ડીબેટનું કલ્ચર નથી. એટલે પત્રકારત્વ એ વિધાયક પરિબળ ચોક્કસ છે, પણ એને ડીબેટનું પરિબળ એન્કરેજ કરવાનો કોઇ અધિકાર નથી અથવા એના માટેની મોકળાશ નથી.
ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન બનતો હોય કે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન બનતો હોય કે ગિફ્ટ સિટી બનતું હોય તો ત્યાં ખરેખર લાભાર્થીઓ કેટલા છે અને આસપાસમાં રહેતા લોકોને કેટલું નુકસાન થાય છે એના વિશે કોઇ ચર્ચા પણ કરવા તૈયાર નથી. ક્લાસિક એક્ઝામ્પલ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં એ છે કે આપણે ત્યાં 12 હજાર રાઇટ ટુ ઇન્ફર્મેશન એપ્લિકેશન પેન્ડિંગ છે. અને એમાં એવી એક સે બઢકર એક ચુનંદા એપ્લિકેશન્સ છે કે જેનો તમને અંદાજ પણ ન આવી શકે.
એક એપ્લિકેશન એવી છે કે નેનો પ્રોજેક્ટને ગુજરાત સરકારે શું રાહત આપી? એનો છેલ્લે ચીફ ઇન્ફર્મેશન કમિશનરે એવું કહીને નિકાલ કર્યો કે આ ટ્રેડ સિક્રેટ છે. એટલા માટે માહિતી ન મળે. હવે વાસ્તવિકતા એ છે કે નેનો પ્રોજેક્ટ માટે 1100 એકર જમીન 900 રૂ.ના ભાવે આપવામાં આવી. પ્લસ 100 એકર બીજી વધારાની જમીન એન્સીલીઅરી યુનિટ્સ માટે આપવામાં આવી. પ્લસ એને બીજી વધારાની 100 એકર જમીન પોલ્યુશન ડમ્પ કરવા માટે આપવામાં આવી. એને એગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે સ્ટેમ્પ ડ્યુટી માફ. કોઇ સર્વિસ ટેક્સ નહીં લેવામાં આવે. 9760 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન 20 વર્ષના મોરેટોરિયમ પીરિયડથી 0.1 ટકાના દરે આપવામાં આવી છે. એટલું જ નહીં, સિંગુરથી સાણંદ નેનો પ્લાન્ટ પ્રોજેક્ટ આવે એ માટેનો સરકારે 750 કરોડ રૂ. રિલોકેશન ચાર્જ પણ ભરી દીધો છે. નેનો જ્યાં બને ત્યાંથી દિલ્હી મુંબઇ ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને હાઇ વે સુધી ટુ લેન અને ફોર લેનના રોડ બાંધી આપવાની પરવાનગી આપવામાં આવી છે અને એથી પણ વિશેષ લખવામાં આવ્યું છે કે ગુજરાતના યુવાનોને રોજગારી નહીં આપવાની તમને છૂટ આપવામાં આવે છે. આ બધું જ પબ્લિક ડોમેઇનમાં છે, છતાં પણ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં મળતું નથી. એટલા માટે કે સરકાર એવું માને છે કે એ ટ્રેડ સિક્રેટ છે…
બીગેસ્ટ ચેલેન્જ ગુજરાતી જર્નાલિઝમ સામે છે તે એ કે એક તો પેઇડ ન્યૂઝ કલ્ચર છે. અને જે લોકો દાવો કરે છે કે અમે પેઇડ ન્યૂઝમાં નથી માનતા એ એટલા કરે છે કે તેમનું પ્રી-પેઇડ મેનેજમેન્ટ થયેલું છે. સેકન્ડ પ્રોબ્લેમ એ છે કે જે ઓપિનિયન્સ અને આર્ટિકલ્સ આવે છે તે જનરલી મેન્યુફેક્ચર્ડ થઇને આવે છે. પછી એપ્કો એજન્સી લખી આપતી હોય કે કોઇ પીઆર એજન્સી લખી આપતી હોય કે નિવૃત્ત તંત્રીઓ લખી આપતા હોય.
હું છેલ્લાં પાંચ વર્ષમાં એટલી નવી ટર્મિનોલોજી, દૃષ્ટિબહેન, શીખ્યો છું..લોબીઇંગ તો આપણે સમજ્યા, અમુક લોકો કહે કે હું ‘મીડિયા ઇન્ટેલિજન્સ’ના જોબમાં છું. મેં કહ્યું, ‘એટલે શું?’ એટલે કહે, ‘બધી તમારી માહિતી અમારે આપવાની સાહેબને. અમને એનું પૂરું વળતર મળે છે.’ અમુક લોકો જે પ્લાન્ટિંગ સ્ટોરી કરવાના જ (કામમાં) છે. અમુક લોકો મીડિયા એજ્યુકેશનમાં છે. એટલે કે આ દીપકભાઇને જઇને સમજાવી આપવાનું કે એમાં ખરેખર લાભ આટલા છે, ગેરલાભ આટલા છે. મને આવીને બ્રીફ આપી જાય. કોઇ અજાણ્યા નામેથી મારી પર ઇ-મેઇલ આવી જાય અને તેમાં કમ્પ્લીટ ડીટેઇલ્સ હોય…
પર્સનલી મને લાગે છે કે મીડિયા ઇઝ નોટ બાયસ્ડ. મીડિયા ઇઝ ફેસિંગ ક્રેડિબિલિટી ક્રાઇસિસ… લોકો નક્કી કરી જ લે છે કે બે દિવસ ને ત્રણ દિવસ સ્ટોરી આવે એટલે હજુ આનું સેટિંગ નથી થયું. અધરવાઇઝ… અને એનું કારણ ન્યૂઝપેપર ઇકોનોમિક્સ પણ છે.
મુંબઇમાં 600 કરોડ (રૂ.)નું એડ રેવન્યુ હોય તો તેમાંથી 475 કરોડ રૂ. માત્ર અંગ્રેજી છાપાં ખાઇ જાય છે. બાકીના 50 કરોડ ચેનલો ખાઇ જાય છે. 75 કરોડમાંથી ગુજરાતી છાપાં, મરાઠી છાપાં, હિંદી છાપાંએ જો પોતાનો મેળ કરવાનો હોય તો એ કઇ રીતે પોતાનું ઇકોનોમિક્સ સેટ કરી શકે?
બીજું કે, ગુજરાતી અને મરાઠી કે હિંદી કે લેંગ્વેજ છાપાંની મર્યાદા એ છે કે વગર લેવેદેવે 33 ટકાનો ભાગીદાર તો તમારો હોકર થઇ જાય છે. બે રૂ.નું છાપું હોય તેમાંથી 33 ટકા હોકરને આપી દેવાના. પ્લસ એડવર્ટાઇઝમેન્ટ યિલ્ડ ઇઝ નોટ વેરી હાઇ. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પર કોલમ સેન્ટિમિટર 5,500 રૂ. હોય તો દિવ્ય ભાસ્કરમાં એ 900 રૂ. હોય અને એમાં પણ 80 ટકા ને 40 ટકા ને એવું ડિસ્કાઉન્ટ ચાલતું હોય, વીચ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ નેવર કોમ્પ્રોમાઇઝ. બટ ગુજરાતી ન્યૂઝપેપર્સ, બીકોઝ ઓફ કોમ્પીટીશન, ધે હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. પ્રોડક્શન કોસ્ટ ઓફ ન્યૂઝપેપર ઇઝ વેરી હાઇ. બે રૂપિયામાં જે છાપું વેચાય છે તેની પ્રોડક્શન કોસ્ટ 8 થી 9 રૂ. છે. તેમાં હોકરને 33 ટકા આપી દેવા પડે છે. એડમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. ન્યૂઝ પેપરના ભાવ વધે છે. ડોલરની પેરિટી જે છે – કારણ કે તમે બધું ઇન્વેસ્ટમેન્ટ ડોલરમાં કર્યું હોય. એ કોસ્ટ વધે એને કારણે ફટ લઇને પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે. એક ડોલર દીઠ એક રૂપિયાનો વધારો થાય તો ન્યૂઝપેપરની એક મહિનાની પ્રોફિટેબિલીટીમાં એક કરોડ રૂ.નું નુકસાન થાય. આ એક સિમ્પલ મેથેમેટિક્સ છે- જો તમારું સર્ક્યુલેશન દસ લાખ કે વધારે કોપી હોય તો.
એને કારણે રિજનલ ન્યૂઝપેપર્સનો પ્રોબ્લેમ છે કે ધે હેવ ટુ કોમ્પીટ વીથ એવરીબડી. વિથ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ, વિથ ચેનલસ્, વિથ હોર્ડિંગ્સ..એને કારણે પ્રોફિટેબિલિટી મેનેજ નથી અને એને કારણે એને આઉટ ઓફ ધ વે જઇને કોમ્પ્રોમાઇઝ કરવાં પડે છે. એ કેવાં હોય છે?
એડવર્ટાઇઝમેન્ટની પણ એક લિમિટ હોય છે. 1600 સે.મી.ના છાપામાં તમે 800 સે.મી.થી વધારે એડ તો ન જ છાપી શકો. પછી તમે શું કરો? પછી તમે એડવર્ટોરિયલ છાપો, સ્પેશ્યલ સપ્લીમેન્ટ છાપો…રૂપર્ટ મર્ડોકને એક વખત એક પત્રકારે સવાલ પૂછ્યો કે વોટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ? એણે બહુ સરસ જવાબ આપ્યો કે ધ બિગેસ્ટ ચેલેન્જ ફોર ધ ન્યૂઝપેપર્સ ઇન ફ્યુચર ઇઝ ટુ હેવ બ્રિજ બિટવિન ડિજિટલી ડિવાઇડેડ પીપલ…
અનધર પ્રોબ્લેમ વિચ રીજનલ પેપર્સ આર ફેસિંગ- દિવ્ય ભાસ્કરનું સર્ક્યુલેશન દસ લાખ થઇ જાય એથી માલિકોને સંતોષ નથી થતો. કારણ કે ત્યાર પછી પણ જાહેરખબર એટલી આવે છે કે નહીં. એડ આવે છે તો કયા ક્લાસની આવે છે. સર્ક્યુલેશન દસ લાખ કોપી છે નદીની પેલી બાજુ નથી જોઇતું. નદીની આ બાજુ જોઇએ છે. સેટેલાઇટનો રીડર આપણું છાપું વાંચે છે કે નહીં. નવરંગપુરાનો રીડર આપણું વાંચે છે કે નહીં. જજિસ બંગલો રોડ પર આપણી કેટલી કોપી જાય છે?..એ લોકો કહે છે કે આપણું છાપું સોશ્યો-ઇકોનોમિક કેટેગરી ‘એ’માં વંચાવું જોઇએ. બી, સી અને ડી નહીં જાય…. જો બાપુનગરમાં છોકરી પર બળાત્કાર થાય તો મને ઉપરથી સૂચના મળે છે, ‘યાર, છોડ દો. વો ફાલતુ બલાત્કાર હૈ. ઉસમેં મત પડો. સેટેલાઇટમેં બલાત્કાર હો તો કરવાઓ. ઉસકો બઢિયા કવરેજ દે દો. મર્ડર જો હૈ વો વસ્ત્રાપુરમેં હોના ચાહીએ.ધેન ઇટ્સ ન્યૂઝ. વહાં કોઇ મર ગયા તો ઠીક હૈ, કોઇ નહીં પઢતા.’ હું ને પ્રકાશભાઇ તો આ સ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યા છીએ…
ક્રોની કેપિટાલિઝમની વાત કરીએ તો મારે ક્રોની કેપિટાલિઝમ શું છે એ સમજાવવું પડે. નેનો પ્લાન્ટના અઢી હજાર કરોડના પ્રોજેક્ટ પાછળ ગુજરાતે 33 હજાર કરોડ રૂપિયા આપ્યા, પણ એ 33 હજાર કરોડ આપવાના કારણે ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાં કોઇ જ વિકાસ કર્યો નહીં. અલોકેશન ફ્રોમ ઇઝ 2.92 પર્સન્ટ ફ્રોમ યોર બજેટ એન્ડ અલોકેશન ઇન ધીસ અર્બન એરિયા..માં 80 ટકાથી વધારે તમારું અલોકેશન છે. ધેટ મીન્સ તમારી પ્રાયોરિટી માત્ર ગોલ્ડન કોરિડોર પ્રત્યે છે. વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, મહેસાણા, આ બધા એરિયામાં જ તમે ડેવલપમેન્ટ કરવા માગો છો. બ્રોડગેજ ટ્રેનનો જે એરિયા જાય છે તેના વીસ કિલોમીટર આ બાજુ ને વીસ કિલોમીટર આ બાજુ. પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં આજે પણ જુઓ તો, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, દાહોદમાં, પંચમહાલમાં – જેમ પ્રેસ કાઉન્સિલના જસ્ટિસ કાત્જુએ કહ્યું કે ત્યાં હાલત સોમાલિયા કરતાં બદતર છે- એમાં કદાચ અતિશયોક્તિ હશે, પણ 50 ટકાથી વધારે નહીં હોય. કારણ કે હાલત ખરેખર બદતર છે. એવું પ્રો.વાય.કે.અલગ અને ઇંદિરા હીર્વે પણ કહે છે. અનફોર્ચ્યુનેટ વાત એ છે કે એ કોઇ સાંભળવા તૈયાર નથી. ગુજરાતમાં તો સૌથી ખરાબ પરિસ્થિતિ એ છે કે વી હેવ એ કલ્ચર ઓફ શૂટિંગ ધ મેસેન્જર. એટલે કે આશિષ નંદીએ દિલ્હીમાં બેઠાં બેઠાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એડિટ પેજ પર એક આર્ટિકલ લખ્યો અને એમાં એમણે કહ્યું કે ગુજરાતનું અર્બન મિડલ ક્લાસ કલ્ચર છે તેને કારણે ભાજપ સરકાર સત્તામાં આવે છે. તો એની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ થઇ ગયો અને બિચારાને સુપ્રીમ કોર્ટમાં જઇને જામીન લેવા પડ્યા. નાઉ, પ્રો. આશિષ નાંદી ઇઝ 76 યર્સ ઓલ્ડ સોશ્યોલોજિસ્ટ. નથિંગ ટુ ડુ. છતાં એને કંઇ દેશદ્રોહ કરવા જેવી વાત હતી નહીં. પ્રબલ પ્રતાપસિંઘ- અનધર જર્નાલિસ્ટ. એણે રાષ્ટ્રપતિ એપીજે કલામ સાથે વાત કરીને કહ્યું કે આ એક બાળક રાહત છાવણીમાં છે. એને મદદ મળતી નથી. એપીજે કલામે રાજ્યપાલને કહ્યું. છતાં ત્રણ મહિના પછી મદદ મળી નહીં. પ્રબલ પ્રતાપસિંઘે એ સ્ટોરીનું ફોલોઅપ કર્યું. એની સામે પણ રાષ્ટ્રદ્રોહનો કેસ થયો. સુભાષિની અલીએ એવું કહ્યું કે આ દેશ માટે ઓસામા બિન લાદેન ખતરનાક છે, તો નરેન્દ્ર મોદીની કટ્ટરવાદી નીતિ પણ ખતરનાક છે. એમની સામે પણ રાષ્ટ્રદ્રોહનો કેસ થયો. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સામે પણ રાષ્ટ્રદ્રોહનો કેસ થયો. રાષ્ટ્રદ્રોહના લગભગ ડઝન જેટલા કેસીસ ગુજરાતમાં થયા. બીકોઝ ધે ફીલ કે મીડિયા શુડ આઇધર રીમેઇન સાઇલેન્ટ ઓર શુડ બીકમ સાઇલેન્ટ સ્પેક્ટેટર એન્ડ શુડ હેવ નો વોઇસ…
ગુજરાતી પત્રકારત્વે પણ વાઇબ્રન્ટ કે વિધાયક બનવું હોય અને વિઘાતક ન બનવું હોય તો ઇટ ઇઝ ટાઇમ. એ સમય આવી ગયો છે…તમે જ્યાં પણ રહો, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર કન્ટેન્ટ, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર કન્સીસ્ટન્સી. એન્ડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ, વન ડે પીપલ વુડ અન્ડરસ્ટેન્ડ વ્હેર ટ્રુથ લાઇઝ અને તો જ પત્રકાર એક વિધાયક પરિબળ તરીકે બહાર આવી શકે.
Posted by urvish kothari at 9:39 PM
http://urvishkothari-gujarati.blogspot.in/2013/01/blog-post_15.html