વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.
મૂઠી ધાન, સ્મરણોનાં ઓરી, સમય ભરડવા બેઠી.
ઘંટો સુધી બેસી સાથે,
ઘંટી-હાથો પકડી સામે;
ગોળ ઘુમાવી કચડ કચડ હું
બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.
છાજલી પરથી ઉતારી બરણી,
ડાઘા-ડૂઘી, લૂછીને ભરતી,
નવા મસોતે ઝાપટી, ઝૂપટી
ઢાંકી ઘંટી, કણ કણ મોતી ધરવા બેઠી.
વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી …
મૂઠી ધાન સ્મરણોનાં ઓરી, સમય ભરડવા બેઠી.
(થાળું = જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )
(મસોતુ = સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)
e.mail : ddhruva1948@yahoo.com
![]()


અશોકભાઈ દેસાઈને હું નાનપણમાં મળ્યો હતો – ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અમારી સ્કૂલે વારંવાર દેખાય. એમનાં ત્રણ દીકરા-દીકરી અમારી મુંબઈની સ્કૂલમાં વિદ્યાર્થી હતાં. અમારા વાર્ષિક પ્રદર્શનના દિવસે હંમેશાં આવે અને બાળકની નિખાલસતા અને જિજ્ઞાસાથી વિદ્યાર્થીઓને એમના વૈજ્ઞાનિક પ્રયોગો વિષે પ્રશ્ન પૂછે. અશોકભાઈ મારાં મમ્મી-પપ્પાને ઓળખે; મારાં મમ્મીના ખાસ મિત્ર. જ્યારે મમ્મીને એક જટિલ સવાલનો ઉકેલ જડતો નહોતો ત્યારે એમણે શાંતિપૂર્વક બધી વાત સાંભળી, અનુકંપા બતાવી, અને સમસ્યા હલ કરવા સૂચન આપ્યાં. નાનપણથી અમે એમનાથી પ્રભાવિત થયા હતા; મોટા થઈ એમના જેવા વકીલ બનવાનું મને મન હતું.