ચારે તરફ
સુસવાટાબંધ ફૂંકાતી
બાગી હવાએ
ફંગોળી દીધા છે બાપુને …
બચી ગયાં બાપડાં
લાકડી, ઘડિયાળ ને ચશ્માં !
હવે
એ ય તે જોખમી છે હોં !
સમજુઓ
સૂતક રાખીને
આઘે
ઠૂંઠું થઈને ઊભા છે
દૂર
ગોડસેના મંદિરમાં
અપૂર્વ ઘંટારવ થઈ રહ્યો છે
‘રઘુપતિ રાઘવ’ની ધૂને
રસ્તો બદલી નાખ્યો છે!
•
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 02