વિચારથી જતી નથી,
પ્રચારથી જતી નથી,
ઝૂંપડાંની ગરીબી કોઈ
ઉપચારથી જતી નથી,
મુશ્કેલીઓ ઘર છોડીને
લાચારથી જતી નથી,
ભીતરની ખામીઓ કંઈ
સુવિચારથી જતી નથી,
‘ભાવુક’ આ ઘટનાઓ
ચકચારથી જતી નથી.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com
વિચારથી જતી નથી,
પ્રચારથી જતી નથી,
ઝૂંપડાંની ગરીબી કોઈ
ઉપચારથી જતી નથી,
મુશ્કેલીઓ ઘર છોડીને
લાચારથી જતી નથી,
ભીતરની ખામીઓ કંઈ
સુવિચારથી જતી નથી,
‘ભાવુક’ આ ઘટનાઓ
ચકચારથી જતી નથી.
ખબર નથી પડતી ને વાગ્યા કરે,
ગોળ ગોળ અવિરત ભાગ્યા કરે,
સમય ને શ્વાસ સાથે મળીને જો
રાત દિવસ બન્ને બસ જાગ્યા કરે,
સાવ એકલો થઈ ગયેલો માણસ
બસ જિંદગીની ભીખ માગ્યા કરે,
રાત દિવસ ઘુમતા કાંટાઓ જાણે
કયાંક જવું હોય એમ લાગ્યા કરે,
નજીકના સંબંધોથી વિખેરાયેલો
‘ભાવુક’ વર્ષોથી બસ સળગ્યા કરે.
શ્વાસોની ચાલમાં માફકસર છું.
હૈયાની ધબકતી નવી અસર છું.
મળ્યું છે મને 1BHK વાળું શહેર
લાગણીમાં વધઘટની કરકસર છું.
રાત દિ’ સમય સાથે છે દોડ મારી
બની શહેરની સડકો સમયસર છું.
રહું છું કાયમ ઘટનાની ચોપાસમાં
વેદનાની યાદીઓમાં અગ્રેસર છું.
સરખી થઈ છે શબ્દોની વહેંચણી
‘ભાવુક’ના ભાગમાં હું માપસર છું.