પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી
પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી
સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી
0
ટ્રાઇકુ વિશે થોડું –
0
આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્ત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્ત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.
આ એક પ્રયોગ છે. આશા છે ભાવકોને એ ગમશે.
0
આ પ્રયોગ આ વખતના 'કુમાર'ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયો છે, તે જાણ માટે.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


ભારતીય બંધારણે ધર્મ બાબતે કોઈ બંધન કોઈ પર નાખ્યું નથી, છતાં બળજબરીએ ધર્મ બદલાવવાની અનેક લોહિયાળ ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે. લગ્ન નિમિત્તે પરાણે ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવ્યા છે, એને લીધે તો લવ જેહાદના કાયદા કરવા પડ્યા છે. એમાં પણ લગ્ન સંદર્ભે ધર્મ પરિવર્તનનું દબાણ કન્યા પર જ વધુ આવતું રહ્યું છે. ધર્મ ન બદલવાનું કબૂલ મંજૂર રખાયું હોય તો પણ, લગ્ન પછી ધર્મ બદલવાનું દબાણ પત્ની પર જ વધારે આવે છે ને જો તે મંજૂર ન રખાય તો લગ્ન તૂટવા સુધી કે હિંસા સુધી પણ વાત આવે છે. અન્ય ધર્મીનું વલણ એવું પણ રહ્યું છે કે સામેના પાત્રને પોતાની કોમમાં લાવીને કોમની સંખ્યા વધારવી. આ બધું ધર્મને નામે, આદેશોનાં પાલન માટે થતું હોય છે.