Opinion Magazine
Number of visits: 9666083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

बाबरी ध्वंस से राममंदिर: भारतीय राजनीति की बदलती दशा और दिशा

राम पुनियानी|Opinion - Opinion|29 December 2023

राम पुनियानी

स्वाधीन होने के बाद भारत ने जो दिशा और राह चुनी, उसकी रूपरेखा जवाहरलाल नेहरु के ‘ट्रिस्ट विथ डेस्टिनी’ भाषण में थी. नेहरु ने कहा, “भारत की सेवा का अर्थ है लाखों-लाख पीड़ितों की सेवा. भारत की सेवा का अर्थ है निर्धनता, अज्ञानता, रोग और अवसर की असमानता को समाप्त करना…हमारी पीढ़ी के महानतम व्यक्ति की अभिलाषा तो यही है कि हर आँख से हर आंसू पोछा जाए. यह हमारे बस की बात न भी हो, तब भी, जब तक आंसू हैं और पीड़ा है, हमारा काम ख़त्म नहीं होगा.”

और इसी सन्दर्भ में उन्होंने भाखडा नंगल बाँध का उद्घाटन करते हुए अपने भाषण में आधुनिक भारत के मंदिरों की बात कही. ‘हिंदुस्तान टाइम्स’ अख़बार ने लिखा, “अत्यंत भावपूर्ण शब्दों में प्रधानमंत्री ने इन स्थानों को मंदिर और आराधना स्थल बताया जहाँ हजारों लोग, अपने दसियों लाख बंधुओं के कल्याण की खातिर एक बड़ी रचनात्मक गतिविधि में रत हैं.”

“आधुनिक भारत के मंदिर” – यह वाक्यांश उस थीम को अपने में समेटे हुए था जो सार्वजनिक क्षेत्र की परिकल्पना का आधार थी और जिस थीम के भाग के रूप में वैज्ञानिक समझ को बढ़ावा देने के लिए शैक्षणिक संस्थाओं की स्थापना की गयी, अस्पताल बनाए गए और संस्कृति के उन्नयन के लिए विभिन्न अकादमियों का गठन किया गया. “आधुनिक मंदिरों” के निर्माण का सिलसिला करीब चार-पांच दशक तक चलता रहा.

सन 1980 के दशक में इस प्रक्रिया को पलट दिया गया. इस दशक में अल्पसंख्यकों की खातिर शाहबानो फैसले को पलटने के सरकार के निर्णय से विघटनकारी राजनीति के एक लम्बे दौर की शुरुआत हुई. सांप्रदायिक ताकतों ने धार्मिक अल्पसंख्यकों के खिलाफ प्रचार युद्ध छेड़ दिया. इसके साथ ही, पिछड़ों और दमितों के कल्याण के लिए सकारात्मक कदम के रूप में मंडल आयोग की रपट लागू करने के निर्णय ने मंदिर राजनीति, जो पहले से ही हिन्दू राष्ट्रवादियों के रणनीतिक एजेंडा का हिस्सा थी, को जबरदस्त बल दिया. 

नेहरु के ‘आधुनिक भारत के मंदिरों’ का निर्माण करने की बजाय, मस्जिदों के नीचे मंदिर खोजे जाने लगे. बाबरी मस्जिद को लेकर खड़ा किया गया विवाद, इसी अभियान का हिस्सा था. सन 1980 में संघ परिवार में एक नए सदस्य का जन्म हुआ. वह सदस्य थी भाजपा. कुछ दिन तक यह नई पार्टी गांधीवादी समाजवाद में आस्था रखने का नाटक करती रही. इसका नेतृत्व नर्म नेता का मुखौटा पहने अटलबिहारी वाजपेयी की हाथ में था. वाजपेयी संघ की विचारधारा में पूर्ण आस्था रखते थे. “हिन्दू तनमन, हिन्दू जीवन”, उन्होंने अपने बारे में लिखा था. लेकिन उन्होंने बड़ी सफाई से अपने असली हिन्दू राष्ट्रवादी चेहरे को ढँक कर रखा. बाद में उनकी जगह लालकृष्ण अडवाणी ने ले ली. अडवाणी ने “मंदिर वहीं बनाएंगे” का नारा बुलंद किया.

संघ परिवार लोगों को यह समझाने में सफल रहा कि भगवान राम का जन्म ठीक उसी स्थान पर हुआ था जहाँ बाबरी मस्जिद थी. मंडल आयोग की रपट के लागू होने से राम रथयात्रा को और ताकत मिली. यात्रा अपने पीछे खून की एक गहरी रेखा छोड़ती गई. सन 1990 के आसपास, देश के विभिन्न हिस्सों में इस यात्रा के गुजरने के बाद हुई हिंसा में करीब 1,800 लोग मारे गए. लालूप्रसाद यादव द्वारा अडवाणी की गिरफ़्तारी के साथ यह यात्रा समाप्त हो गई.

सन 1992 के छह दिसंबर को चुने हुए कारसेवकों ने बाबरी मस्जिद को ज़मींदोज़ कर दिया. उन्हें बाकायदा इसका प्रशिक्षण दिया गया था और उन्होंने इसकी रिहर्सल भी की थी. जिस समय मस्जिद तोड़ी जा रही थी, मंच पर अडवाणी, मुरलीमनोहर जोशी और उमा भारती भी थे. मंच से “एक धक्का और दो, बाबरी मस्जिद तोड़ दो” और “ये तो केवल झांकी है, काशी, मथुरा बाकी है” जैसे नारे लगाए जा रहे थे. बाबरी मस्जिद के गिराए जाने के बाद मुंबई, भोपाल, सूरत और कई अन्य शहरों में भयावह सांप्रदायिक हिंसा हुई. और अंततः हमारी न्याय प्रणाली ने हिन्दू राष्ट्रवादी ताकतों के समक्ष समर्पण करते हुए इस मामले का निर्णय ‘आस्था’ के आधार पर सुना दिया. फैसले में उन लोगों के नाम लिए गए जिन्होंने मस्जिद के ध्वंस का नेतृत्व किया था मगर उन्हें उनके अपराध की कोई सज़ा नहीं दी गई. न्यायपालिका ने मस्जिद की पूरी जमीन “हिन्दू पक्ष” को दे दी.

अपनी इस सफलता से आल्हादित संघ परिवार ने देश से और विदेशों से भी भारी धनराशि एकत्र की और उससे बना भव्य राममंदिर अब तैयार है. इसका उद्घाटन पूरे हिन्दू कर्मकांडों के साथ स्वयं प्रधानमंत्री करेंगे. औपचारिक रूप से धर्मनिरपेक्ष सरकार के मुखिया के हाथों यह मंदिर जनता के लिए खुलेगा. जब तक बाबरी मस्जिद थी, तब तक वह भाजपा के चुनाव अभियान का महत्वपूर्ण हिस्सा हुआ करती थी. उसके बाद से ‘भव्य राममंदिर’ का निर्माण पार्टी के चुनाव घोषणापत्रों और वायदों का अहम हिस्सा रहा है. गुज़रे सालों में मुसलमान अपने मोहल्लों में सिमट गए हैं, देश का सांप्रदायिक आधार पर ध्रुवीकरण हुआ है और भाजपा की चुनावी ताकत में ज़बरदस्त वृद्धि हुई है.

वर्तमान स्थिति का सारगर्भित वर्णन लेखक ए.एम. सिंह ने इन शब्दों में किया है: “सत्ता में आने के बाद से, भाजपा के राजनैतिक आख्यान ने हिन्दुओं और मुसलमानों के बीच सांप्रदायिक तनाव को बढ़ाया है. और भाजपा सरकार ने इसी दिशा में कई कदम भी उठाए हैं. संविधान के अनुच्छेद 370 को निष्प्रभावी किया गया और नागरिकता संशोधन अधिनियम (सीएए) पारित किया किया…भारत की नागरिकता को हिंदुत्व के सिद्धांतों के आधार पर पुनर्परिभाषित कर, भाजपा सरकार ने हमारे संविधान में निहित धर्मनिरपेक्षता के मूल्य के भविष्य और उसकी विरासत को किरच-किरच कर दिया है.” अपने मोहल्लों में सिमटे मुसलमान, समाज के हाशिये पर धकेल दिए गए हैं. उन्हें दूसरे दर्जे का नागरिक बना दिया गया है.   

मंदिर के उद्घाटन के मौके का इस्तेमाल हिन्दुओं को गोलबंद करने के लिए किया जा रहा है. अमरीका और अन्य देशों में अप्रवासी भारतीय इससे जुड़े कार्यक्रम आयोजित कर रहे हैं. देश के भीतर, आरएसएस और उसके परिवार के सदस्य हिन्दुओं को इस बात के लिए प्रेरित कर रहे हैं कि या तो वे नए मंदिर के उद्घाटन कार्यक्रम में जाएँ या उस दिन स्थानीय मंदिरों में जाकर पूजा-अर्चना करें.   

इस समारोह में किसे आमंत्रित किया गया है और किसे नहीं, इसको लेकर भी कुछ विवाद सामने आये हैं. पहले मंदिर ट्रस्ट ने बाबरी मस्जिद के ध्वंस के मुख्य आर्किटेक्ट अडवाणी और उनके नजदीकी सहयोगी मुरलीमनोहर जोशी से कहा कि इन दोनों नेताओं की उम्र और अयोध्या में उस समय जबरदस्त ठण्ड पड़ने की सम्भावना के चलते उन्हें कार्यक्रम में नहीं आना चाहिए. बाद में शायद इस मसले पर पुनर्विचार हुआ और विहिप ने दोनों को आमंत्रित किया. 

बाबरी मस्जिद के ध्वंस ने फिरकापरस्त ताकतों को सत्तासीन किया और अब मंदिर के उद्घाटन का उपयोग ध्रुवीकरण को और गहरा करने और उससे चुनावों में लाभ लेने के लिए किया जा रहा है. लोगों को अयोध्या ले जाने के लिए बड़ी संख्या में विशेष रेलगाड़ियों और बसों का इंतजाम हो रहा है.

यह वह समय है जब हमें नेहरु के ‘आधुनिक भारत के मंदिरों’ की संकल्पना और वैज्ञानिक समझ के विस्तार और विकास के प्रयासों को याद करना चाहिए. इस समय धार्मिकता और अंधश्रद्धा को जबरदस्त बढ़ावा दिया जा रहा है. जब हमनें औपनिवेशिक शासन की बेड़ियों को तोड़ा था, तब हमने यह संकल्प लिया था कि ‘अंतिम पंक्ति का अंतिम व्यक्ति’ हमारा फोकस होगा. परन्तु आज राजनीति अयोध्या के राममंदिर के आसपास घूम रही है. और उसके बाद, काशी और मथुरा तो बाकी हैं ही. ऐसा में ‘अंतिम व्यक्ति’ की किसे चिंता है? नेहरु ने ‘ट्रिस्ट विथ डेस्टिनी’ में जो वायदे किये थे, वे सब भुला दिए गए हैं. और देश की हर समस्या, हर असफलता के लिए नेहरु को ज़िम्मेदार बताया जा रहा है.

27/12/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/from-babri-demolition-to-ram-mandir-the-changing-condition-and-direction-of-indian-politics-article-by-ram-puniyani

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૩) : આનન્દવર્ધન  

સુમન શાહ|Opinion - Opinion|28 December 2023

સુમન શાહ

આજે, આનન્દવર્ધન વિશે —

એમનો સમય છે, નવમી શતાબ્દીનો પ્રારમ્ભ. એમનો ગ્રન્થ છે, “ધ્વન્યાલોક”. 

કાવ્યમાં ‘ધ્વનિ’- તત્ત્વની આત્મા રૂપે પ્રસ્થાપના કરનારા આનન્દવર્ધન ‘ધ્વનિ’-ની સ્થિતિ અને સ્વરૂપના નિરૂપણનો પ્રારમ્ભ કરતાં કહે છે :

કાવ્યસ્યાત્મા ધ્વનિરિતિ બુધૈર્ય: સમામ્નત:પૂર્વસ્તસ્યાભાવમ્ જગદુરપરે ભાક્તમાહુસ્તમન્યે I કેચિદ્ વાચામ્ સ્થિતમવિષયે તત્ત્વમૂચુસ્તદીયમ્ તેન બ્રૂમ: સહૃદયમન:પ્રીતયે તત્સ્વરૂપમ્ II

એટલે કે —

વિદ્વાનો કાવ્યના આત્મા રૂપે ધ્વનિનો નિર્દેશ કરતા આવ્યા છે, પરન્તુ કેટલાક વિદ્વાનો એનો અભાવ માને છે. બીજા કેટલાક એને ‘ભાક્ત’ એટલે કે ગૌણ કે લક્ષણાગમ્ય ગણે છે. તો, કેટલાક એના રહસ્યને વાણીનો ‘અવિષય’ ગણે છે, એટલે કે, એને અનિર્વચનીય લેખે છે. તેથી અમે, આનન્દવર્ધન કહે છે, સહૃદયોના મનની પ્રીતિ માટે, એના, એટલે કે ધ્વનિના, સ્વરૂપ વિશે કહીશું. 

મને આનન્દવર્ધનના એ કથનથી વિચાર આવ્યો કે જે કોઈ વિષયનો જે કોઈ સિદ્ધાન્ત જેને ‘આત્મા’ ગણે છે તેની છણાવટભરી ચર્ચાઓ દરેક જમાનામાં થાય છે. જેમ કે, અદ્વૈત વેદાન્તની ચર્ચામાં પ્રભવેલા શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, વગેરે વિવિધ સમ્પ્રદાયો. જેમ કે, રૂપ અથવા આકાર – ફૉર્મ – સાહિત્યસર્જનનો આત્મા છે; પણ એની આપણે ત્યાં થયેલી ચર્ચા-પ્રતિચર્ચા, ખાસ તો, “સરસ્વતીચન્દ્ર”-ના સંદર્ભમાં. વગેરે. 

રસપ્રદ વાત એ છે કે આનન્દવર્ધને એ ‘અભાવ’-વાદીઓના પાંચેક વિકલ્પને બરાબર પડકાર્યા છે. એટલું જ નહીં, ઉમેર્યું છે કે સમસ્ત સત્કવિઓના કાવ્યોના રહસ્યભૂત અને અતિરમણીય ધ્વનિતત્ત્વના સ્વરૂપને સૂક્ષ્મતર બુદ્ધિવાળા કાવ્યલક્ષણવિધાયકો પણ સ્ફુટ કરી શક્યા નથી. તેથી, રામાયણ, મહાભારત વગેરે ગ્રન્થોમાં એના પ્રસિદ્ધ વ્યવહારને સર્વત્ર પામનારા સહૃદયોના મનને આનન્દ થાય એટલા માટે અમે એને અહીં પ્રકાશિત કરીએ છીએ — સહૃદયાનામ્ આનન્દો મનસિ લભતામ્ પ્રતિષ્ઠામિતિ પ્રકાશ્યતે.

આનન્દવર્ધન કહે છે કે ધ્વનિના સ્વરૂપનું નિર્માણ કરવા માટેની આધારભૂમિ – ભૂમિરિવ ભૂમિકા – માટે કહું કે —

યોડર્થ: સહૃદયશ્લાઘ્ય: કાવ્યાત્મેતિ વ્યવસ્થિત: I 

વાચ્યપ્રતીયમાનાખ્યૌ તસ્ય ભેદાવુભૌ સ્મૃતૌ II

એટલે કે —

સહૃદયો દ્વારા પ્રશંસિત અને કાવ્યના આત્મા રૂપે પ્રતિષ્ઠિત અર્થના, વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેવાયા છે. 

જાણીતું છે કે અર્થ આપનારી અભિધા, લક્ષણા અને વ્યંજના ત્રણ શબ્દશક્તિઓ છે. વ્યંજનાશક્તિથી મળતા અર્થને ‘વ્યંગ્ય’ ‘સૂચ્ય’ કે ‘પ્રતીયમાન’ કહેવાય છે. આનન્દવર્ધને આપેલી ‘પ્રતીયમાન’-ની વિસ્તૃત સમજૂતીને આધારે કહી શકાય કે જેને આપણે ‘વ્યંગ્યાર્થ’ કહીએ છીએ તેનું અવરનામ ‘ધ્વન્યાર્થ’ છે. એમના ‘ધ્વન્યાલોક’-ના કેન્દ્રમાં ‘ધ્વનિ’ છે, અને એ ધ્વનિને એમનો એ ગ્રન્થ આલોકિત કે પ્રકાશિત કરે છે.

કહે છે : વાચ્ય અર્થ તો, ઉપમા વગેરે ગુણાલંકારથી પ્રસિદ્ધ છે; કાવ્યલક્ષણકારોએ એ વિશે અનેકશ: કહ્યું છે. એટલા માટે, અમે એનું વિસ્તારથી પ્રતિપાદન નથી કરતા. જરૂરત પડશે ત્યારે તેના અનુ-વાદ કરીશું.

કહે છે : રમણીઓના પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન જેમ એમનું લાવણ્ય ભાસિત થતું હોય છે તેમ મહાકવિઓની સૂક્તિઓમાં પ્રતીયમાન અર્થ ભાસિત થતો હોય છે – વાચ્ય અર્થથી તે ભિન્ન હોય છે. 

દર્શાવે છે કે : વિવિધ પ્રકારના શબ્દ, અર્થ અને સંઘટનાના પ્રપંચથી મનોહર કાવ્યનો સારભૂત પ્રતીયમાન અર્થ જ કાવ્યનો આત્મા છે. જેમ કે, સહચરીના વિયોગથી કાતર ક્રૉંચના ક્રન્દનથી મહાકવિ વાલ્મીકિનો શોક શ્લોક રૂપે પરિણત થયો —

મા નિષાદ પ્રતિષ્ઠામ્ ત્વમગમ: શાશ્વતી: સમા: I

યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામમોહિતમ્ II

++

એમણે જેનાથી રસભંગ થાય એ રસ-વિરોધી તત્ત્વો ગણાવ્યાં છે. એ મુદ્દાની વિશેષતા એ છે કે એ માટે ઉદાહરણો એમણે સંસ્કૃત સાહિત્યકૃતિઓમાંથી જ આપ્યાં છે, અન્ય આચાર્યોની જેમ જાતે બનાવી કાઢ્યાં નથી :

૧ : 

ધારણા કરી હોય તે, પ્રસ્તુત, રસથી વિરોધી રસને તેના વિભાવાદિ સાથે રજૂ કરવામાં આવે ત્યારે રસભંગ થાય છે. જેમ કે, શાન્ત રસના વિભાવાદિનું નિરૂપણ કર્યા પછી તરત જ શ્રુંગારના વિભાવાદિ જોડવાથી. જેમ કે, પ્રણય-કલહથી કુપિત કામિનીઓને સમજાવવા વૈરાગ્યચર્ચા રજૂ કરવાથી. જેમ કે, માનિની પ્રસન્ન ન થતી હોય એટલે કોપાવિષ્ટ નાયકના રૌદ્રાનુભવનું વર્ણન કરવાથી. 

૨ :

પ્રસ્તુત રસ સાથે કશો જ સમ્બન્ધ ન હોય તેવી વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાથી રસભંગ થાય છે. જેમ કે, કવિ કોઇ નાયકના વિપ્રલમ્ભ શ્રુંગારનું વર્ણન શરૂ કરે પણ પોતાને યમકાદિ ગમતા-ફાવતા હોય એટલે એ અલંકારો જોડવા મંડી પડે એથી. આનન્દવર્ધને “કીરાતાર્જુનીયમ્”-ના સુરાંગનાવિલાસાદિ તેમ જ “હયગ્રીવવધ”-ના હયવધનાં વિસ્તૃત વર્ણનોનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કર્યો છે.

૩ :

અવસર ન હોય છતાં રસને વિચ્છિન્ન કરવાથી રસભંગ થાય છે. જેમ કે, નાયકને નાયિકા સાથે સમાગમ અભીષ્ટ હોય, નાયિકા સાથે રતિ પરિપુષ્ટ થયો હોય, એ બન્નેને પરસ્પરના અનુરાગનો ખયાલ આવી ગયો હોય, ત્યારે, સમાગમને અનુરૂપ વ્યાપારના ચિન્તન કરવાને સ્થાને, કશાક બીજા જ વ્યાપારનું સ્વતન્ત્રપણે વર્ણન કરવાથી. “રત્નાવલી”-માં ‘બાભ્રવ્ય’-ના આગમનથી થયેલી સાગરિકાની વિસ્મૃતિનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કર્યો છે. 

અવસર ન હોય છતાં રસનો વિસ્તાર કરવાથી પણ રસભંગ થાય છે. જેમ કે, અનેક વીરોના વિનાશક પ્રલય જેવો ભીષણ સંગ્રામ શરૂ થયો હોય, વિપ્રલમ્ભ શ્રુંગારનો પ્રસંગ પણ ન હોય, કશું ઉચિત કારણ પણ ન હોય, તોપણ રામચન્દ્ર જેવા દેવપુરુષને એ કથામાં દર્શાવવાથી રસભંગ થઈ શકે છે. ઉદાહરણ છે, “વેણીસંહાર”-નો બીજો અંક. મહાભારત યુદ્ધનો પ્રારમ્ભ થઇ ચૂક્યો હતો, છતાં, ભાનુમતી અને દુર્યોધનનું શ્રુંગારવર્ણન.

૪ :

વિભાવાદિ સામગ્રીથી રસ પરિપુષ્ટ થઈ ગયો હોય તો પણ એને વારંવાર ઉદ્દીપ્ત કરવાથી રસભંગ થાય છે – જેમ વારંવાર સ્પર્શ કરવાથી કુસુમ ચીમળાઈને મલિન થઇ જાય છે —પુન: પુન: પરામુશ્યમાણ: કુસુમકલ્પ: કલ્પ્યતે.

૫ :

વ્યવહારનું અનૌચિત્ય રસભંગનું કારણ છે. જેમ કે, કોઈ નાયિકાને ઉચિત હાવભાવ વિના નાયક પ્રતિ સ્વયં સમ્ભોગાભિલાષ વ્યક્ત કરતી દર્શાવવાથી. આનન્દવર્ધન ઉમેરે છે કે ભરત મુનિએ વર્ણવેલી કૈશિકી વગેરે વૃત્તિઓનું અનૌચિત્ય અથવા ભામહકૃત કાવ્યાલંકારમાં તેમ જ તે પરના ભટ્ટોભટકૃત “ભામહવિવરણ”-માં પ્રસિદ્ધ ઉપનાગરિકા વગેરે વૃત્તિઓનું જે અનૌચિત્ય છે, અવિષયમાં તેનું નિબન્ધન છે, તે પણ રસભંગનું કારણ બની શકે છે.

રસભંગનાં ઉક્ત પાંચ કારણોના સંદર્ભમાં એક પ્રકારનની નીતિ સૂચવાય છે. એ સંદર્ભમાં, આનન્દવર્ધન સત્કવિઓને સાવધાન કરે છે : 

કહે છે, સત્કવિઓના વ્યાપારનો મુખ્ય વિષય રસાદિ છે. એના નિબન્ધનમાં એમણે હમેશાં પ્રમાદરહિત રહેવું જોઈએ. 

કહે છે, કવિનું નીરસ કાવ્ય એના માટે મહાન અપશબ્દ છે. એ નીરસ કાવ્યને કારણે કોઈ એને કવિ તો ગણે જ નહીં. 

કહે છે, પ્રસિદ્ધ પૂર્વકવિઓ સ્વચ્છન્દ કાવ્યો કરતા હતા, પરન્તુ બુદ્ધિમાનોએ એમનો દાખલો ન લેવો, અને એ પ્રકારે આ નીતિનું સદા પાલન કરવું.

આનન્દવર્ધન સરસ ઉમેરે છે : અમે આ નીતિ વાલ્મીકિ, વ્યાસ વગેરે પ્રાચીન કવીશ્વરોના અભિપ્રાયથી વિરુદ્ધની નથી નક્કી કરી ! 

++

એમણે ‘રસધ્વનિ’ ઉપરાન્ત, ‘વસ્તુધ્વનિ’થી વસ્તુને તેમ જ ‘અલંકારધ્વનિ’થી અલંકારને ધ્વનિત કરનારા બીજા બે પ્રકારો પણ દર્શાવ્યા છે. જોઈ શકાશે કે એથી એમણે મુખ્ય અને ગૌણ વિશે સમદૃષ્ટિપૂર્વકની શાસ્ત્રીયતા દાખવી છે. 

એટલું જ નહીં, એમણે ધ્વનિના પણ ભેદ વર્ણવ્યા છે : અવિવક્ષિતવાચ્ય, જે લક્ષણામૂલ છે. વિવક્ષિતાન્યપરવાચ્ય, જે અભિધામૂલ છે. બન્નેનાં એમણે ઉદાહરણ પણ આપ્યાં છે. 

ઉમેર્યું છે કે અવિવક્ષિતવાચ્યધ્વનિના બે પ્રકાર પડે છે; વાચ્ય ‘અર્થાન્તર-સંક્રમિત’ થાય ત્યારે અને  ‘અત્યન્ત-તિરસ્કૃત’ થાય ત્યારે. પરન્તુ એ બન્ને વાચ્યથી વ્યંગાર્થનો જ ઉત્કર્ષ થાય છે.

એમ પણ ઉમેર્યું છે કે વિવક્ષિતવાચ્યધ્વનિનો આત્મા, એટલે કે એનું સ્વ રૂપ, અસંલક્ષિત ક્રમ અને સંલક્ષિત ક્રમ એમ બે પ્રકારનું છે. પ્રધાન રૂપથી પ્રકાશિત થનારો વ્યંગાર્થ જ ધ્વનિનું સ્વ રૂપ છે. એ ક્યારેક વાચ્યાર્થની અપેક્ષાએ અલક્ષિત ક્રમથી અને ક્યારેક સંલક્ષ્ય ક્રમથી સંભવે છે, એમ મનાયું છે. 

જોઈ શકાશે કે એમણે વાચ્ય અને પ્રતીયમાનમાંથી પ્રતીયમાનનું જ ગૌરવ કર્યું છે, પરન્તુ આ રીતે, વાચ્યને કદી વીસર્યા નથી, એમણે કહેલું એમ જરૂરત પડી ત્યારે આ પ્રકારે તેનો અનુ-વાદ કર્યો જ છે. એ રીતે પણ એમણે સમદૃષ્ટિપૂર્વકની શાસ્ત્રીયતા દાખવી છે.

કહે છે, પ્રતીયમાન અર્થને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી એમના અલૌકિક પ્રતિભાસવાન પ્રતિભા-વિશેષને વ્યક્ત કરે છે. વિચિત્ર કવિપરમ્પરાનું વહન કરતા આ સંસારમાં, એ કારણે, કાલિદાસ વગરે બે-ત્રણ કે પાંચ-છની જ મહાકવિઓમાં ગણના થાય છે — યેન અસ્મિન્નતિવિચિત્ર કવિપરમ્પરાવાહિની સંસારે કાલિદાસપ્રભૃતયો દ્વિત્રા: પંચષા એવ વા મહાકવય ઇતિ ગણ્યતે.

આનન્દવર્ધન એટલે સુધી કહે છે કે પ્રતીયમાન અર્થ અને તેને અભિવ્યક્ત કરનારો સમર્થ શબ્દ, છે જ વિશિષ્ટ ! બીજા બધા શબ્દોમાં એ સામર્થ્ય છે જ નહીં — સ વ્યંગોર્થસ્તદ્વ્યક્તિનામસામર્થ્યયોગી શબ્દશ્ચ કશ્ચન, ન શબ્દમાત્રમ્. 

++

Worthy Amplification, સાર્થક વિસ્તૃતિ.

Pic courtesy : Image Credits

આમ, એથી પ્રતીયમાન શું થાય છે? ધ્વનિત શું થાય છે? ઉત્તર છે, રસ. આ સ્વરૂપે આનન્દવર્ધને રસની સમજ માટે અતિ અનિવાર્ય તત્ત્વ ધ્વનિની સ્થાપના કરી; એ વિશિષ્ટ સંકેતમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રને meaningful amplification, સાર્થક વિસ્તૃતિ, સાંપડી છે, એવું મારું નમ્ર મન્તવ્ય છે. 

===

(12/27/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માનવસંચાલિત દુનિયા ક્ષતિરહિત બનવાની નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|28 December 2023

રમેશ ઓઝા

અંતર માપવા માટે ગુજરતી ભાષામાં ગાઉ શબ્દ વપરાય છે, એ ગાયના વિચરણ પરથી બન્યો છે. ગાય એક દિવસમાં એક દિશામાં જેટલું વિચરણ કરે એ એક ગાઉ. ગાય એનાથી વધારે દૂર જતી નથી. ખરું પૂછો તો આ ધરતી પર કોઈ જીવ પોતાનાં વતનથી બહુ દૂર જતો નથી અને ઋતુ પ્રવાસી પક્ષીઓ વતનથી બહુ દૂર જો જાય છે તો ઋતુ બદલાયા સાથે વતન પાછાં ફરે છે. એક માત્ર માનવી એવું પ્રાણી છે જે વતનથી ખૂબ દૂર જાય છે અને કેટલીકવાર ક્યારે ય પાછો ફરતો નથી. પ્રાચીન યુગથી માનવી સુખ અને સુરક્ષાની તલાશમાં વતન બદલતો રહે છે.

પાછી વિડંબના જુઓ! વતનઝૂરાપો એ અનુભવે છે જે વતનને વફાદાર નથી. વતનની યાદમાં કવિતાઓ લખે, વાર્તા, નવલકથા અને નિબંધો લખે. પાછો એ જ માનવી કોઈ સગાને સુખી કરવા વતન છોડાવી પરદેશ લઇ જાય છે. એ બીજાના વતનપ્રેમ અને વતન પ્રત્યેની વફાદારી વિષે શંકાઓ કરે, તેને ગદ્દાર તરીકેનું લેબલ ચોડે અને હત્યાઓ પણ કરે. આ જગતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં હત્યાઓ અને એનાંથી વધુ સતામણી કોઈના દેશ માટેની તેની વફાદારી વિષે શંકાઓ કરીને કરાવામાં આવે છે.

તો શું વતનને છોડવું કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું એ ગુનો છે? બેવફાઈ છે?

જરા ય નહીં. આ જગતમાં કોઈ એવો માણસ નહીં મળે જે માનવજીવ જે જગ્યાએ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનાં એ સ્થળે રહેતો હોય. આપણે બધા જ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગન્તુક છીએ. આદિવાસીઓ એક જ સ્થળે રહેનારા કેટલા આદિમ છે એ કહેવું મુશ્કેલ છે. તેમણે પણ સો બસો કિલોમિટરનું સ્થળાંતર કર્યું હશે. કાર્લ માર્ક્સ કહ્યું છે કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. જુદા જુદા વર્ગોનાં હિતસંબંધો અથડાય છે અને અથડાયા જ કરે છે. આનાથી વધાર મોટું સત્ય એ છે કે જગતનો ઇતિહાસ માનવીય સ્થળાંતરનો ઇતિહાસ છે. માણસ ચાર પાંચ પેઢીથી વઘારે એક જ સ્થળે રહેતો નથી અને હવે તો તેમાં ઝડપ વધી છે.

પણ માણસ પોતાનાં પ્યારા અને પરિચિત વતનને છોડે છે શા માટે? શા માટે પરાયા અને અપરિચિત લોકોની વચ્ચે રહેવા જાય છે? શા માટે જોખમ વહોરે છે?

બીજાં બધાં જીવો ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં જીવે છે. માનવી એક એવું પ્રાણી છે જેણે પોતાની દુનિયા પણ વિકસાવી છે અને એ માનવસર્જિત છે અને માનવ સંચાલિત છે એટલે એ ક્ષતિગ્રસ્ત છે. ગમે તેટલો પ્રયાસ કરે, માનવસર્જિત અને માનવસંચાલિત દુનિયા ક્ષતિરહિત બનવાની નથી. રામરાજ્ય એક કલપના છે, વાસ્તવિકતા નહોતી, નથી અને હોવાની નથી. આ સિવાય માણસ અન્ય પ્રાણીઓની તુલનામાં નિર્બળ છે, ભય અનુભવે છે, અસુરક્ષિત છે, ભવિષ્ય વિશે વિચારીને હજુ વધુ ડરે છે, લાલચ અને સંગ્રહવૃત્તિ ધરાવે છે, વગેરે. હજુ એક સમસ્યા છે. માનવીએ રચેલો સમાજ પક્ષપાતી છે, અન્યાયી છે, શોષણ કરે છે, છેવાડાના માનવીને છેવાડે જ રાખવા મથે છે અને તેની અવહેલના કરે છે. દેખીતી રીતે માણસ ત્યાંથી ભાગવાની કોશિશ કરશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે દલિતોને ગામડાં છોડીને શહેરમાં વસવાની સલાહ આપી હતી. સામેથી કહ્યું હતું કે ઇજ્જતની જિંદગી જીવવી હોય તો સ્થળાંતર કરો. આગાખાન સાહેબે ૧૯મી સદીમાં ખોજાઓને ગામડાં છોડી શહેરમાં સ્થળાંતરિત થવાની સલાહ આપી હતી. ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી હુલ્લડો પછી મુસલમાનો વતન છોડીને પોતાની કોમની વસ્તી જ્યાં વધુ હોય ત્યાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. અંગ્રેજીમાં આને ‘ઘેટ્ટો’ કહેવામાં આવે છે.

ટૂંકમાં એકથી બીજી જગ્યાએ સ્થળાંરિત થવા માટે અનેક કારણો છે અને તેમાંના મોટા ભાગનાં કારણો માણસના જ પેદા કરેલાં હોય છે. કુદરત રૂઠે અને સ્થાળાંતર કરવું પડે એવી પણ ઘટનાઓ બને છે પણ આજકાલ એમાં પણ મોટાભાગે તો માનવી જ જવાબદાર હોય છે. માનવી કુદરત સાથે ચેડાં કરે છે અને કુદરત રૂઠે છે.

આ વાત થઇ સ્વૈચ્છિક સ્થાળાંતરની. કેટલાં બધાં સ્થળાંતરો અસ્વૈચ્છિક અને સામૂહિક હોય છે. ચોક્ક્સ કોમને રીતસર ભગાડી મૂકવામાં આવે છે અથવા જીવ બચાવવા વતન છોડીને ભાગી જવું પડે છે. તમને ખબર છે?  જગતની ૧.૨ ટકા વસ્તી નિરાશ્રિત (રેફ્યુજીઝ) છે અને તેમાં વધારો થઇ રહ્યો છે. ઘણાં દેશો નિરાશ્રિતોને આશ્રય આપતા નથી અને તેમને આશ્રય મેળવવા ભટકવું પડે છે. આખી જિંદગી અને કયારેક તો બબ્બે પેઢીને નિરાશ્રિતો માટેની છાવણીઓમાં જીવવું પડે છે.

ક્યાંક વિદેશમાં જવાનો ક્રેઝ હોય છે અને ક્યાંક પરાઈ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ડિસેમ્બર 2023

Loading

...102030...847848849850...860870880...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved