અર્ધ ઉર્ધ્વ છું
નથી સમજાતું
કેમનો ફરું છું
સંપુર્ણ સમેટાયલું
બિન્દુ છું
નથી સમજાતું
કેમનો સર્વત્ર છું
અંદર નથી, બહાર નથી
ડગર નથી, ઘર નથી
પણ દ્વાર પર
અધ્ધર શ્વાસે અધ્ધર છું
આ કલશોરમાં
છતાંય લો
સંભળાય છે
છુટું સંગીત
રૉબિનનું, રૅનનું
સંગીતમય કાબર બ્લૅક બર્ડનું
e.mail : skylarkpublications@gmail.com