લખી શકે તો લખી જો વિચારોનો પડકાર છે,
ઢાળી શકે તો ઢાળી જો લાગણીઓનો પડકાર છે.
સંઘરીને બેસી રહેવાથી તો કાંઈ મળશે નહિ,
ઉઘડી શકે તો ઉઘડી જો કલમનો પડકાર છે.
શબ્દો સાથે ક્યાં સુધી અવિરત રમતો રહીશ?
રમી શકે તો રમી જો ઊર્મિઓનો પડકાર છે.
વેદનાઓને તો સજાવીને કંડારી દીધી કવિતામાં,
કેદ કરી શકે તો કરી જો અશ્રુઓનો પડકાર છે.
ઉદાસી ઓઢી બેઠો તું ઘરના જ ખૂણે ‘મૂકેશ’,
રડાવી શકે તો રડાવી જો વાંચકોનો પડકાર છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com