બે-ચાર સપનાં કર્યા છે order, Amazon પર!
જોઈ હતી બહુજ સારી offer, Amazon પર !
આંખો તો પહેલેથીજ મળેલી છે મને જોવાને
એમને જોવું હતું જરા proper, Amazon પર !
હતી સપનાં સાથે આંસુ ફ્રી ની scheme
હતો હુંયે નવોસવો shopper, Amazon પર !
હતી લાગણીઓ પર સાંઇઠ ટકાની છૂટ
ચરણ બનીને ફર્યા loafer, Amazon પર !
થશે બધુંયે deliver, સપનાં ને સંવેદનો
થશે સંબંધો જરા disorder, Amazon પર !
સૌજન્ય ઉદયભાઈ ગોરની ફેઇસબૂક દીવાલેથી સાદર