Opinion Magazine
Number of visits: 9803897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનોખી જોડી

સુરેશ જાની|Opinion - Opinion|24 April 2026

લયલા – મજનૂ , શિરીન – ફરહાદ કે સોહિની મહિવાલ અથવા એમના જેવા કોઈ અમર પ્રેમીઓની આ વાત નથી. અરે! કોઈ માનવ યુગલ કે બે જિગરજાન દોસ્તની પણ આ વાત નથી. 

સાવ અનોખી જોડી! આ જોઈ લો, એમનો અનોખો નજારો.

‘ઓવન‘ નામે હિપોપોટેમસનું એક વર્ષની ઉમરનું બચ્ચું અને ‘મઝી‘ નામે, ૧૩૦ વર્ષની ઉમરનો મહાકાય કાચબો! 

હવે માંડીને એમના અદ્દભુત લગાવની વાત કરીએ.

ઓવન એના જન્મ વખતે કેન્યાની સબાકી નદીમાં બીજા વીસેક જેટલા હિપ્પોના ટોળામાં એની માની સાથે રહેતો હતો. એ એક વર્ષનો હતો, ત્યારે સખત વરસાદના કારણે સબાકી નદીમાં ઘોડાપૂર આવ્યું અને બધા જળઘોડા એમાં તણાઈને દરિયાકિનારે પહોંચી ગયા. ત્યાં ઘણી બધી વનરાજી અને ઘાસનાં મેદાન હતાં અને એમના મૂળ વતન કરતાં ચારો બહ સહેલાઈથી મળી જતો હતો. વળી નદીના પ્રવાહની સામે તરીને મૂળ વતન જવાનું કામ બહુ મુશ્કેલ હતું. આથી આ ટોળું દરિયા કિનારે આવેલા મલિન્ડી ગામમાં જ રોકાઈ ગયું. ગામની વસ્તી માટે એ બધા શિર-દર્દ જેવા બની ગયા. એમને પાછા હાંકવાના બધા પ્રયત્નો નાકામિયાબ રહ્યા. આથી ગ્રામવાસીઓએ આ મહાકાય રંજાડને મને કમને સ્વીકારી લીધી.

૨૬ ડિસેમ્બર – ૨૦૦૪ ના દિવસે એક પ્રચંડ ત્સુનામી આ દરિયાકિનારે ખાબકી. બધા હિપ્પો એમાં તણાઈને મરણ શરણ થયા. પણ આ બચ્ચું નજીકના એક ટાપુ પર તણાઈને બચી ગયું. ગામ લોકોને ખબર પડતાં ‘ઓવન’ નામના સાહસિક નાવિકની સરદારી નીચે ગ્રામજનો એને કિનારે લાવવામાં સફળ થયા. આના કારણે જ એનું નામ પણ ‘ઓવન’ પડી ગયું! 

‘કોઈ પ્રાણી સંગ્રહાલય એને સ્વીકારી લે.’ એવા એલાન બાદ મોમ્બાસા શહેરની નજીક આવેલા ‘હોલર પાર્ક’ નામના જંગલી પ્રાણીઓનું સંવર્ધન કરતી સંસ્થાની ડિરેક્ટર ડો. પોલા કહુમ્બુએ આ બીડું ઝડપ્યું. બહુ મુશ્કેલીથી ઓવનને ટ્રકમાં ચઢાવી પાર્કમાં તબદીલ કરવામાં પોલાને સફળતા મળી.

પોતાના ટોળાથી અને ખાસ તો પોતાની માથી વિખૂટા પડવાના કારણે અને આ સ્થળાંતરમાં પડેલી હાલાકીઓના સબબે ત્રસ્ત બનેલો ઓવન ટ્ર્કમાંથી ઊતરતાં જ ભાગી જવાના પ્રયત્નોમાં દૂર ચરી રહેલા એક મહાકાય કાચબા પાસે પહોંચી ગયો. એને રંજાડનાર માણસો કરતાં કદાચ એને આ કાચબો એની મા જેવો વ્હાલો લાગ્યો હશે!

‘મઝી’ નામનો એ કાચબો આમ તો એકાકી જીવન જીવતો હતો. એને આ નવી બલા ન જ ગમે. પણ ઓવન જેનું નામ! એ તો મઝીને છોડી બીજે ક્યાં ય જવા માંગતો ન હતો. એક રાત અને મઝીએ ધીમે ધીમે ઓવનની સોબત સ્વીકારી લીધી. બસ, એ ઘડી અને આ બન્નેની અનોખી જોડી દિવસ રાત સાથે રહેવા લાગી.

ધીમે ધીમે આ અનોખી જોડીની વાત હોલર પાર્કની બહાર પહોંચી ગઈ. મોમ્બાસાના સ્થાનિક અખબારમાં એમની છબી સાથેના સમાચાર છપાતાં, બહુ થોડા વખતમાં આ ખબર વિશ્વ વ્યાપી બની ગઈ. હવે, હોલર પાર્કમાં મૂલાકાતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધવા માંડી.

આ મિત્રતા આશરે બે એક વર્ષ કાયમ રહી. પછી તો પાર્કમાં રહેતા બીજા હિપ્પોના ટોળામાં ઓવન ભળી ગયો અને મઝી ફરી પાછો એની એકલવાયી જિંદગીમાં ગરકી ગયો.

પણ … ‘પ્રેમની લાગણી કેવી બળૂકી, વૈશ્વિક અને મહાન હોય છે?’ – એનું એક અનોખું આખ્યાન આ જોડીએ સુવર્ણાક્ષરે લખી દીધું.

સંદર્ભ – 

https://en.wikipedia.org/wiki/Owen_and_Mzee

https://www.youtube.com/watch?v=WrCUUsbLM7I

e.mail : surpad2017@gmail.com

Loading

24 April 2026 Vipool Kalyani
← લવારા, લવારા અને લવારાઓ …
ફાતિમા મીર (1928 –  2010) →

Search by

Opinion

  • લવારા, લવારા અને લવારાઓ …
  • સંબંધો
  • સૂબેદાર – મુખ્યધારાનો દલિત હીરો
  • રિએક્શન
  • વિનોબાજી અને વિજ્ઞાન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved