તારા આ શહેરી ફ્લેટમાં
કાચની દીવાલો ચકચકિત
ને ઝળહળતી છત ભેટમાં
… ક્યાં છલકે પાદરનું અતીત ?
બહાર હવા અડપલાં કરતી
બાવલાં પડતાં છોભા
હું માંહે માંડ તરતી
માત્ર થઈને શોભા
તેં જ દીધા રૂપ – ઈશ
ને કીધી નક્કી નિયતિ:
સ્ત્રી – પરી – ગોલ્ડફીશ
મનોરંજન કાજ જીવતી
તારા વિશ્વની મૂંગી ચીસ
હું બસ – સદા ઝૂકતું શિશ
e.mail : drvision@gmail.com