પૂર્વી
ગવાક્ષમાં ટમટમતો
એક દીપ
શાંત
ઉદાસ
ધીરે ધીરે પોતાના અજવાસમાં વહેતો
એક વિનીત સ્વર.
અવકાશમાં આંદોલિત એક સ્ફુલ્લિંગ
જાણે પોતાની જ શોધમાં
ઉત્સુકતાથી વહ્યે જાય છે.
ઊડે છે જે પંખીઓ પૂર્વી રાગમાં
પાંખો ફફડાવતાં ઊડ્યાં જ કરે
ઊડ્યાં જ કરે
નિરંતર
સ્વરોની શાંત બહુલતામાં.
શબ્દોમાં
ઊંડે ઊંડે ઊતરતો જતો
એક સ્થિરદ્યુતિ દીપ :
સ્વયં પૂર્વી.
ક્યારેય પાછું નથી ફરતું
એવું સમયપંખી,
જેને શોધવા સ્વરો હંમેશાં
તડપ્યા કરે.
“નવનીત સમર્પણ” જૂન ૨૦૨૩ અંકમાં પ્રગટ.
![]()




વિદેશ પ્રધાન એસ. જયશંકરે રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે વિદેશમાં દેશની આબરૂ જાળવવી એ સહિયારી જવાબદારી છે. આની શરૂઆત રાહુલ ગાંધીએ કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ? તરત જ કાઁગ્રેસના પ્રવક્તાએ નવ ક્લિપ્સ ધરી દીધી જેમાં નરેન્દ્ર મોદી વિદેશમાં જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ગાંધીપરિવાર અને કાઁગ્રેસની જ નહીં એ યુગના ભારતની ટીકા કરતા નજરે પડે છે. ૨૦૧૫માં ચીનમાં શાંઘાઈમાં તેમણે કહ્યું હતું કે “પહેલાં ભારતીયો ભારતમાં જન્મ પામવા માટે શરમ અનુભવતા હતા જે હવે ગર્વ અનુભવે છે.” આવી એકથી એક ચડિયાતી નવ ક્લિપ્સ જોવા મળશે.