આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને?
અને હવે તે ચીજોને ઉપરથી જોઈએ તો આ ફોટો –

ડાબી બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?
પંચકી લકડી, એકકા બોજ.
એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.
અને હવે આ અવલોકન –
આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો? રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી! પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ.
પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.
સંઘબળ
આ જ વિચાર આગળ વધારીએ તો, સમાજો અને દેશો સહકાર અને સંગઠન કરતા થાય તો કેટલો બધી ખાનાખરાબી અને સંરક્ષણનો ખર્ચ બચી જાય? રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા થાય તો કેટલી બધી કરુણતાઓ, વ્યથાઓ અને વિનાશો અટકી શકે?
અસ્તુ!
e.mail : surpad2017@gmail.com
![]()


અમારાં ગામમાં એક દરજી હતો. એ બહેરો હતો એટલે અમે નિશાળિયાઓ નિશાળે જતાં અને આવતાં તેને બેરો (બહેરો) કહીને ચીડવતા અને તે ચીડાતો. એ પછી એવું થયું કે તે નિશાળે જવાને અને છુટવાને ટાણે હાથમાં લાકડી લઈને ઓટલે બેસતો એટલે અમે દૂરથી બેરો કહીને મહાલક્ષ્મીના ચોકનો આંટો વાઢીને નિશાળે જતા. એક દિવસ કંટાળીને તેણે મારા કાકાને (પિતાશ્રીને અમે કાકા કહેતા) ફરિયાદ કરી. મારા કાકા મને લઈને તેની દુકાને ગયા. તેમણે મને કહ્યું કે તમે આ ભાઈને ચીડવીને જે મજા લઈ રહ્યા છો એ વિકૃત મજા છે. કોઈને પીડા આપીને મેળવેલું સુખ એ સુખ નથી. આ વિકૃતિ આગળ જતાં નીચતામાં પરિણમી શકે છે અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો નીચ નીવડે. તેમણે પેલા દરજીને કહ્યું કે આ લોકો તને ત્યાં સુધી જ ચીડવી શકશે જ્યાં સુધી તું ચિડાઈશ. તું ચિડાવાનું બંધ કરી દઈશ એ ક્ષણે આ લોકોના હાથ હેઠા પડશે.
બે અઠવાડિયા પહેલાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ ડ્રગ્ઝ, મેડિકલ ડિવાઇસિસ અને કૉસ્મેટિક્સ બિલ 2022નો કાચો ડ્રાફ્ટ રજૂ કર્યો. આ નવા ડ્રાફ્ટને 1940ના ડ્રગ્ઝ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના વિકલ્પ તરીકે રજૂ કરાયો છે અને તેની સાથે જ હાલમાં જે રીતે ડ્રગ અને મેડિકલ ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે તેમાં કેટલાક મોટા ફેરફારની ચર્ચા કરાઇ છે. આ ડ્રાફ્ટમાં બીજી બધી જોગવાઇની વાત તો છે જ પણ જેની આપણે આજે ચર્ચા કરવાની છે તે છે ક્લિનિકલ ટ્રાયલમાં થતાં મોત અંગેની. આ ડ્રાફ્ટ અનુસાર ક્લિનિકલ ટ્રાયલમાં જો કોઇને ઇજા થાય અથવા કોઇનું મોત થાય તો દંડ અને જેલવાસની સજા ફટકારવાની વાત કરાઇ છે.