સ્વસ્થ રહેવા સવારમાં ચાલો,
ગમને મૂકી જરા હવા માણો.
આ મહોબ્બતનો દોર ના તૂટે,
એ જ અલ્લાહથી દુવા માંગો.
જ્યાં કહો ત્યાં કરીશ હસ્તાક્ષર,
આપનું ફક્ત એક દિલ આપો.
આ નગરમાં નવી રસમ એ છે,
દહાડે ઊંઘો, ને રાતભર જાગો.
મારો સહકાર ના મળે તમને,
મારું ઉપનામ બેવફા રાખો.
દોસ્ત કરતાં વધારે કામ આવે,
એવા દુ:શ્મનને પણ વધુ ચાહો.
અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com
![]()



ગાંધીજી દૂર રહીને ભારતની સ્થિતિ પર નજર રાખતા હતા અને તેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ભારતની સમસ્યા સ્વઓળખના અભાવની છે. ભારતની પ્રજા જો પોતાને ઓળખતી થાય તો તે દુનિયાનું માર્ગદર્શન કરી શકે એમ છે. વસુધૈવ કુટુંબકમ્વાળું વૈવિધ્ય અને સહઅસ્તિત્વ ભારતની ઓળખ છે. સહિષ્ણુતા ભારતની ઓળખ છે. શુદ્ધ મનુષ્યત્વ ભારતની ઓળખ છે, પણ ભારતના લોકો, ખાસ કરીને શિક્ષિત લોકો, પશ્ચિમની નકલ કરે છે. તેઓ પશ્ચિમની અન્યાય અને શોષણજન્ય સભ્યતાને આદર્શ અને અનુકરણીય સભ્યતા તરીકે જુએ છે. તેઓ વૈવિધ્યતાને મર્યાદા તરીકે જુએ છે, જ્યારે કે વૈવિધ્યતા ભારતની તાકાત છે. તેઓ સર્વસમાવેશક સમાન ભૂમિ શોધવાનો પ્રયાસ કરતા નથી અને એકબીજા સામે શરતો રાખે છે. વેદ-ઉપનિષદ-શ્રમણ બ્રાહ્મણ દર્શન, સૂફીઓ અને સંતોએ તેમ જ કુદરતી અને માનવીય વૈવિધ્યે ભારતીય પ્રજાનો જે પીંડ ઘડ્યો છે અને જેવું ભારત ઘડ્યું છે એ તેની સાચી ઓળખ છે અને તેમાં જ તાકાત રહેલી છે.