પગ ઉપાડું તો ઊપડે નહીં
મનખે ચોંટ્યું જળ, જળ જળ પરથી ઊખડે નહીં
શ્વાસ લઉં તો ઊઠે તરંગ
બહાર નાના ને નાનચીકા પરપોટા સળંગ
ન અહીં આરો, ન તહીં આરો
મધદરિયે ક્યાંક ખરો કિનારો
e.mail : umlomjs@gmail.com
સકલ આલમની આરત દર્દિલી, દિલની તાન થઈ છે,
મન મંજીરા બની, આશાનું મંજુલ મંજુલ ગાન થઈ છે
મૌન મહીં મલકી રહ્યું છે કોટી કોટી શબ્દોનું સંગીત,
શબ્દ શબ્દમાં કૈંક અકળિત તોય મીઠી ઝંકાર થઈ છે.
મૂઠી ભર સાંજ, સૂકી ભઠ વાવનું હું જાણે એકાંત,
પલકમાં મત્સ્ય ધરા મૃગજળની જાણે જાળ થઈ છે
અર્થોને પેલે પાર ભાગ્ય રેખા હાથથી સરકી ગઈ,
કાંચ સમો સૂરજ, વક્ર રેખાઓ, હાથે તિરાડ થઈ છે
પ્રેમ ભટ્ટીનો રસ પાઈ જિંદગી તુમુલ તોફાન થઈ છે,
છાતીમાં મૂંઝારો, અશ્રુધાર મુજ પાંપણનું દ્વાર થઈ છે.
અંધારું નીચે દોડી આવે જો રહે ભાન દેહનું, દોસ્ત,
ખાલીપો રાતભર, કાગળ પર શબ્દોની બાણશય્યા થઈ છે.