ઊંડી વાવની અંદર છું.
સદા તનાવની અંદર છું.
ખોતરે છે યાદ આવીને
હજીયે ઘાવની અંદર છું.
બજારમાં ઘટી છે કિંમત
ઉતરેલ ભાવની અંદર છું.
હારજીત વિના રમતના
છેલ્લા દાવની અંદર છું.
ઘરડાં શ્વાસને સાચવીને
‘ભાવુક’ તાવની અંદર છું.
અંજાર કચ્છ
E.mail : bharatgpswami00@gmail.com