અસારવા ચકલામાં
શાકભાજી વેચતી શકરી
ક્યારે શિકાગો ગઈ હતી?
આ પ્રશ્ન અત્યારે પૂછવો વાજબી નથી.
આપણે દેશભક્ત છીએ.
આવા સવાલો આપણાથી ના પૂછાય.
શકરીનું નસીબ, બીજું શું?
શકરીની મા, દાદી, પરદાદી,
અહીં ચકલામાં શાકભાજી જ વેચતાં હતાં.
આજે શકરીની હારે
એની દીકરી સોમી પણ શાકભાજી વેચે છે.
કોરોના આવે કે જાય
શકરીનું નસીબ ફરવાનું નથી.
તમને શકરી ચકલામાં મળે
તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને
એને આશ્વાસન આપજો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020