જે મને અવગણે છે,
એ મને પણ હણે છે.
હું કણસલા સમો છું,
ધૂપ-પંખી ચણે છે.
છે મુલાયમ અહીં ધુપ,
સૂર્ય એને વણે છે.
ગીત કોઈ હવાઓ,
મહેકતું ગણગણે છે.
આંખથી કોઇ આખું,
આજ ખેતર લણે છે.
લોહી માંહે વસંતો,
ક્યાંક તો રણઝણે છે.
છૅક શેઢે ઉભેલું,
યુગલે ચણભણે છે.
કોઈ ભણતું ચહેરા,
કોઇ પુસ્તક ભણે છે.
કાળ ઑગળતો જાયે,
તું ‘પ્રણય’, દિન ગણે છે !
તા. ૧૬-૦૮-૨૦૨૧
છંદ – વજન
—————-
ગા લગાગા લગાગા
ઉદાહરણ :
તૂં મેરી જિન્દગી હૈ,
તૂં મેરી હર ખુશી હૈ.
— ગાયક : મહેંદી હસન