માણસમાંનું ઉત્તમ અને અધમ બંને જોવા મળે તેવા કેટલા ય વીડિયોઝ અને રિલ્સ જંતર મંતર પરથી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તેમાં જોવા મળતી ક્રૂરતા મનને ઉદ્વેગ આપે, અને શૂરતા ઉત્સાહ આપે. શાસકોની જનતાએ કરેલી ધીંગી મજાક, લોકનું ખમીર, સારમાણસાઈના કિસ્સા, સ્ત્રીની શક્તિ બતાવતાં વીડિયોઝ હૈયું ભીનું કરી દે. ધોધની જેમ ભીંજવતાં આ બધાં દૃશ્યો કેટલાક સમય પછી રહેશે તો ખરાં જ પણ, સંભવત: વિખરાઈ જવાના. એટલે તેને શબ્દોમાં પણ સાચવી રાખવા જેવાં લાગ્યાં.
≡ વાવ થરાદ જિલ્લાના ભાભર મુકામે પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિની નજીકના હાઇવે પર એકલી (રિપીટ એકલી) સોનમ વાંગચુકના સમર્થનમાં લોક જાગૃતિ માટે એક દિવસના ઉપવાસ પર બેઠી છે. તેના હાથમાં પોસ્ટર તરીકે મોટો સફેદ કાગળ છે, જેની પર તેણે પોતા અક્ષરે લખ્યું છે : ‘આઈ સપોર્ટ વૈજ્ઞાનિક સોનમ વાંગચૂક વાંગચૂક. નિષ્ફળ સરકાર રાજીનામું આપે. હમારી માંગે પૂરી કરો.’
≡ સચખંડ ફાઉન્ડેશનના વોલન્ટીઅર અપીલ કરે છે કે, તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો અમને બોલાવજો. આ પઘડી જોજો, એ પહેરેલાં અમારા વોલન્ટિઅર્સ બધે ફરી રહ્યા છે. પોલીસનો ડર હોય, તેની સાથે માથાકૂટ થઈ હોય, પાટાપીંડી કે દવાની જરૂર હોય અમને બોલાવજો.
≡ એક આંદોલનકારી એવી લાઠી બતાવે છે કે જેને છેડે ખીલા જડેલા છે. એ લાકડીને પોતાના માથે અડાડીને તે આક્રોશ કરે છે, ‘દિલ્હી પોલીસ, લો મારો હમકો ઇસસે ઔર મારો’. તેના પછી તરત જ બે આંદોલનકારીઓ બતવવામાં આવે છે. તેમાંથી એકની છાતીની જમણી બાજુ છેક ખભા સુધી અને ચહેરાની જમણી બાજુ કપાળ પર, ગાલ પર છેક ગળા સુધી પર ખીલી ખોસાઈ હોવાના પચાસેક નિશાન છે. બીજા ફોટામાં ગાલ પર, ભ્રમર પર કપાળ પર, અને છાતીની જમણી બાજુ ખીલી ભોંકાયાના નિશાન છે. જોનારના મોંમાંથી સિસકારો છૂટી જાય છે. બર્બરતાનો આ મજબૂત પૂરાવો છે.
≡ બે છોકરીઓને પોલીસ લાકડી મારતાં મારતાં દોડાવી રહી હતી. છોકરીઓ આશરો લેવા કનોટ પેલેસના હનુમાન મંદિરે પહોંચી, પણ મંદિર પરિસરના દરવાજા તેમના માટે બંધ કરી દેવામાં આવ્યા. ડરેલી કન્યાઓને ભગવાનનું રક્ષણ ન મળવા દીધું. એટલે ભાગીને છોકરીઓ નજીકના ગુરુદ્વારા બંગલા સાહેબમાં પહોંચી. ડરેલી, આજીજી કરતી છોકરીઓને આશરો અને રક્ષણ મળ્યાં, તેમની પાટાપીંડી થઈ અને ખાવાપીવાનું પણ મળ્યું. ‘હવે આ બે ગુરુ સાહેબના શરણમાં છે, હવે તેમને કોઈ અડી નહીં શકે’, એવી ચેતવણી ગુરુદ્વારાના કાર્યકર્તાઓએ આપ્યા બાદ જ બહાર ઊભેલા પોલીસવાળા જતા રહ્યા.

≡ જાહેરમાં રડતા પિતાઓ જોવા મળ્યા. એક કહેતા હતા : ‘મારા દીકરાને ‘નીટ’ની પરીક્ષા આપવામાં એટલું બધું ટેંન્શન આવ્યું કે એ કહેવા લાગ્યો કે પપ્પા મારે મરી જવું છે.’ પેપર લીકનો ભોગ બનેલા બીજાના પિતા આક્રંદ કરતા હતા : ‘જો કોઈ ભગવાન હૈ દુનિયામેં તો ઇન લોગોં કે અંદર ઇતને કીડે પડે, ઇતને કીડે પડે કી યે લોગ મર જાય …’ વળી ત્રીજા પિતા કહેતા હતા : ‘અપને બચ્ચે કે લિએ આયા હૂં, આનેવાલી પીઢી કે લિએ આયા હૂં, લોકતંત્ર કે લિએ આયા હૂં.’
≡ દોઢેક વર્ષના બાળકને તેડીને જીન્સ-ટીશર્ટ પહેરેલી એક મમ્મી આવી છે. તેણે એ મતલબનું કહ્યું કે આ બધું માત્ર ઘરે બેસીને જોયા કરવું એને બરાબર ન લાગ્યું. એને એમ થયું કે ‘આઈ મસ્ટ કન્ટ્રિબ્યૂટ બાય બીઈન્ગ હીઅર, બાય સપોર્ટીંન્ગ ધ યૂથ’. પોતાનાં બાળકને બતાવતાં તેણે એ પણ કહ્યું કે આ તો આના ભવિષ્ય માટે પણ છે.
≡ ટીઅર-ગૅસ છોડી રહેલા, બેરહેમીથી યુવાનોને ઝૂડી રહેલા પોલીસોથી બચવા કેટલા ય યુવાઓને જંતર મંતર પરની એક મસ્જિદે આશરો આપ્યો. આંખો ધોવા માટે વજુખાનામાંથી પાણી આપ્યું. વધુ પાણીની જરૂર પડી તે બહારથી મગાવ્યું. સલામતી અનુભવતાં યુવાનોએ આ બધાંનો વીડિયો બનાવ્યો.
≡ લાલ શર્ટ પર ટાઈ પહેરેલી એક વ્યક્તિ ગાડી ચલાવતાં-ચલાવતાં બોલી રહી છે, યુવાનોનો બચાવ કરી રહ્યા છે. આગળના દિવસે જંતર મંતર પર તેમનો મોબાઈલ ખોવાયો છે. પણ તેમને દેખાવકારો સામે ફરિયાદ નથી. વિદ્યાર્થીઓની માગણીઓને તે બિલકુલ વાજબી, અને દેખાવોને તે સંપૂર્ણ શાંતિપૂર્ણ ગણાવે છે. પોલીસની વર્દીમાં સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માણસો ખીલીવાળી લાકડીઓથી મારતા હતા એવી તે બર્બરતા હતી એવી સાફ વાત કરે છે. છેલ્લે કહે છે : ‘શેમ ઑન યુ મોદી ગવર્નમેન્ટ, શેમ ઑન યુ ઇન્ડિયન ગવર્નમેન્ટ.’
≡ પોલીસ દ્વારા મારપીટ, આંદોલનકારીઓની દોડધામ ચાલી રહી છે. એક પોલીસવાળો એક મહિલાના પાછળના ભાગમાં લાકડી ઘૂસાડતો દેખાય છે. વીડિયો બનાવનારે ગીત મૂક્યું છે : ‘જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ ?’
≡ ઘાટી દાઢી અને માથે વાદળી ફાળિયું બાંધેલો એક હટ્ટો કટ્ટો માણસ અત્યંત ઉત્સાહથી મોં પર મજાના હાસ્ય સાથે ગામડાની ભાષામાં બોલી રહ્યો છે : ‘અબ તો પહોંચ ગયે, ભૈયા, જંતર મંતર. અબ ટેન્સન કિસી બાત કી નાહી. વો xxxxx બોલ રહા હૈ ના મારેંગે, આજા બેટા, હમ ભી મજબૂત હી હૈ. કડે બી પહેનકે આયે હૈ.’
≡ ઝેન ઝીની એકનો અનુભવ : ‘યા s s s ર મૈને કભી ભી ઇતને સારે લડકોં કે બીચ ઇતના સેફ કભી ફીલ નહીં કિયા. ઇતની ભીડ કે બીચ વો એક અલગ એક્સપિરિયન્સ થા મેરે લિએ, એસ્પેશ્યલિ લડકોં મેં…મેરે કો કોઈ કિસીને ઇનૅપ્રોપ્રિએટલી ટચ નહીં કિયા, ના મેરે બમ્પ પર, ના મેરી બ્રેસ્ટ પર, કહીં પે ટચ નહી કિયા. ઇતને સારે લડકોં કે બીચ હોને કા વો મેરા પહેલા એક્સિપ્રિઅન્સ થા, ઔર મૈ બહુત સેફ ફીલ કર રહી થી. એક ઇન્સિડન્ટ ઐસસ ભી થા કે એક ઓર સે પોલીસ આ રહી થી. ઉસ ટાઈમ પે એક લડકા જિસે ન મૈ જાનતી થી, ના વો મુઝે જાનતા થા, વો મેરી તરફ મુઝે બચાને આયા. મેરે ઔર પુલીસ કે બીચ ખડા રહ ગયા, મેરે હિસ્સે કી દો લાઠી ભી ઉસને ખા લીઈ. ઓ શીટ બ્રો, યાર ઐસા લગા ઐસે સભી લડકે દુનિયામેં સભી જગહ ફૈલ જાય તો દુનિયા કિતની બહેતર બન જાય, હમ લડકીયોં કે લિએ. હૈ ના !
≡ એક ધીંગાં મહિલા બોલે છે : ‘પૂરે વિશ્વમેં અંધ ભક્ત હી ઐસી પ્રજાતિ હૈ જો ગોબર કો પક્વાન ઔર ગધે કો ભગવાન સમજતે હૈ.’
≡ સાત-આઠ વર્ષની બે નમણી દીકરીઓ મીઠા અવાજમાં નિર્દોષ ભાવે બોલે છે : ‘ દેશ કા નામ અયોધ્યા રખ લો. મોદી કો રામ માન લો ઔર સ્મૃતિ ઇરાની કો સીતા માન લો. યોગી કો લક્ષ્મણ માન લો. અમીત શાહ કો હનુમાન માન લો ઔર અંધ ભક્તોં કો વાનરસેના. લો હો ગયા વિકાસ.
અને આ પોસ્ટ કરું તે જ વખતે વીડિયો મળે છે કે જે સચખંડ ફાઉન્ડેશનની ઉપર વાત કરી તેના એક પ્રતિનિધી કહે છે : ‘ સંગઠનના બધાં આકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પણ એનાથી કશું ફેર પડવાનો નથી. અમારી આખી ટીમ વિરોધ સ્થળે ચોવીસ કલાક નિરંતર સેવા કરતી રહેશે, જેને જે કરવું હોય તે કરી લે.’
-
સૌજન્ય : વીડિયો / રિલ્સ બનાવનારાં સહુ કે જે જુલમી શાસન સામે જંતર મંતર પર સંઘર્ષ કરી રહ્યા છે.
-
કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
22 જુલાઈ 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

