જીવન લક્ષ્ય સાંધીને તું પગરણ ભરી દે;
વિચાર મહી-એ ‘મરતબો’ બની જીવી લે.
પ્રકાશ તણી શોધે મન મૂકીને વરસી લે;
મળી સફળતાને, નભે જઈને હરખી લે.
કર્મના ટેરવે દોડી, પરમ તેજ-ને સ્પર્શી લે;
સુખ-દુઃખની સંગ એ અસ્તિત્વને પકડી લે.
લાલચને કરી દૂર, સુબુદ્ધિનું ડગલું ભરી લે;
પરસેવે ન્હાઈને એ સંઘર્ષનું ફળ મેળવી લે.
‘સચેત’ માર્ગે વળીને જરા નેણ ઊંચા કરી દે;
સત્યની નજીક આલી, તું તુજને ભીંજવી દે.
ભુજ-કચ્છ
e.mail : julisolanki110@gmail.com