Opinion Magazine
Number of visits: 10,223,429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नीतीश कुमार का अपराध : नीतीश कुमार की माफी 

कुमार प्रशांत|Opinion - Opinion|17 November 2023

कुमार प्रशांत

यह अपने–आप में अनोखा था. कभी देखा नहीं था कि कोई मुख्यमंत्री सदन में और सदन के बाहर भी अपनी कही किसी बात के लिए बार–बार इस तरह माफी मांग रहा होकि उसे अपनी कही बात की सच में ग्लानि हो. जुमलेबाजी पर टिकी आज की राजनीतिक संस्कृति में, जुमलेवाली माफी और सच्ची माफी में जो फर्क होता है, वह पहचानने काविवेक अभी जिंदा है. इसलिए कह सकता हूं कि नीतीश कुमार को माफी मिल ही जानी चाहिए. जुमले उछालना, झूठ बोलना, गलत बोलना और अनगढ़ ढंग से बोलना, दोसर्वथा भिन्न बातें हैं. 

बोलने का सच यह है कि जब कभी हम बोलते हैं तो अपनी तरह से ही बोलते हैं लेकिन बोलते हमेशा दूसरे के लिए हैं. यदि सुनने के लिए प्रत्यक्ष या अप्रत्यक्ष दूसरा कोई नहो, तो हम बोलें ही नहीं. बोलना बड़ी जिम्मेवारी है. बार–बार दोहराई लेकिन फिर भी ताजा–के–ताजा वह बात सौ टंच खरी है कि वाण से छूटा तीर व जुबान से निकली बातवापस नहीं आती है. इसलिए तो वाक्–संयम को गीता ने स्थितप्रज्ञ्य के लक्षणों में एक माना है.  राजनीति में स्थितप्रज्ञ्यता की न जगह मानी जाती है, न गुंजाइश !

नीतीश कुमार को उस रोज अपनी तरह से वह बात कहनी थी जो उन्होंने पहले कभी कही ही नहीं थी; उन्हें अपनी सरकार की सफलता के झंडे भी लहराने थे जैसे हरराजनीतिज्ञ लहराता है; उन्हें विपक्ष पर गहरा कटाक्ष कर उसे व्यर्थ के बकवासी भी साबित करना था. इस नट–लीला में वे फंस गए. तनी हुई रस्सी पर संतुलन साधता नट संतुलनखो कर गिरता भी तो है न ! गिरना खेल के गलत होने का प्रमाण नहीं है; खिलाड़ी के चूकने का प्रमाण है.

बोलना तीन तरह का होता है : गलत बोलना,  असभ्यता से बोलना तथा सर्वथा झूठ बोलना ! लोकतंत्र के संदर्भ में एक तीसरा प्रकार भी है : असंवैधानिक बोलना ! नीतीशकुमार ने उस रोज जो कहा व जिस तरह कहा वह दूसरी श्रेणी में रखा जा सकता है. भाषा की यह दिक्कत जगजाहिर है. वह यदि लोक–व्यवहार से गढ़ते–गढ़ते तराश न दी गई होतो भोंढी लगती है और अपना अर्थ संप्रेषित करने में विफल होती है. कितनी तो आलोचना गांधीजी की हुई, होती रहती है कि उन्होंने संसदीय लोकतंत्र को ‘बांझ व वेश्या’ कहकर स्त्री–जाति को हीन बताया. गांधीजी की तरफ से ऐसे ‘अभद्र’ शब्द आएं, कई लोगों को तो यही नहीं पचा. किसी को इसमें गांधीजी की पुरुष मानसिकता के दर्शन हुए. गांधीजी ने कहा : मैं जो कहना चाहता हूं उसके लिए इससे अधिक मौजूं शब्द मिला नहीं मुझे ! मिल जाएगा तो बदल दूंगा ! यहां मेरी तरफ से नीतीश कुमार व गांधीजी कीतुलना या साम्यता का मतलब न निकालें पाठक बल्कि भाषा की मर्यादा का एक उदाहरण मात्र समझें. 

नीतीश कुमार को साबित यह करना था कि उनकी सरकार के प्रयासों से जनसंख्या नियंत्रण का प्रयास सफल हुआ है. वे आंकड़ों से उसका प्रमाण भी देते रहे. विपक्ष उनकादावा मानने को तैयार नहीं था. इसलिए उन्हें विपक्ष को धूल–धूल कर देना था, उसे उसकी सही जगह दिखला देनी थी तो उनकी आक्रामकता बढ़ने लगी. वे बताने लगे किजनसंख्या नियंत्रण में दिक्कत क्या–क्या आती है. पति या पुरुष कामुक हुआ जाता है और स्त्री उसके सामने बेबस हो जाती है. यह सब बताने में समर्थ भाषा हमने विकसित हीनहीं की है, क्योंकि यह सब ‘गुप्त ज्ञान’ के भीतर आता है. हमारे समाज में यौन–शिक्षा का जैसा हाल है वह नीतीश कुमार की देन नहीं है बल्कि हम सबकी तरह नीतीश कुमार भीउसके शिकार हैं. हमारे यहां यौनिक संदर्भ की भाषा विकसित ही नहीं हुई है क्योंकि उसे हमने हमेशा अत्यंत निजी, किसी हद तक गुप्त विषय ( गुप्त रोग ! ) माना है. इसमें अंग्रेजीका हमारा अत्यंत सीमित  (व विकृत !) ज्ञान हमारा सहारा बनता है. अंग्रेजी का हमारा अज्ञान हमें वैसा कुछ कह कर निकल जाने की सुविधा देता है जिसे हम ठीक से समझते भीनहीं है. ‘चुम्मा’ कहो तो अशिष्ट लगता है, ‘चुंबन’ कहो तो कालिदासीय क्लिष्टता लगती है, तो हम ‘किस’ कहकर निकल जाते हैं जिसमें न मिठास मिलती है, न अपना कोईसंदर्भ मिलता है लेकिन अंग्रेजी में है तो भद्र ही होगा, ऐसा जमाना मानता है, तो हम भी मानते हैं.  

नीतीश कुमार को कहना यह था कि लड़की पढ़ी–लिखी, जानकार होगी, जैसाकि हमारी सरकार उसे बनाने में लगी है, तो वह अपने पति की कामुकता को नियंत्रित करसकेगी, उसे गर्भ न रहने के प्रति सचेत कर सकेगी. इसे आप भदेशपन से कहेंगे तो नीतीश कुमार का हाल होगा आपका, अंग्रेजी में ‘विद्ड्रॉल’ कहेंगे तो भद्रता मान कर आपकोबरी कर दिया जाएगा. जब नीतीश कुमार आक्रामक हास्य की मुद्रा में यह सब कह रहे थे तो वे समझ रहे थे कि वे कुछ अटपटा कह रहे हैं लेकिन यही तो राजनीति है; औरराजनीति ऐसी सावधानी कब रखती है ! वह तो हमेशा कह देने की बाद की प्रतिक्रिया से, अपने कहे की सार्थकता या निरर्थकता आंकती है और अपना अगला कदम चुनती है.  यही नीतीश कुमार ने भी किया. 

उनकी खुली सार्वजनिक माफी ही यह बताती है कि जो कुछ कहा उन्होंने वह इरादतन महिलाओं का अपमान करने, यौनिकता को राजनीतिक हथियार बनाने या अपनी यौनकुंठा को तुष्ट करने का जायका लेने जैसा नहीं था. वे इस नाहक के विवाद और अपनी रौ में बह जाने के परिणाम से त्रस्त व्यक्ति की ईमानदार माफी थी. स्त्री–वर्ग के रूप में बिहारकी महिलाओं को नीतीश कुमार ने सशक्त ही किया है, उनमें उत्साह भरा है, उनकी उमंगों को अपनी व्यवस्था का आधार भी दिया है. मुझे अंदाजा नहीं है कि उनके मंत्रिपरिषद मेंयौन अपराधियों को कितनी जगह मिली हुई है याकि ऐसे अपराधियों के प्रति उनका रवैया कैसा है.  यदि यह आंकना हो तो प्रधानमंत्री समेत केंद्रीय मंत्रिमंडल का चेहरा अच्छानजर नहीं आएगा. लेकिन इस आधार पर नीतीश कुमार से इस्तीफे की मांग याकि दूसरे किसी को सरकार की बागडोर सौंप देने की मांग अतिवादी मांग है. मांगने करने वालों कोयह समझना चाहिए कि  यह अपराध से कहीं बड़ी सजा देने की अविवेकी भूल होगी. व्यापक सार्वजनिक भर्त्सना के रूप में उन्हें अनगढ़ अभिव्यक्ति की वह सजा मिल चुकी है जोकिसी राजनेता के लिए सबसे बड़ी सजा होती है. अब आगे की नितीश कुमार जानें. लेकिन कुछ तो हम भी जानें. हम सब बड़ी सावधान सावधानी बरतें कि किसी भी हाल में, कैसी भी परिस्थिति में हमारी सार्वजनिक अभिव्यक्ति यौनिक गालियों या प्रतीकों का सहारा न ले. ऐसी हर अभिव्यक्ति औरत का अपमान करती है; ऐसी हर अभिव्यक्ति यह भूलजाती है कि यौनिकता स्त्री–पुरुष दोनों की साझा विरासत है. हम जब ऐसे अपशब्दों में बात करते हैं तो खुद को भी, अपनी महिला को भी और सारी महिला साथियों को भीक्षुद्रतर साबित करते हैं. नीतीश–प्रसंग यदि हमें इतना सचेत कर दे तो हमें उन्हें माफ तो कर ही देना चाहिए. 

(17.11.2023)  
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ -૨) : ભરત મુનિ

Opinion - Opinion|17 November 2023

સુમન શાહ

મેં કહ્યું કે ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા છે, એમાં ઉમેરું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમગ્રમાં એ છે.

જેમ જીવવિજ્ઞાનમાં કે વિજ્ઞાન માત્રમાં પરિભાષા હોય એમ કોઈપણ શાસ્ત્રમાં પણ હોય, તેમ કાવ્યશાસ્ત્રમાં પણ હોય જ ! ઇતિ અલમ્. આ બાબત એટલી સ્પષ્ટ છે કે ઘૂંટીએ તો પુનરાવર્તન દોષ થાય.

ભરત મુનિએ આપેલું રસસૂત્ર : વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: – વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

આમાં, ‘વિભાવાદિ’ પારિભાષિક સંજ્ઞાઓ છે. એને આત્મસા્ત કરવી એ પાયાની જરૂરિયાત છે. હું એટલે સુધી કહીશ કે એ પરિભાષાની ઉપેક્ષા કરનારને કશું હાથ આવશે નહીં, એ માત્ર ફાંફાં મારી શકશે.

હવે, કાવ્યના પ્રાગટ્યમાં જવાબદાર ૮ સ્થાયી ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, બધું મળીને ૪૯ ભાવોના સંયોગથી જ રસની નિષ્પત્તિ થાય છે; તો એ ભાવોને જાણવા જ જોઈએ. એથી કંટાળીને વિદ્યાર્થી ભાગી જાય તે સ્વાભાવિક છે, પણ, ‘આની કંઈ જરૂર નથી, વધારે પડતું છે’, એમ બકવાસ કરીને અધ્યાપક ચાતરી કે કાતરી જાય એ મૂષકવૃત્તિ છે, એ પ્રજ્ઞાપરાધ પણ છે.

રસસૂત્રમાં વધારે નૉંધપાત્ર શબ્દ બે છે, ’ભાવ’ અને ‘રસનિષ્પત્તિ’. પ્રત્યેક મનુષ્ય ભાવ કે ભાવોનો સમૂહ ધરાવે છે. પણ યાદ રહે કે રસ કે રસસમૂહ તો કાવ્ય કહેતાં, સાહિત્યમાં અને કલાઓમાં જ સંભવે છે.

ભરત સરસ કહે છે : જે અર્થ હૃદયસંવાદી હોય, હૃદયને સ્પર્શે, એનો ભાવ સૂકા લાકડામાં જેમ અગ્નિ વ્યાપી વળે છે, એમ શરીરમાં વ્યાપી વળે છે, એ ભાવ રસનો ઉદ્ગમ છે. શ્લોક છે : 

યોડર્થો હૃદયસંવાદી તસ્ય ભાવો રસોદ્ભવ: I

શરીરમ્ વ્યાપ્યતે તેન શુષ્કમ્ કાષ્ઠમિવાગ્નિનામ્ II

રસસૂત્રનો સાર એ છે કે વિભાવાદિ ભાવોનો સંયોગ થવાથી રસ નિષ્પન્ન થતો હોય છે. પણ અહીં અનેક પ્રશ્નો છે, અથવા અધ્યેતાને થવા જોઈએ : 

ભાવ એટલે શું? વિભાવ અનુભાવ કે વ્યભિચારી ભાવ એટલે શું? સંયોગાત્ એટલે શું? રસનિષ્પત્તિ એટલે શું? અથવા એમ પ્રશ્ન થવો જોઈએ કે આ બધી સંજ્ઞાઓને શાસ્ત્રકારે કેવાક સંકેતાર્થો માટે પ્રયોજી છે. પ્રશ્ન થાય તો ઉત્તરની અપેક્ષા જાગે.

A colorful person with a creative mind, exploding inner world, emotions, imagination and creative concept.

AI generated By Blackdorian

ભરતે પ્રત્યેક સંજ્ઞાની વિશદ વ્યાખ્યા કરી છે :

ભાવ : 

એ સ્મરણમાં રાખવું જરૂરી છે કે “નાટ્યશાસ્ત્ર” મુખ્યત્વે નાટ્યકલાનું શાસ્ત્ર છે તેથી ભરત લગભગ બધી ચર્ચા અભિનય વગેરે નાટક સાથે જોડાયેલી બાબતોના સંદર્ભે કરતા હોય છે.

ભાવ વિશે પહેલાં તો એમણે પોતે જ પ્રશ્નો મૂક્યા – ભાવા ઇતિ કસ્માત્? – ભાવ શાથી કહેવાય છે? કિમ્ ભાવયન્તીતિ ભાવા:? ભાવ કોને ભાવિત કરે છે? ઉત્તરમાં કહ્યું કે વાણી, અંગ અને સત્ત્વને ભાવિત કરે છે, તેથી એ ભાવ છે. અહીં, અભિનયના પ્રકાર, વાચિક આંગિક અને સાત્ત્વિકનો નિર્દેશ છે. પણ કાવ્ય અથવા સાહિત્યકૃતિમાં પણ વાણી વગેરેનો વિનિયોગ તો હોય જ છે, અને તે પણ ભાવિત તો થાય જ છે.  

વિભાવ :

વિભાવ એટલે કોઈ કાર્યનું કારણ, હેતુ, કે નિમિત્ત. વાણી, અંગ અને સત્ત્વનો આશ્રય કરનારા અનેક અર્થો વિશેષત: ભાવિત થાય છે, વિભાવિત થાય છે, તેથી એ વિભાવ કહેવાય છે.

અનુભાવ :

વાણી, અંગ તથા સત્ત્વથી અનેક પ્રકારના અર્થસંકેતો ઊભા થતા હોય છે. એનો અભિનેતાએ કરેલો અભિનય અનુભાવિત થાય છે, તેથી એ અનુભાવ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, અનુભાવ એટલે અભિનય.

વ્યભિચારી ભાવ :

ગત્યર્થવાચક ‘ચર્’ ધાતુ, ‘વિ’ અને ‘અભિ’ ઉપસર્ગ – એને કારણે ‘વ્યભિચારી’. આ એવા ભાવ છે જે આવે ખરા પણ ટકે નહીં, ચાલ્યા જાય; એટલે, એને ‘સંચારી ભાવ’ પણ કહે છે.

‘ચરન્તી’-નો એક અર્થ છે, લઈ આવવું. વ્યભિચારી ભાવો સંભાવ્ય રસને અભિમુખ થઈને વાણી, અંગ તથા સત્ત્વના મેળને તે રસ પ્રતિ લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે? કહ્યું કે, નક્ષત્રને કે દિવસને સૂર્ય બાહુ પકડીને કે ખભે બેસાડીને નહીં પણ સહજપણે લાવે છે, વ્યભિચારી ભાવોનું સંચરણ પણ એવું સહજ હોય છે.

મારું નમ્ર મન્તવ્ય છે કે આપણા સાહિત્યવિચારમાં વ્યભિચારી ભાવની વિશિષ્ટ પર્યેષણા નથી થઈ.

ગ્રન્થમાં, એ ૩૩ વ્યભિચારી ભાવોનો નામો સહિતનો ઉલ્લેખ છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિન્તા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ, વિ તર્ક.

દરેક ભાવ માટેનો અંગ્રેજી શબ્દ જાણવાથી એનો અર્થ વધારે સ્પષ્ટ થશે, અને દરેક ભાવની સૂક્ષ્મતાનો પણ પરિચય થશે. જોઈ શકાશે કે એ સૂક્ષ્મતા ખાતર અંગ્રેજીના અર્થચ્છાયાસૂચક બે બે શબ્દ પ્રયોજવા પડ્યા છે :

નિર્વેદ – indifference, apathy. ગ્લાનિ – fatigue, exhaustion. શંકા – doubt, suspicion. અસૂયા – jealousy, envy. મદ – pride, arrogance. શ્રમ – toil, labor.  આલસ્ય – laziness, sloth. દૈન્ય – humility, meekness. ચિન્તા – worry, anxiety. મોહ – attachment, infatuation. સ્મૃતિ – memory, recollection. ધૃતિ – courage, perseverance. વ્રીડા – anger, wrath. ચપલતા – fickleness, inconstancy. હર્ષ – joy, delight. આવેગ – excitement, agitation. જડતા – inertia, sluggishness. ગર્વ – pride, arrogance. વિષાદ – sorrow, sadness. ઔત્સુક્ય – eagerness, enthusiasm. નિદ્રા – sleep. અપસ્માર – fainting, swoon. સુપ્ત – asleep. પ્રબોધ – awakening, waking up. અમર્ષ – resentment, ill will. અવહિત્થ – distraction, agitation. ઉગ્રતા – intensity, severity. મતિ – intelligence, intellect. વ્યાધિ – illness, disease. ઉન્માદ – madness, insanity. મરણ – death. ત્રાસ – distress, anguish. વિ તર્ક – argument, debate.

મનુષ્યમાત્રને આ ૩૩ વ્યભિચારી ભાવોનો અવારનવાર અનુભવ થતો હોય છે. દિવસ દરમ્યાન એમાંનો કયો ભાવ ક્યારે પ્રગટ્યો અને ક્યારે ચાલી ગયો, એની ખબર નથી પડતી. પણ આ દરેક ભાવ વિશે ધીરજથી વિચારતાં સમજાશે કે એમાં કેટલી તો સચ્ચાઇ છે.

મનોવિજ્ઞાન અનેક મનોભાવોનો નિર્દેશ જરૂર કરે છે, પણ એમાં આટલી સૂક્ષ્મતા નથી.

વિશ્વના અપ્રતિમ અભિનેતાઓના અભિનયમાં વ્યભિચારી ભાવોની અવરજવર હમેશાં જોવા મળે છે. સામાન્યો તો સાદાંસીધાં લટકાંમટકાં કરતા હોય છે.

એક સર્જક તરીકે મારે મન આ વ્યભિચારી ભાવોનું ખૂબ મહત્ત્વ છે. સર્જકે પોતાના સર્જનમાં કરેલા સૂક્ષ્મ કામનો એથી પરચો મળે છે. સિદ્ધ-પ્રસિદ્ધ સાહિત્યકારોની સૃષ્ટિમાં એનાં નિરૂપણો અવશ્ય જોવા મળે છે. સુજ્ઞ કથાસ્વામીઓનાં પાત્રો પણ એ સૂક્ષ્મતા દાખવતાં હોય છે પણ સામાન્ય લેખકોનાં પાત્રો એટલું બધું ઝીણું નથી જીવતાં હોતાં, કેમ કે એ લેખકોએ એમને એવું જી-વ-ન નથી બક્ષ્યું હોતું; એવા લેખકોનું બધું ‘જાડું’ માત્રલેખન જ હોય છે.

એ પણ નૉંધો કે વિભાવ અને અનુભાવની તુલનામાં વ્યભિચારી ભાવો જીવનની વધારે નજીક છે. વિભાવ અનુભાવ પરત્વે કલાપરક આયોજનો કરી શકાય છે, પણ વ્યભિચારી ભાવોનાં નિરૂપણો માટે આયોજકો પાસે જીવનનું ગભીર અને ગમ્ભીર અનુભવજ્ઞાન હોવું અનિવાર્ય છે.  

(ક્રમશ:)
(11/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘બહાદુરી અને કાયરતા બન્ને ચેપી છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|17 November 2023

[ભાગ-5]

રમેશ સવાણી

ગરાસદારી પ્રથા નાબૂદ કરવાનું કામ અતિ મુશ્કેલ હતું. 15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગર ખાતે સરદાર પટેલે જંગીસભા વચ્ચે સૌરાષ્ટ્ર સરકારનું ઉદ્ઘાટન કર્યું. કાઠિયાવાડને નવું નામ મળ્યું – સૌરાષ્ટ્ર. જામ સાહેબ પ્રથમ રાજપ્રમુખ નિમાયા. તેમના નિમંત્રણથી ઉછરંગરાય ઢેબરે નવું મંત્રીમંડળ રચ્યું. તેમાં બળવંતરાય મહેતા / નાનાભાઈ ભટ્ટ / રસિકલાલ પરીખ / મનુભાઈ શાહ / જગુભાઈ પરીખ મંત્રીઓ નિમાયા. નવા રાજ્યના અનેક પ્રશ્નો હતા. જેમના રાજ્ય ગયા એવા નાના-મોટા ઠાકોરો, દરબારો, ભાયાતો અને તેમના અસંતુષ્ટ અનુયાયીઓએ નવી સરકારને રંજાડવાનું ષડયંત્ર રચ્યું. કાઁગ્રેસના કાર્યકરો / આગેવાનોની હત્યા કરવા વાઘણિયા દરબારના ડ્રાઈવર ભૂપતસિંહને છૂટ્યો દોર આપ્યો, તેણે હત્યાઓની પરંપરા રચી. વિધિની વક્રતા જૂઓ, ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજીએ, સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલ અને બળવંતરાય મહેતાની હાજરીમાં ગાંધીજીના ચરણોમાં ધરી દીધું હતું, તેમના જ નાના ભાઈ નિર્મળસિંહ, ભૂપત બહારવટિયાના સાથીદાર હતા ! જો કે ભૂપત બહારવટિયો પણ ન હતો કે રોબિનહૂડ પણ ન હતો, તેણે નિર્દોષ લોકોના નાક કાપ્યા હતા. તે સ્થાપિત હિતોનો અત્યાચારી / જુલ્મી / ક્રૂર એજન્ટ હતો. દેશમાં 565 રજવાડાઓના સીમાડા ભૂંસાયા હતા પરંતુ સૌરાષ્ટ્ર જેવી હત્યાઓ / લૂંટફાટ બીજે કોઈ જગ્યાએ થઈ ન હતી. ભૂપતને 303 રાયફલ /કાર્ટિઝ અને બીજી મદદ રજવાડાઓ તરફથી છૂપી રીતે મળતી હતી.

ભૂપતના મુખ્ય નિશાનમાં છગનભાઈ પટેલ પણ હતા. ચોગઠમાં ધાડ-લૂંટ કરીને છગનભાઈનું મનોબળ તોડવું, શક્ય બને તો ખુદ છગનભાઈને ખતમ કરવા એવી મેલીમુરાદ પાર પાડવા ભૂપતે આયોજન કરેલ. છગનભાઈને માહિતી પણ મળી હતી. નબળા તત્ત્વોના સામના માટે છગનભાઈએ યુવાનોને તૈયાર કર્યા હતા. એક દિવસ છગનભાઈએ, રાતના નવ વાગ્યે ચોગઠ ગામના દરબારી ઉતારે ગ્રામપંચાયતની સભા બોલાવી હતી. ચર્ચા વિચારણા થતી હતી ત્યાં ખબર મળ્યા કે ઉગમણે પાદર શામજીભાઈ કોશિયાને ત્યાં ધાડ પડી છે, બંદૂકોની ગોળીઓની ધાણી ફૂટે છે ! સૌ હેબતાઈ ગયા. છગનભાઈ સ્વસ્થ થયા. કોઈ પણ જાતના ગભરાટ કે થડકાટ સિવાય નિર્ણય લીધો કે કોઈએ ઘરમાં છુપાઈ રહેવાનું નથી. જેની પાસે જે હથિયાર હોય તે લઈને હાજર થઈ જવાનું છે. હું સૌની આગળ છું. અને તેમના એક બોલ ઉપર કોદાળી, ધારિયા, લાકડી, ખરપિયો લઈને સૌ હાજર થયા. ફક્ત બે જ બંદૂક અને થોડી ગોળીઓ હતી. આટલાથી ભૂપતનો સામનો કરવાનું નક્કી થયું.

સૌ પ્રથમ ભૂપત અને તેની ટોળીએ ડેલો ખોલવવા માટે વાડામાં સૂતેલા મેઘજીદાદાને સાથે લીધા અને તેમને ડેલો ખોલાવવા કહ્યું. મેઘજીદાદાએ વિચાર્યું કે હું ખડ્યું પાન છું. 80 વર્ષની ઉંમર થઈ છે. મારે જીવતા રહેવા માટે કુટુંબને શા સારું ભૂખ ભેગું કરવું? જે થવું હશે તે થશે. ટોળીની હાજરીમાં મેઘજીદાદાએ ડેલે હાથ દઈને કીધું કે ‘તમારા બાપ બહારવટિયા આવ્યા છે. ડેલું ઉઘાડશો નહીં !’ તે જ વખતે ટોળીએ મેઘજીદાદાને બંદૂક ફટકારી બેહોશ બનાવી દીધા. જમાનાના ખાધેલા મેઘજીદાદા તરત જ જમીન ઉપર પડી ગયા. શ્વાસોચ્છવાસ બંધ કર્યા. બહારવટિયાને લાગ્યું કે દાદો મરી ગયો છે. બહારવટિયા પાછલી બારીએથી ઘરમાં ઉતર્યા. લૂંટની તૈયારી કરી ત્યાં ઘર સામેના ખોરડા ઉપરથી ગામલોકોએ નળિયાનો વરસાદ શરૂ કર્યો. આજુબાજુમાંથી પણ દેકારો બોલાવ્યો. આખું ગામ ઉમટ્યું. કોઈને બહારવટિયાની બીક ન લાગી. તે જ વખતે છગનભાઈએ, દિયાળભાઈ ગોપાણી અને માવજીભાઈ પગીને ઉમરાળા પોલીસ થાણે ખબર દેવા ઘોડા ઉપર રવાના કર્યા. બહારવટિયા લૂંટનો માલ ગોતવા પેટી પટારા ફેંદતા હતા પણ કંઈ હાથ લાગતું ન હતું. શામજીભાઈ કોશિયાને પડખામાં ગોળી વાગી. બીજા માણસોએ ફરતું ફાળિયું વીંટી દીધું. સામનો શરૂ રાખ્યો. છેવટે કંઈ પણ લીધા વિના ભૂપત બહારવટિયાને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. પછી મેઘજીદાદાને બેઠા કર્યા. ચોમાસું હતું. રસ્તો કાદવ-કીચડ વાળો હતો. ચાર બળદ જોડીને ધોળાથી ટ્રેન મારફતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસને ગામમાંથી 80 કારતૂસોના ખોખાં હાથ લાગ્યા હતા. આગેવાન નિર્ભય હોય તો ગામ આખું લડવા નીકળી પડે. ગૃહમંત્રી રસિકલાલ પરીખ, નાયબ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, રતુભાઈ અદાણી, જાદવજીભાઈ મોદી, અકબર અલી જસદણવાળા ચોગઠ આવી છગનભાઈ તથા ગામલોકોની પીઠ થાબડી. ઈનામ આપ્યા. જરૂર હોય તેમને બંદૂકના પરવાના આપ્યા !

ધારાસભ્ય છગનભાઈ પટેલને અભિનંદન આપતા ગુજરાતના પ્રથમ ગવર્નર મહેંદીનવાઝ જંગ

એક વખત, મુખ્ય મંત્રી ઢેબરભાઈના ચૂંટણી પ્રચાર માટે છગનભાઈ ગોંડલ તાલુકાના એક ગામમાં ગયા. 21 જાન્યુઆરી 1952ની રોજ, ભૂપતે ખારચિયા ગામમાં ઢેબરભાઈની ચૂંટણીસભામાં ગોળીબાર કરી એક સાથે 11 લોકોની હત્યા કરી હતી. દેશભરમાં હાહાકાર મચી ગયો. ભૂપતે સરકારનું નાક કાપ્યું હતું. તેથી સાવચેતી માટે અડધો કલાક અગાઉ ખબર આપીને ચૂંટણી સભા ભરવામાં આવતી. છગનભાઈએ સભામાં કહ્યું : “નમાલા માણસ જ બીકણ હોય. માણસે મર્દ બનીને જીવવું જોઈએ. તમે હરણ જેવા છો તેમ ખબર પડે તો તમને કોઈ ઊભું જ ન રહેવા દે. સિંહની જેમ ત્રાડ નાખો તો બધા જ છેટે રહેશે. બહાદુરી અને કાયરતા બંને ચેપી છે. એક જણ મર્દ બનીને અડગ ઊભો રહેશે તો તરત જ તેની પાસે બીજો ઊભો જ રહેશે, પણ 51માંથી એક ભાગ્યો તો પાછળ રહેલા 50માં એક પણ ઊભો ન રહે. માટે નમાલા અને બીકણ બનીને જીવવાનું છોડી દેજો !” આમ જુસ્સાપૂર્વકનું પ્રવચન ચાલતું હતું એવામાં બે જીપ ભરીને ખાખી કપડાવાળા માણસો આવ્યા. લાઈટ બંધ કરી. ‘ભૂપત આવ્યો, ભૂપત આવ્યો. ભાગો ભાગો !’ એવી હવા ઊભી થઈ. કેટલાંક ભાગ્યા. છગનભાઈએ એક પળમાં નિર્ણય કર્યો કે અહીંથી એક ડગલું પણ હટવું નહીં. છગનભાઈએ પ્રવચન ચાલુ રાખ્યું : “ભૂપત આવ્યો હશે તો તે મારા માથા માટે આવ્યો હશે, તમારે બિલકુલ ગભરાઈને ભાગવાનું નથી. ભૂપતની ગોળી મારા લોહીની તરસી હોય તો ભલે ચલાવે. આઝાદી માટે નવ લોહિયાના બલિદાન દેવાયા છે. મારી પણ ભલે પ્રાણની આહુતિ અપાય.” પરંતુ ત્યાં જ ભાંડો ફૂટ્યો. આવનાર ટોળી ભૂપતની નહીં પણ બીજા પક્ષના ખાટસવાદિયા માણસોએ રચેલી ટોળી હતી ! છગનભાઈને ડરાવવા માટેનું કારસ્તાન હતું. પછી તો તેમને પકડી, બંને જીપને રાજકોટ લઈ જઈ પોલીસને સોંપી દીધાં. ભૂપત બહારવટિયો અને તેમના આશ્રયદાતા રાજાઓ અને ગરાસદારોનું એક માત્ર લક્ષ્ય ખેડૂત આગેવાનોને વીણી વીણીને હત્યા કરવાનું રહ્યું. કંઈકના માથાં કપાયાં, કંઈકને જમવામાં ઝેર પીરસાયાં, કંઈકના નાક કપાયા, આવા કપરા સમયે છગનભાઈ અને તેમના સાથીઓ અણનમ રહ્યા. ગરાસદાર સામે મળે, તેમના બાળકો સામે મળે, રસ્તામાં પણ ચંપલ કાઢીને પાઘડી ઊતારી માથું નમાવવું પડતું. પણ છગનભાઈ અને તેમના સાથીઓની માથાં પરની પાઘડીઓ અને તેમના માથા અણનમ રહ્યાં.

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0381,0391,0401,041...1,0501,0601,070...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved