ચારે તરફ
સુસવાટાબંધ ફૂંકાતી
બાગી હવાએ
ફંગોળી દીધા છે બાપુને …
બચી ગયાં બાપડાં
લાકડી, ઘડિયાળ ને ચશ્માં !
હવે
એ ય તે જોખમી છે હોં !
સમજુઓ
સૂતક રાખીને
આઘે
ઠૂંઠું થઈને ઊભા છે
દૂર
ગોડસેના મંદિરમાં
અપૂર્વ ઘંટારવ થઈ રહ્યો છે
‘રઘુપતિ રાઘવ’ની ધૂને
રસ્તો બદલી નાખ્યો છે!
•
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 02
![]()


અત્યારે આ સમયે દિલ્હીમાં યમુના નદીને કિનારે એક મહાન પુરુષના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે જ્યારે તેઓ પ્રાર્થનામાં જવા નીકળ્યા ત્યાં જ કોઈક નવયુવાન દ્વારા તેમના પર ગોળી ચલાવવામાં આવી અને વીસ મિનિટમાં જ તેમના દેહનું જીવન સમાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ તેમની સાથે લંબાણપૂર્વકની વાત કરીને પાછા જતા હતા ત્યાં રસ્તામાં જ એમને ખબર મળતાં તેઓ પાછા ફર્યા. બિરલા હાઉસ પહોંચીને એમણે જે દૃશ્ય જોયું તેનું વર્ણન તેમણે કર્યું, તેમાં એક વાત ખૂબ મહત્ત્વની હતી. તે એ કે ગાંધીજીના ચહેરા પર દયાભાવ તથા માફીનો ભાવ, એટલે કે અપરાધીને માટે ક્ષમાવૃત્તિ દેખાતી હતી. વલ્લભભાઈએ કહ્યું કે આપણને આ સમયે ગમે તેટલું દુ:ખ થયું હોય, ગુસ્સો નહીં આવવા દેવો જોઈએ. અને જો આવે તો પણ તેને રોકવો જોઈએ. ગાંધીજીએ જે વસ્તુ આપણને શીખવી તેનો અમલ એમના જીવતા તો આપણે ન કરી શક્યા, પરંતુ હવે એમના મૃત્યુ પછી તો તેનો અમલ કરીએ !

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો. આ ચુકાદા અનુસાર પિતાની મિલકતમાં દીકરીનો પણ દીકરા જેટલો જ અધિકાર રહેશે. આ કાયદા અનુસાર અમુક જૂની વિચારધારાઓ અને નિયમોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાં. મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ એક અપીલ દાખલ કરાયેલી હતી જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો કે વસિયત વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની સ્વ-ઉપાર્જીત તથા અન્ય સંપત્તિ પર દીકરીનો અધિકાર રહેશે. આ ચુકાદા સાથે મિલકતના વારસામાં દીકરીને અગ્રતા મળશે. આ કાયદાની આંટીઘૂંટી વખત આવ્યે સમજી શકાશે પણ સપાટી પરથી સમજીએ તો દીકરીઓને જે સમાજમાં પારકી ગણાય છે તે હવે પોતાનો હક માંગી શકશે અને તેમાં કાયદો તેમની પડખે રહશે.