સતત ત્રણ દિવસથી,
શટલ રીક્ષામાંથી ઉતરીને,
મારા ઘર તરફ જતા રોડની,
એક બાજુની કિનારે,
આવેલું તળાવથી આગળ,
વધું,
ત્યાં જ,
મંદિર પાસેથી ગલીમાંથી,
એક બિલાડી રસ્તો આંતરીને,
દોડી જાય છે ને,
મનમાં કશું’ક અજુગતું થવાના,
ડર સાથે ભગવાન સામે,
માથું નમાવીને બબડી,
પડાય છે,
ભલું કરજો,
દાદા..!!!
e.mail : addave68@gmail.com