Opinion Magazine
Number of visits: 9966440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહેર દલિતો અને પછાતોને ‘માણસ’ તરીકેની ઓળખ આપે છે

વિભૂતિનારાયણ રાય|Opinion - Opinion|20 July 2020

વર્ષ 1972ની એક ઉનાળુ સાંજ. ગરમ લૂ હજુ માંડ નરમ પડી હતી અને અમે કેટલાક મિત્રોએ હૉસ્ટેલમાંથી નીકળીને બેંક રોડ પર આવેલા, પ્રખ્યાત શાયર ફિરાક ગોરખપુરીના ઘરની વાટ પકડી. જીવતેજીવ દંતકથા બની ગયેલા ફિરાકના ઘરે થતાં સાંધ્યમિલન અમારા જેવા વિદ્યાર્થીઓ માટે સાહિત્ય, સંસ્કૃતિ, ભાષા, સમાજ જેવા વિષયોમાં સજ્જતા કેળવવાના અવસર બની રહેતા.

અમે પહોંચ્યા ત્યારે ફિરાકસાહેબની મહેફિલ હજુ શરૂ થઈ ન હતી. એ દિવસે ભારતીય ગામડાં વિશે ચર્ચા આરંભાઈ. સ્વાભાવિક રીતે જ આ મહેફિલોમાં સૌથી વધુ ફિરાકસાહેબ બોલતા અને અમે સાંભળતા. હાથમાં રહેલો શરબતનો ગ્લાસ ટેબલ પર મૂકી, હાથની આંગળીઓમાં પકડેલી  સિગરેટની રાખને આગવા અંદાજમાં ખંખેરીને, અણીદાર આંખોને છેક અંદર સુધી ફેરવીને તે જે કંઈ બોલ્યા એ બૉમ્બવિસ્ફોટથી કમ નહોતું. તેમણે કહ્યું કે ભારતનાં ગામડાંને નષ્ટ કરી દેવાં જોઈએ. જ્યાં સુધી ગામડાં છે ત્યાં સુધી દેશ અજ્ઞાનતા, ગંદકી, પછાતપણાથી મુક્ત નહીં થાય. તેના બદલે પચાસ હજારથી એક લાખની વસતિ ધરાવતાં નાનાં નગરો કે શહેરો વસાવવાં જોઈએ, જેમનો મુખ્ય વ્યવસાય કૃષિઆધારિત ઉદ્યોગો હોય. અમે બધાં શહેરોમાંથી આવતાં હતાં, પણ અમારાં મૂળ તો ગામડાંમાં હતાં. એટલે તેમની આ વાત સાંભળીને અમે તેમના પર તૂટી પડ્યા. પણ આખરે ફિરાક તો ફિરાક હતા.

તેમણે અમને ભારતીય ગામડાં પર થયેલી ઐતિહાસિક ચર્ચાઓથી વાકેફ કર્યા. તેમણે અમને  મહાત્મા ગાંધીના પુસ્તક 'હિંદ સ્વરાજ' અને ગામડાં પ્રત્યેના ગાંધીજીના પક્ષપાતપૂર્ણ પ્રેમ તથા અવાસ્તવિક આગ્રહની વિરુદ્ધ  ડૉ આંબેડકરે દલિતોના દૃષ્ટિકોણથી ગામડાંની વાસ્તવિકતા દર્શાવીને કરેલી ઉગ્ર, કડવી પણ તાર્કિક દલીલો જણાવી. ગાંધીજીના મતે ગામડાં સ્વર્ગ સમાન હતાં અને એ સમયના ભારતીય સમાજમાં જે દૂષણો હતા તે માત્ર આધુનિક ટૅક્નોલોજીના કારણે હતાં. ગાંધીજીનું સપનું હતું કે ગામડાં આત્મનિર્ભર બને. ગામડાં તેમની જરૂરિયાતની તમામ ચીજોનું ઉત્પાદન જાતે કરે, ગામની પંચાયત કે નીતિનિયમો જ નહીં, લડાઈઝઘડામાં ન્યાય કરવાનું માળખું પણ તેનું પોતાનું હોય, ગામની ખેતીવાડીમાં એ જ ઓજારો-યંત્રોનો ઉપયોગ થાય, જે ગામના સુથાર-લુહારે બનાવેલા  હોય. તે માનતા હતાં કે રેલવેના કારણે કૉલેરા ફેલાય છે. એટલે રેલવેને તો બંધ જ કરી દેવી જોઈએ.

હવે એ ચર્ચામાં પડવાની જરૂર નથી કે ગાંધીજીની આદર્શ ગામની પરિકલ્પના માની લેવાઈ હોત તો આપણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યા છીએ તેનું શું થાત? પરંતુ આપણા માટે ડૉ. આંબેડકરની પ્રતિક્રિયા આજે પણ પ્રસ્તુત છે. ગાંધીજીની ગામડાંમાં સ્વર્ગવાળી વિભાવનાનો મૂળમાંથી છેદ ઉડાડીને ડો. આંબેડકરે ગામડાઓને જીવતાં નરક ગણાવ્યાં હતાં. કાળજું કંપાવતી વાણીમાં તેમણે લખ્યું હતું, ‘ગાંધી જો 'અસ્પૃશ્ય' પરિવારમાં જન્મ્યા હોત તો જ તેમને ગામડાં દલિતો માટે કેવાં નરક છે તેની અસલિયતનો ખ્યાલ આવ્યો હોત.’ જેમનાં મૂળિયાં ગામ સાથે જોડાયેલાં છે તે આજે પણ મહેસૂસ કરી રહ્યા છે કે આંબેડકરના સમયનો 'અછૂત', વચ્ચે થોડો સમય 'હરિજન' થઈને, આજનો 'દલિત' બની ગયો છે. પણ ગામડાં આજે ય તેના માટે નરકસમાન છે..

ફિરાક ગોરખપુરી સાથે વીતાવેલી એ સાંજ આજે એક ખાસ કારણથી ફરી યાદ આવી ગઈ. કોરોનાકાળમાં નગરો અને મહાનગરોમાંથી બધું હારીને-ગુમાવીને પોતાના વતન પરત ફરતાં શ્રમિકોનાં દૃશ્યો હંમેશ માટે સ્મૃતિમાં જડાઈ ગયાં છે. પરંતુ અહીં ઉત્તર પ્રદેશ સરકારે ગામડાંમાં જ શ્રમિકોને રોજી આપવાની મહત્ત્વાકાંક્ષી જાહેરાત કરી, તેની ચર્ચા કરવાનો ખ્યાલ છે. વતન પરત ફરેલા મોટા ભાગના શ્રમિકો પૂર્વી ઉત્તર પ્રદેશનાં છે. જે રાજ્યના વિકાસ માટે તેમણે લોહીપસીનો એક કર્યો હતો તે રાજ્યનો વ્યવહાર તેમના પ્રત્યે તદ્દન અમાનવીય હતો. એટલે સ્વાભાવિક રીતે ઉત્તર પ્રદેશ સરકાર આ બાબતથી નારાજ અને દુ:ખી થાય. પરંતુ આ ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારની યોજના કેવી હશે એ જોવું જરૂરી છે.

પહેલા તો એ સમજવાની જરૂર છે કે શહેરો ભણીની ગતિ માત્ર આર્થિક કારણોથી નથી થતી. શહેર અને બજાર દલિતો અને પછાતોને માણસ તરીકેની ઓળખ આપે છે. ગામડાંમાં આજે પણ દલિતોના જુદા મહોલ્લા ગામના છેવાડે જ હોય છે. ઘણાં ગામડાંમાં આજે પણ દલિતોને તુંકારે અને જાતિવિષયક તુચ્છકારથી બોલાવવામાં આવે છે. ગામના છેવાડે આવેલી જુદી વસ્તીમાંથી નીકળીને તે શહેરોમાં રેલવે લાઇનને અડીને આવેલી ઝૂંપડપટ્ટી કે ગંદા નાળાના કિનારે એટલા માટે રહેવાનું પસંદ નથી કરતાં કે શહેરોમાં તેમને બહુ બધા રૂપિયાપૈસા મળી જાય છે. પરંતુ અહીં શહેરમાં તેમને માણસ તરીકેની ઓળખ મળે છે. 

કોરોના હવાઈ માર્ગે આવ્યો, પરંતુ જોતજોતામાં મહાનગરોનો ઝૂંપડપટ્ટીનો વિસ્તાર તેના સપાટામાં આવ્યો. અણઘડ અને અમાનવીય શહેરીવિકાસના પરિણામે આપણાં શહેરોમાં ગગનચુંબી  ઈમારતો, સાફસૂથરા રાજમાર્ગો, અને હર્યાભર્યા બાગબગીચાઓની બાજુમાં જ ગંદકીથી ખદબદતાં નાળા પર, ગમે તેમ કરીને માથું ટેકવી શકાય તેટલી ભોંય પર કાચી ઝૂંપડપટ્ટીઓ વસી છે. આઝાદી પછી ક્યારે ય કોઈએ ગરીબ માણસોને રહેવાલાયક શહેરો વિકસાવવાનો પ્રયાસ કર્યો નથી. ઝૂંપડપટ્ટીના વિસ્તારને હટાવીને સ્વચ્છ આવાસો બનાવવાની કોશિશ નથી થઈ. એના બદલે રાજકીય અને આર્થિક રીતે લાભકારી એવી ઝૂંપડપટ્ટીઓમાં જ વીજળી, પાણી જેવી સુવિધા આપવાની વાત હંમેશાં થતી રહી છે.

એ સ્થિતિમાં ચાલીસ લાખથી વધુ શ્રમિકોને વતનના ગામમાં રાખીને સ્થાનિક કક્ષાએ રોજગાર આપવાનો ઉત્તર પ્રદેશ સરકારનો દાવો ચર્ચાસ્પદ છે. જગત આખામાં શહેરીકરણ વધી રહ્યું છે અને ભારતમાં પણ હવે અડધોઅડધ વસતિ શહેરોમાં વસે છે. છેવટે ભવિષ્ય તો શહેરોનું જ છે. માટે સરકારે ફિરાક ગોરખપુરીની સલાહ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ગામડાંના કલ્પિત સ્વર્ગનો મોહ ત્યાગીને સુવિધાજનક આવાસો, રસ્તાઓ, ડ્રેનેજ, પીવાનાં પાણીની વ્યવસ્થા સહિત હરિયાળી ધરાવતાં નાનાં નગરો બનાવવાનું વિચારવું જોઈએ, જે દલિતો, વંચિતો, પછાતોને વર્ણવ્યવસ્થાથી છૂટકારો અપાવી માણસ બનાવે.

(અનુવાદઃ ગૌતમ ડોડિયા)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ.09-10

Loading

આ મુશ્કેલ સમયમાં (31)

સુમન શાહ|Opinion - Opinion|19 July 2020

કોરોનાએ સરજેલી જીવનપીડાનો કોઇ ઇલાજ હાથવગો નથી ત્યારે મારું મન સ્વાભાવિકપણે જ સાહિત્યકલા ભણી ચાલ્યું જાય છે.

Rilke portrait: Courtesy: Paris Review

હમણાં કારણવશાત્ જર્મન કવિ રિલ્કેની સૃષ્ટિમાં જવાનું બન્યું ને મને એમનું ‘ગોઇન્ગ ટુ ધ લિમિટ્સ ઑફ યૉર લૉન્ગિન્ગ’ કાવ્ય એકદમ સમયપ્રસ્તુત લાગ્યું.

કવિએ સરજેલો ઈશ્વર આપણને સૌને કહે છે – તારી ઝંખનાને સાવ છેડે, તળિયે, ચાલી જા :

તાત્પર્ય, ધીરજ અખૂટ છે, ગુમાવ નહીં.

સમગ્ર કાવ્ય, જુઓને, કેટલું બધું આશ્વાસક છે. કહે છે :

ઈશ્વર આપણ દરેકને ઘડે છે એમ આપણ દરેકને કહે છે.
પછી
રાત દરમ્યાન ચૂપચાપ
આપણી જોડે ને જોડે ચાલતો રહે છે.
આ વચનો આપણે આછાંપાછાં જ સાંભળીએ છીએ :
તું, મોકલી દે તારી યાદોને પેલે પાર,
પ્હૉંચી જા ને તારી ઝંખનાને સાવ છેડે, તળિયે.
તું હું બની જા, મને ધારણ કર.
જ્યૉતની જેમ ઝળહળી ઊઠ ને
રચી રહે લાંઆંબા પડછાયા જેમાં હું હરીફરી શકું.
તારા બારામાં બધું જ થવા દે : સુન્દર ને ભયાનક.
બસ ચાલુ રાખ ચાલવાનું.
કોઈપણ લાગણી અન્તિમ નથી.
મને ન ગુમાવ.
નજદીકમાં જ છે એક દેશ જેને
એઓ જિન્દગી કહે છે.
એ એવી ગમ્ભીર છે, તને ઓળખાઈ જશે.
લાવ, તારો હાથ આપ મને.

= = =

(Book of Hours, I 59: ભાવાનુવાદ)

(July 19, 2020: Ahmedabad)

Loading

બોલ બાપુ !

મનીષ શિયાળ|Poetry|19 July 2020

મનિયો; સાચેસાચું બોલ બાપુ !
‘હિંસા’
એટલે
કે
‘‘યુદ્ધ એ જ કલ્યાણ' સર્વોચ્ચ પરમ્ ધર્મ’’ની
વિચારધારાથી અંતરાઈને
ક્યાં છૂપાઈ બેઠો છે ?
કોઈએ કહ્યું;
કે – એ
ઉત્તર-દખણ, પૂરબ-પશ્વિમ
'સત્ય-અહિંસા એ જ ધર્મ’ની
આડ લઈ બેઠો છે,
મનિયો; તે આટલી બીક કોની હેં, બાપુ !
બાપુ; હું છૂપાયો નથી
પણ હા …
મને છૂપાવાઈ છે
સત્ય અને અસત્ય વચ્ચે
હિંસા અને અહિંસા વચ્ચે
એથી જ
હું, ડરું છું,
ગોડસેની હિંસકવાદી ગોળીથી
રાજકારણની અસત્યવાદી બોલીથી
ને
પૈસો મારો પરમેશ્વરા'દીથી
એ…એ… મારી અહિંસા સાથે
બળજબરીથી
દુષ્કર્મ આચરી
એને ગર્ભવતી કરી
હિંસાના સંતાનો ઉત્પન્ન કરવા મથે છે.

e.mail : Shiyalmanish1996@gmail.com

Loading

...102030...2,3762,3772,3782,379...2,3902,4002,410...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved