ભારેલા અગ્નિ જેવું મૌન
એ જ તો
કવિની શક્તિ.
હું ચૂપ છું,
અત્યારે તો
બોલી શકાતું નથી;
પણ
મારા – કવિના મૌનમાં –
ધીમી ધીમે
એકઠું
થતું
જાય છે –
રૂપૅરી-ગ્રે
યુરેનિયમ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16
![]()
ભારેલા અગ્નિ જેવું મૌન
એ જ તો
કવિની શક્તિ.
હું ચૂપ છું,
અત્યારે તો
બોલી શકાતું નથી;
પણ
મારા – કવિના મૌનમાં –
ધીમી ધીમે
એકઠું
થતું
જાય છે –
રૂપૅરી-ગ્રે
યુરેનિયમ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16
![]()
‘મારું
કોઈ સાંભળતું નથી’
એ વ્યથા
સમયની છાતી પર
કોતરાઈને
વળ લેતી આવી છે
છેક વ્યાસથી.
ત્રસ્ત અને મસ્ત
નામાભિધાન પામેલા
બે ધોરી રસ્તા
ભીડથી ઊભરાય છે.
એક આત્મસંજ્ઞા માટે મથે છે
બીજો આત્મસંજ્ઞાનું લિલામ
કરી રહ્યો છે.
એકે
આ કે તે
વેઠ કે વેદનને
કાન સાથે
જોડ્યાં છે,
બીજાનો
કાન જ ગાયબ છે.
એકને
ચૂપ, ચૂપકી સિવાય વિકલ્પ નથી
બીજાનો માર્ગ જ
હૂડ કે હૂડહૂડનો છે
નરતું અંધારું
મુઠ્ઠીભર પ્રકાશ પાછળ પડ્યું છે.
વનવાસનાં વર્ષો
વધતાં જાય છે
કુરુક્ષેત્ર
સજાતું રહ્યું છે
મહાભારત સદાકાળનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16
![]()
ચકર છોડવામાં ચકરડી છૂટી ગઈ,
શબદ ઝાલવામાં જીભલડી છૂટી ગઈ.
હતી ડોલ કાણી, ગઈ એ ય તળિયે,
વૃથા વેઠમાંથી ગરગડી છૂટી ગઈ.
ધરી ફેણ બેઠા ચરુ પર ચડીને,
ન દમડી છૂટી કિન્તુ ચમડી છૂટી ગઈ.
દિગંબર થયાં નેત્રને એવાં દર્શન,
ઝીણી ધાર ઝરતી કરવડી છૂટી ગઈ.
ગયા લહાવ લેવા બની મોહિની ત્યાં,
અહીં, પદ્મપાણિ ! પદમડી છૂટી ગઈ.
કરવડી: નાળચાવાળી લોટી; ઝારી
પદમડી: પદ્મિની સ્ત્રી
શબ્દસૃષ્ટિ (જૂન 2021)માં પ્રગટ નનામો લેખ અને એના વિષે દર્શક આચાર્યની ફેસબુક વોલ પર ચગેલી ચર્ચા જોયા પછી લખાયેલી કૃતિ.
e.mail : spancham@yahoo.com
![]()

