અંદરથી
મેં
બારણાંને સ્ટોપર મારી છે.
બહારથી કોઈ
લોખંડી સાંકળ વાસી ગયું છે.
આને તે કંઈ ઘર કહેવાય ?
હું
બારીની બહાર જોયાં કરું છું.
લીમડા પર ઊગી રહેલાં તાજાં રાતાં પાંદડાં
હલી રહ્યાં છે.
(16 જાન્યુઆરી 2019)
![]()
અંદરથી
મેં
બારણાંને સ્ટોપર મારી છે.
બહારથી કોઈ
લોખંડી સાંકળ વાસી ગયું છે.
આને તે કંઈ ઘર કહેવાય ?
હું
બારીની બહાર જોયાં કરું છું.
લીમડા પર ઊગી રહેલાં તાજાં રાતાં પાંદડાં
હલી રહ્યાં છે.
![]()
આશા – આકાશ – વિશ્વાસ – ટકોર
જિંદગી – સફળતા – સૂચવે – ડોર
પતંગ – ગુચ્છ – અંજાન – હાથો
સ્થિર – ગુલાંટ – ખેંચ – ઉમળકો
હુંસા – તુંસી – કાઈ પો – કાઈ પો
ટૂંકી – લાંબી – દોરી – ઠુમકોલ
ફાટવું – તૂટવું – જીવન – ઘટમાળ
ખેંચખેંચ – વિટવું – પેંચ – ગુંચાળ
કાગળ કાયા – ચગતો – પતંગ
અધ્ધર-સ્તિથ પ્રજ્ઞ-અલખ – સંગ.
![]()
સર્જકોની લીલા સમયે પણ હશે તો નર્યો અંધકાર
અને માની કૂખે પાંગર્યું હશે બીજ
ત્યારે પણ
હશે તો નર્યો અંધકાર જ !
નવ નવ મહિનાનો વિકાસ પણ તો
થયો અંધકારમાં જ
ટેવ તો હતી ગર્ભાશયની
ગહન શ્યામલતાને જીરવવાની
તો પણ જન્મીને
દુનિયા તો માની આંખે જ જોઈ
સમજણ આવી ત્યારે
કર્ણમૂળે વહી આવ્યો શબ્દ ‘પ્રજ્ઞાચક્ષુ’
ત્યારે સમજાયું કે
આ દેહ પર ક્યાંક ચર્મચક્ષુઓ પણ છે !
પછી પરિચય થયો શૂન્યોથી
એમણે કહ્યું કે એટલે ડોટ્સ …
ગહન અંધકારની માયાજાળ ઉકેલતી
લઈ જાય ઉજાસ ભણી
એવી આનંદયાત્રા.
આજે ચાર જાન્યુઆરીએ
યાદ આવે સૌને અંધારા ઉલેચતી
બ્રેઈલલિપિ … થેન્ક્યૂ બ્રેઈલ !
![]()

