અજાણ્યાઓ આતંકવાદી હતા,
અને જાણીતાઓ ફસાદી હતા.
છતાં નોંધ એની છે ઇતિહાસમાં,
બનાવો ઘણાંએ વિવાદી હતા.
પ્રતિબંધને ક્યાંક પરવાનગી,
નશાના બધે લોક આદી હતા.
નહોતી રહી ક્યાં ય ન્યાયાલયો,
પ્રતિવાદીઓ સામે વાદી હતા.
નહીં સત્યને સત્ય પણ કહી શકે,
એ ડરપોક અથવા પ્રમાદી હતા.
"રામકૃપા", ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા જિલ્લો-અમરેલી
![]()


આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(‘આપ’)ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ બી.જે.પી.નો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘આપ’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે?