યુ.પી.માં અલીગઢથી ચૂંટણી સભાના શ્રીગણેશ કરી, નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું. મોદીએ પહેલી જ ચૂંટણીમાં રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કર્યા. વળી, એમના નામ સાથે જોડાયેલ એક નવા, રાજા મહેન્દ્રપ્રતાપસિંહ વિશ્વવિદ્યાલયની જાહેરાત કરી. આ જાહેરાત ઘડી-બે-ઘડી તો સારી લાગી, પણ થયું લાલો લાભ વગર લોટે નહીં. થયું પણ એવું જ. આ વિશ્વવિદ્યાલય માટે સો કરોડની ફાળવણી પણ કરવામાં આવી. તેથી ઘણાં રાજી થાય, પરન્તુ યાદ કરો કે આ સાહેબે રિલાયન્સ યુનિવર્સિટીના ખાતમુહૂર્તમાં જ એને ભારતની મહાન યુનિવર્સિટી (જન્મ્યાં પહેલા જ!) ગણાવી હજ્જાર કરોડનું અનુદાન મંજૂર કરેલું. સખાવતમાં ભાઈબંધી પાક્કી રાખે છે!
આપણો વાંધો બીજો છે. રાજા મહેન્દ્રપ્રતાપે જિંદગીભર 'સિંહ' ઓળખ વાપરી નથી! વળી, એ માટે એમણે ખુલાસો પણ કર્યો છે. તેથી ચૂંટણીનું ફૉર્મ પણ એમણે રાજા મહેન્દ્રપ્રતાપના નામે જ ભરેલું. જે ચૂંટણીમાં એમણે અટલબિહારી વાજપેયીને ય હરાવેલા. બીજું, ભારત સરકારે એમના સન્માનમાં ટપાલટિકિટ બહાર પાડેલી એના પર પણ રાજા મહેન્દ્રપ્રતાપ જ છે, સિંહ નહીં! મોદી સરકારને ઇતિહાસને વિકૃત કરવામાં-આનંદ આવે છે. (હમણાં વિષ્ણુ પંડ્યાએ ભગતસિંહને 'આર્યસમાજી' બનાવી દીધા એવો આનંદ!) કોઈનું નામ વિકૃત કરવું એ કાયદેસરનો ગુનો છે. મોદી સરકારને આ અંગે જાગૃત નાગરિકોએ કોર્ટમાં પડકારવી જોઈએ.
આમ કરવાનું કારણ એ છે કે મોદી સરકાર કિસાન-મહાપંચાયતોની વધેલી લોકપ્રિયતાથી બેબાકળી થઈ ગઈ છે. કિસાન-આંદોલનમાં અગ્રણી કિસાનો જાટ, સિંહ છે. હવે રાજા મહેન્દ્રપ્રતાપને 'સિંહ' બનાવી, વારંવાર એમને જાટ તરીકે ઓળખાવી, એમના નામે આવી યુનિવર્સિટી ખોલી, કિસાન-આંદોલનથી પ્રભાવિત જનતાને ભ્રમિત કરી શકાય. કહી શકાય કે વોટ માટે રાજાને જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં!
જિંદગીમાં કદી રાજા મહેન્દ્રપ્રતાપને યાદ ન કરનાર આ સરકાર શિલાન્યાસ કરી રહી છે. બીજી તરફ એમની મૂર્તિ જ્યાં છે, એ કચરાના ઢગલા વચ્ચે પડી છે. એ મૂર્તિની યોગીજીએ કોઈ જાણકારી સુધ્ધાં નથી કરી. તેથી ચૂંટણીનો ગડગડાટ અને તાલિબાનચર્ચા વખતે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરીને, રાજકીય સ્વાર્થ સાધી રહી છે. મોરસાનમાં જન્મેલા રાજાને હાથરસમાં દાદાએ દત્તક લીધેલા. આજે પણ મુરસાનના દલિતવાસમાં મૂર્તિ છે. યુ.પી.માં ચૂંટણી આવી, ત્યારે એકાએક એમને યાદ આવ્યા! બેશક એમણે ઝીણાનો વિરોધ કરેલો, પણ એ હિન્દુત્વવાદી ન હતા! જનસંઘને હરાવનાર, પોતાનું બીજું નામ એમણે 'પીટર’ પણ કરેલું! સર્વધર્મસમભાવી રાજાને આ રીતે વેતરવા એ વિકૃત મનોદશાનો પરિચય આપે છે. એમની અંતિમ ઇચ્છા હતી કે એમને દફનાવવા, જલાવવા અને સમાધિ પર લખવું – 'પીટરવીર પ્રતાપ' જેથી ઈસાઈ, મુસ્લિમ અને હિંદુ ત્રણે આવે! જે મંદિરોમાં દલિતોને પ્રવેશ ન હોય, ત્યાં એ જતા ન હતા! હાથરસમાં બળાત્કારી ધારાસભ્યને બચાવી, પીડિતને રાતોરાત બાળનાર મોદી સરકારને એ વખતે રાજા મહેન્દ્રપ્રતાપનું હાથરસ યાદ આવ્યું ? રાજાના નામની ચૂંટણી ટાણે લૉલીપૉપ છે!
એ જ્યારે અફઘાનિસ્તાનમાં ભારતની આરઝી હકૂમતના રાષ્ટ્રપતિ હતા, ત્યારે એમના વડા પ્રધાનનું નામ બરકત ઉલ્લાખાન હતું! હિંદુ-મુસ્લિમ પ્રેમના પ્રતીક હતા. એ માનતા હતા કે લગ્ન વખતે જ્ઞાતિ, ધર્મ જોવાનાં ન હોય! લવજેહાદવાળા શું મહેન્દ્રપ્રતાપને સમજી શકે ? પોતાની સમગ્ર સંપત્તિ શિક્ષણ માટે આપી દીધી હતી, શિક્ષણને કૉર્પોરેટ કૉમોડિટી બનાવી દેનારાઓની હેસિયત છે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરવાની? ઈ.૧૯૦૯માં છેક પોલિટેકનિક સ્થાપી હતી! જાટલૅન્ડના ૬% વોટ લેવા માટે રાજાની છબી વિકૃત કરવામાં આવી રહી છે. સર સૈયદ અહેમદે જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવી, એની જમીન રાજા મહેન્દ્રપ્રતાપે આપેલી.
રાજા મહેન્દ્રપ્રતાપ (૧૮૮૬-૧૯૭૯) સ્વાતંત્ર્યસંગ્રામી હતા. આર્યસમાજને વૃંદાવનમાં જમીન આપી એ શરત સાથે કે હું આર્યસમાજી નથી. ૧૯૦૮માં 'પ્રેમવિદ્યાલય’ની સ્થાપના કરી, જેમાં ૨૫,૩૪૭ રૂપિયા ખર્ચેલા, જે આજે કરોડો કરોડો રૂપિયા થાય. કાઁગ્રેસ-ભા.જ.પ.માં જે રાજાઓ છે, એ આવું દાન કરી શકે? એ માત્ર સ્વાતંત્ર્યસેનાની ન હતા, પત્રકાર પણ હતા. બે સામયિકો કાઢેલાં. એક સામાયિકનું નામ હતું 'પ્રેમ’, બીજાનું નામ 'ર્નિબલ સેવક’. 'ર્નિબલ સેવક’ પત્રિકામાં સતત ખેડૂતોના પ્રશ્નો ચર્ચવામાં આવતા હતા. ત્રણ કાળા કાનૂન બનાવીને ખેડૂતોનું જીવન નરક બનાવનાર શું ઉદ્દેશ્યોથી પરિચિત છે?
એમના જમાનામાં હિંદી, ઉર્દૂનો વિવાદ ચાલતો હતો. જાણે હિંદી હિંદુની હોય અને ઉર્દૂ મુસલમાનોની! એમણે કહ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકે હિંદી અને ઉર્દૂ ભાષાઓ જાણવી જોઈએ! જ્યારે અલિગઢ યુનિવર્સિટીએ’ ૯૭માં યુનિવર્સિટીની શતાબ્દી વખતે એમનું જમીનદાતા તરીકે, ઉર્દૂના સંરક્ષક તરીકે સન્માન થયું હતું 'ઇન્ડિપેન્ડન્ટ’માં આવેલ લેખમાં લેનિનને 'પોતાના સાચા સાથી’ ગણાવ્યા છે. રૂબરૂ મળેલા. દુનિયાનું બે વાર પરિભ્રમણ કર્યું. ભારત દુનિયા સાથે તાલમેલ કરે એ ઇચ્છતા હતા. તેમનું સૂત્ર હતું 'પ્રેમધર્મ’. દુનિયાના સર્વ ધર્મોની એકતા એમના જીવનનું ધ્યેય હતું. શું સંધીશિક્ષિત મોદી એમનાં દર્શનને પચાવી શકશે? અલીગઢ યુનિવર્સિટી સંચાલિત જે કૅમ્પસસ્થિત સ્કૂલ છે, એનું નામ પણ 'રાજા મહેન્દ્રપ્રતાપ વિદ્યાલય’ છે. બોલ્શેવિક ક્રાંતિનાં બે વર્ષ બાદ ઈ. ૧૯૧૯માં જ લેનિનને રૂબરૂ મળેલા. ઑક્ટોબર-ક્રાંતિથી પ્રભાવિત હતા. ૧૪મી માર્ચ, ૧૯૧૯માં રૂબરૂ મળ્યા.
એ સમાધિ સામે વૃંદાવનમાં આવેલું 'પ્રેમ વિદ્યાલય’ આજે ચાલે છે, પણ જર્જરિત દશામાં છે. લાઇટની વ્યવસ્થા ન હોવાથી આચાર્ય દેવપ્રકાશ પોતે બે વાયર ખેંચી, બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે! આ 'પ્રેમ વિદ્યાલય’ તો સરખું કરો! એમના સમકાલીનોનાં સંસ્મરણો વાંચીએ, તો તાજ્જુબ થઈ જવાય. સામાન્ય લોકો સાથે જમણવાર ગોઠવતા, કોઈ છોકરાને વાગ્યું હોય તો તે જાતે જ મલમપટ્ટી લગાવનાર રાજા હતા. આજે તો સુપ્રીમ કોર્ટ આદેશ આપે તો ય કોરોનામાં મૃત્યુ પામનારને વળતર તો ઠીક, હજુ યાદી પણ તૈયાર નથી કરી! અત્યારે જે યુનિવર્સિટીઓ છે, એમાંની મોટા ભાગની આર.એસ.એસ.ના અડ્ડા જેવી છે. જો એવી જ આ યુનિવર્સિટી થશે, તો એ રાજા મહેન્દ્રપ્રતાપનું અપમાન લેખાશે. હિંદુ-મુસ્લિમ નહીં પણ વૈજ્ઞાનિક ચેતનાસભર મનુષ્યનિર્માણ એમનું ધ્યેય હતું. રૂઢિવાદિતામાંથી યુવાનોને બહાર કાઢવા મથતા હતા. આધુનિક ભારતની એમની કલ્પના એવી હતી. શિલાન્યાસ આ વિચારોનો કરવો જરૂરી છે. આંતરધર્મી, આંતર જ્ઞાતીય વહેવાર એ એમની પ્રબળ ઇચ્છા હતી. 'માય લાઇફ સ્ટોરી’માંથી પસાર થાવ તો ખબર પડે કે એ કેવા વિચારક હતા. યોગી-મોદી-ભાગવતનાં વિધાનો અને રાજા મહેન્દ્રપ્રતાપના ઉદ્દગારો વચ્ચે આભજમીનનું અંતર છે!
જોઈએ આ યુનિવર્સિટી મતપેટી બને છે કે રાજા મહેન્દ્રપ્રતાપને સાચી શ્રદ્ધાંજલિ. અત્યારે તો એટલું જ કે એમને જાટ બનાવી, નામ પાછળ સિંહ લગાવી નાના ન બનાવો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 08
![]()


એપ્રિલથી ઓગસ્ટ 2021 દરમ્યાન લતાબહેન દેસાઈ અને રોલ્ફ કિલસ (Rolf Killus) દ્વારા આયોજિત અને સુંદર રીતે અમલમાં મુકાયેલ એક પ્રકલ્પ વિષે જાણવાની અને તેમાં નાનો શો ફાળો આપવાની તક મળી. સબરંગ આર્ટસ અને બ્રેન્ટ મ્યુઝિયમ તથા આર્કાઇવ્સની ભાગીદારીમાં યુનાઇટેડ કિંગ્ડમમાં અને ખાસ કરીને લંડનના બ્રેન્ટ વિસ્તારમાં રહેતાં ગુજરાતી લોકોનાં મૂળ, પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં તેમનો વસવાટ અને ત્યાંથી આ દેશમાં સ્થળાંતરિત થઈને સ્થાઈ થવાને પરિણામે તેમનામાં આવેલ બદલાવ અને બ્રિટન પર પડેલ પ્રભાવની કહાણી પારંપરિક કળા કારીગરી, વેપાર-વણજની માહિતીઓ અને સંગીત, નૃત્ય, ખોરાક અને આધ્યાત્મિક જીવન જેવાં સાંસ્કૃતિક પાસાંઓની રજૂઆત દ્વારા અદ્દભુત રીતે કહી. નોંધ લેવા જેવી બાબત એ છે કે જેઓએ લંડનના સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રભાવ પાડ્યો છે, તેઓ લંડનમાં રહેતા કેટલાક એવા લોકો છે, કે જેમનાં મૂળ ગુજરાત-ભારતમાં છે, જેઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં જાણકાર હોવા ઉપરાંત વ્યવસાયોમાં સફળ રહ્યાં છે. આ પ્રદર્શનમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોથી કેટલાંક લોકોની મુલાકાતો પ્રસારિત થઇ જેથી મૌખિક ઇતિહાસ જાણવા મળ્યો, અને તેમને મન મહત્ત્વની લાગતી વસ્તુઓ વિશેની વાતોથી બ્રિટનના લોકો પર પડેલી તેની છાપની અદ્દભુત કહાણી જાણવા મળી.






પહેલાં શૈલિનીબહેન શેઠ અમીન અને તેમના પરિવાર તથા તેમનાં કાર્ય વિષે જાણીએ. શૈલિનીબહેનનાં માતુશ્રીને તેમણે નવ વર્ષની વયે કેન્સરની બીમારીમાં ગુમાવ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ તેમના દૂરના માસી થાય, જેમણે શૈલિનીબહેનને પોતાની પુત્રીની માફક ઉછેર્યાં અને જીવનભર તેમના માર્ગદર્શક બની રહ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠને ગુજરાતની પ્રજા સારી પેઠે જાણે. 1906માં ધનિક પરિવારમાં તેમનો જન્મ. મોતી અને કાપડનો વેપાર દક્ષિણ પૂર્વના દેશો સુધી ફેલાયેલો. કેલિકો મિલના માલિક અને મોટા ગજાના ઉદ્યોગપતિની નામના મેળવનાર અંબાલાલ સારાભાઈ તેમના પિતરાઈ ભાઈ થાય. એવા પરિવારો પર અંગ્રેજ આચાર-વિચારનું પ્રભુત્વ વધુ. એ લોકોએ એક કરતાં વધુ વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરેલો અને ત્યાંના શિષ્ટાચાર અને સંસ્કૃતિ અપનાવેલા. સારાભાઈ પરિવારનો
કાપડ ઉદ્યોગ ધમધમતો ચાલ્યો, જેમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી, આમ છતાં એ પરિવારે જ સહુ પ્રથમ ગાંધીના વિચારો અપનાવ્યા. મૂળે ખુલ્લા અને આગળ પડતા વિચારો ધરાવતા હોવાને કારણે ગાંધીના નવા વિચારો તરફ પણ આકર્ષાયાં.



