ખ્યાતનામ તુર્કી કવિ નિઝામ હિકમેતના કાવ્ય ‘Seviyorum Seni’નો મારો અનુવાદ.
હું પ્રેમ કરું છું તને
જેમ કે નમકમાં જરા ડૂબાડીને રોટી ખાવી
જેમ કે ધગધગતા તાવથી રાતે ઊઠી જવું
ને નળને સીધું મોઢું લગાવીને પાણી પીવું
જેમ કે ટપાલીએ પહોંચાડેલું ભારેખમ પેકેજ ખોલવું
જેની અંદર શું છે એનો જરા ય અંદાજ ના હોય
ફફડાટ, સુખ, આશંકા
હું પ્રેમ કરું છું તને
સમંદર પરની પહેલી ઉડાનની માફક
ઈસ્તંબુલના આભમાં હળવેકથી અંધારું ઉતરે ત્યારે
મારી અંદર જાગતી હિલચાલની જેમ
હું પ્રેમ કરું છું તને
જીવન માટે ભગવાનનો આભાર માનતો હોઉં એમ.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


એક જૂના ભગવાન, એક નવું મંદિર, એક અહંકારી રાજા, અને ભૂખમરામાં સબડતા, ઘરબાર વિહોણા સામાન્ય પ્રજાજનો – 123 વર્ષ પહેલાંની કવિતામાં એ સૌ હતા. પણ સાથે એક સંન્યાસી પણ હતો, જે રાજાની સામે સત્યવાણી બોલેલો, અને એ બોલ્યા પછી એનું પરિણામ શું હશે એની ભાળ પણ એને હતી. અને એક એવો કવિ પણ હતો ત્યારે, જે પોતાના સમયથી આગળ આવનારા સમય સાથે તાલ મેળવી શકે એવી કવિતા લખી જાણતા. અને તે હતા રવીન્દ્રનાથ ટાગોર.