ઘવાયેલા હૃદયની કોઈ સારવાર કરો.
ઢોળાય છે રક્ત એટલો તો વિચાર કરો.
નથી તલવાર કે બંદૂકના થયા પ્રહારો,
મલમપટ્ટી કરીને એનો ઉપચાર કરો.
નહીં જીરવી શકે એ આઘાત ઉર તણો,
ઓળખી સમયને યોગ્ય પ્રતિચાર કરો.
નાનું તો ય છાનું રહે એમાંનું એ નથી જ,
મખમલી સારવારે જોડી દિલતાર કરો.
વેદનાના વમળમાં કેટલું રહ્યું અટવાઈ,
ઝંખે છે સ્નેહ, લાગણીના શણગાર કરો.
પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com