મહેરબાન, કબરદાન …
સોરી, કદરદાન
નાનાઓ ને મોટાઓ
ખરાઓ ને ખોટાઓ …
સૌ આવી ગયા છે તંબૂમાં
નમસ્કાર, આદાબ …
આ દાબ જ દબાવે છે
આમ તો આ ખેલ છે
ખેલમાં મેલ છે
મેલમાં મ્હેલ છે
એમાં તમે પ્રેક્ષકો છો ને તમે જ
રિંગમાં પણ છો
કરોડો બે પગા ફરે છે રિંગમાં
એને કન્ટ્રોલ કરે છે
રિંગ માસ્ટર
આટલાં જાનવરોને કન્ટ્રોલ કરવાનું
સહેલું નથી
એટલે રિંગ માસ્ટર થોડે થોડે વખતે દેખા દે છે
એને જોતાં ઘણાંને ધ્રાસકો પડે છે
પણ રિંગ માસ્ટર ભલો છે
ઘણાંને એ પોતાંનો લાગે છે
ઘણાંને એ પોતાં મૂકાવે છે
તો ઘણાંને પોતાં મરાવે પણ છે
પણ માણસ ભલો
બધાંને દિલની વાત કરે છે
ક્યારેક કોઈને
બિલની વાત પણ સંભળાઈ …
પણ એવું સાંભળનારને
રિંગ માસ્ટર હસી કાઢે છે
ઘસી કાઢે છે
કોઈ દાંતિયા કરે છે
તો દાંત કાઢી લે છે
પણ માસ્ટર જાણે છે
ભૂખ બધાંને લાગે છે
એટલે કોઈ વાર ટુકડા ફેંકે છે
ને જાનવરો ખુશી ખુશી
બધું કરવા લાગે છે
લાઈન લગાવે છે
લાઈનમાં રહે છે
પણ લાઈન અટકતી નથી
ને ખૂટતી ય નથી
કોઈ સ્ટૂલ પર ચડી જાય છે
કોઈ ચશ્માંથી ઓફિસ ચલાવે છે
કોઈ ગાડી હાંકે છે
તો ક્યાંના ક્યાં પહોંચી જાય છે
પણ રિંગની બહાર જવાની
નોટ સત્તા
કોઈ જાય તો તેને
પરમાત્મા યાદ આવી જાય છે
આત્મા કોઈને નથી
પણ આત્મનિર્ભર બધાં જ છે
એટલે ફેંકાયેલું જાતે જ ઊંચકે છે
જાતે જ મોંમાં મૂકે છે
જાતે જ હવા ચાવે છે
કેટલાંક બળતી રિંગ વચ્ચેથી છલાંગ મારે છે
કોઈ ઝૂલા પરથી કૂદે છે
ને ઉપર પહોંચી જાય છે
તે જોઈને કેટલાંક અભણો તાળીઓ પાડે છે
તો ભણેલાં
તાબોટા ફોડવા સુધી પણ જાય છે
હવે જાનવરોએ જંગલમાં જવું છે
પણ જંગલ રહ્યું નથી
એટલે પાંજરામાં રહે છે
નખ રહ્યા નથી
એટલે ટુકડો તોડાતો નથી
ને પેટ ભૂખથી જ ભરાય છે
પણ ખેલ બધાં જ કરે છે
બધાં જ જુએ છે
જોઈ રહે છે
બધાં જ જીવે છે
વર્ષોથી જીવે છે
બધાંને મરવું ખબર છે
પણ જીવવું કોને કહેવાય તે ...
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહુર બનેલા ચાર્લી ચેપ્લિને (૧૮૮૯-૧૯૭૭), તેની કારકિર્દીને બહેતરીન ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ (૧૯૩૬), આ પૃષ્ઠભૂમિ પર બનાવી હતી. કોવિડ-૧૯ના કારણે દુનિયાભરમાં આજે જે આર્થિક મંદીનો માહોલ છે, તેવો જ માહોલ ૧૯૩૦ના દાયકામાં હતો, જેને 'ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. એ સૌથી ઊંડી અને સૌથી વ્યાપક આર્થિક મંદી હતી. ઘણા દેશોમાં ફેકટરીઓ બંધ થઇ ગયેલી, ખેતરો ખાલી થઇ ગયેલાં અને દેશોમાં બાંધકામો ઠપ્પ થઇ ગયેલાં. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પતન થાય, તો શું થાય, તેના ઉદાહરણમાં 'ગ્રેટ ડિપ્રેશન'નો ઉલ્લેખ થાય છે.
વીસમી સદીના પૂર્વાર્ધના કદાચ સૌથી વધુ પ્રભાવક અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સે 1920માં એક પ્રખ્યાત લખાણ લખ્યું હતું, જે આજના આપણા સમય માટે પણ લખી શકાયું હોત. એ પછી એક સદી વીતી ગઈ છે અને આજે જેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ તેનો પ્રથમ તબક્કો પૂરો થયો છે ત્યારે, કેઇન્સ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ બોલ્યા હતા તે અહીં લંબાણથી ટાંકવા જેવું છે :