હરિગીત

રવીન્દ્ર પારેખ
29-09-2020

હરિ, ક્ષમા કરજો
જો સાચું બોલુંચાલું,
મને તમારા કરતાં પણ છે 
કોઈ વધુ વ્હાલું ....

ખરું પૂછું તો પૂજન - અર્ચન 
કર્યું ફક્ત એ બીકે, 
તમે કદાચને સુવા ના દો
અમને એક ઓશીકે -
હરિ, હું તમને જોઉં તો લાગે
એની ભીતર મ્હાલું .....

હરિ, કહો કે કેવી રીતે
આપણે સાથે રહીએ?
હરિ, તમે હૈયે લો ત્યારે
હોઉં છું એને હૈયે,
હોઉં તમારી સાથે ત્યારે
એની સાથે ચાલુ ....

0

e.mail : [email protected]

Category :- Poetry